નવસારી: રાજકારણમાં મોટેભાગે હરીફ ઉમેદવારો એકબીજા ઉપર કાદવ કીચડ ઉછાળવામાં મહેર હોય છે. ચૂંટણી સમયે રાજકીય પક્ષો એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય છે, ત્યારે નવસારી જિલ્લામાં કંઈક જુદુ ચિત્ર સામે આવ્યું હતું. જેમાં ભાજપના ઉમેદવાર સી.આર પાટીલ સામે દેખાતા કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ તરત જ તેમને ગળે લગાડી કાનમાં શુભેચ્છા આપ્યા હતા. આ દ્રશ્ય સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયું છે.
કોંગ્રેસના ઉમેદવારના કાનમાં પાટીલે કહ્યું: નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈ, ગાંધીજીના વેશમાં જુનાથાણા સર્કલથી કલેકટર કચેરી સુધી રેલી સ્વરૂપે પહોંચ્યા હતા. પોતાના ઉમેદવારી પત્રક ભરવાની રાહ જોઈ રહેલા નૈષધ દેસાઈને સામે પાટીલ દેખાયા હતા જ્યાં બને વળગી કાનમાં શુભેચ્છા સંદેશ આપ્યા હતા. પોતાનું ફોર્મ ભરી સી આર પાટીલ ત્યાંથી રવાના થયા હતા, ત્યારબાદ નૈષધ દેસાઈએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, તેમણે તેમના કાનમાં શુભેચ્છા આપી હતી.
જય શ્રી રામના નારાથી કલેકટર કચેરી ગુંજી: ભાજપ કોંગ્રેસના સમર્થકો સામસામે ભેગા થતા એકબીજાને નારેબાજી કરી હતી. કોંગ્રેસ દ્વારા ગાંધીજી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે નારા બુલંદ કર્યા હતા. ભાજપના કાર્યકરોએ જય શ્રી રામના નારાથી કલેકટર કચેરી ગુંજતી કરી હતી. તો આ બંનેના સમર્થકોએ એકબીજાને ગળે વળગાડી શાંતિનો સંદેશો આપ્યો હતો.
કોંગ્રેસ ઉમેદવારે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો: કોંગ્રેસમાં ઉમેદવાર નૈસદ દેસાઈએ કહ્યું હતું કે, મને ભાજપના ઉમેદવાર સીઆર પટેલ સામે મળતા મેં તેમને કામમાં શુભેચ્છા આપી તો તેમને વળતા બીજા કાનમાં મને શુભેચ્છા આપી હતી. અમે 10,000 મતથી સીઆર પાટીલ સામે જીતી જઈશું તેવું અમને વિશ્વાસ છે.