ETV Bharat / state

Gandhinagar Lok Sabha Seat: ગાંધીનગરથી અમિત શાહ બીજી વાર લડશે ચૂંટણી, મધ્યસ્થ કાર્યાલય ખાતે ભવ્ય ઉજવણી

ગાંધીનગરથી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના નામની જાહેરાત થતાં થલતેજ મધ્યસ્થ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી. કાર્યકર્તાઓએ અમિત શાહનું નામ જાહેર થતા જ જાણે તેમની જીત પાક્કી હોય તેમ વિજય ઉત્સવ મનાવ્યો હતો.

Gandhinagar Lok Sabha Seat
Gandhinagar Lok Sabha Seat
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 3, 2024, 6:32 AM IST

Updated : Mar 3, 2024, 10:23 AM IST

Gandhinagar Lok Sabha Seat:

ગાંધીનગર: ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાંથી કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહનું નામ લોકસભા ચૂંટણી માટે જાહેર થયું છે. અમિત શાહ 2019ની લોકસભાની ચૂંટણી પણ ગાંધીનગર બેઠક પરથી જીત્યા હતા. જેવું અમિત શાહનું નામ જાહેર થયું તેવું જ તેમના મધ્યસ્થ કાર્યાલય ઉજવણી શરૂ થઈ હતી. ભાજપ કાર્યકરોએ ભારે આતિશબાજી કરી હતી. કાર્યકરો અને નેતાઓએ એકબીજાને પેંડા ખવડાવી મોં મીઠા કરાવ્યા હતા. ભાજપ કાર્યકરો અને નેતાઓએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા.

કાર્યાલય ખાતે દિવાળી જેવો માહોલ: રાજ્યસભા સાંસદ મયંક નાયકે ગાંધીનગર લોકસભામાં દેશમાં સૌથી વધુ લીડથી જીતવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. કાર્યાલયે જાણે દિવાળીનો માહોલ હોય તેવો કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજ્ય સભા સાંસદ મયંક નાયક, અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ, સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ ધાણી, ધારાસભ્ય જીતુ પટેલ સહિતના નેતાઓએ કાર્યકરો સાથે ઉજવણી કરી હતી.

અમિત શાહનું નામ જાહેર થતા યુવા મોરચો એક્ટિવ: અમિત શાહના નામની જાહેરાત સાથે જ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાએ મધ્યસ્થ કાર્યાલયમાં મીટીંગ શરૂ કરી હતી. ભાજપ યુવા મોરચા પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટે જણાવ્યું કે દરેક લોકસભા સીટો પર યુવા મોરચો બેઠકનું આયોજન કરાયું છે. આવતીકાલે રાજકોટ અને ત્યારબાદ જુનાગઢ લોકસભાની યુવા મોરચાની બેઠક યોજાશે. આ વખતે મત કલમ 370 હટાવવા માટે અને રામ મંદિરના નિર્માણ માટે માંગવાના છે. સરકારે કરેલા કામોના આધારે યુવા મોરચાએ મત માંગવાના છે. યુવા મોરચા દ્વારા દરેક બુથ પર યુવા કાર્યકર્તાને મૂકવામાં આવશે.

  1. Election 2024: PM વારાણસીથી, અમિત શાહ ગાંધીનગરથી લડશે લોકસભાની ચૂંટણી, પ્રથમ યાદીમાં 195 ઉમેદવારોના નામ
  2. Loksabah Election 2024: ગુજરાતની લોકસભાની 15 બેઠક માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા, 10 ઉમેદવારો રીપીટ

Last Updated : Mar 3, 2024, 10:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.