ETV Bharat / state

ગાંધીનગર જિલ્લામાં 12ની પાસા હેઠળ અટકાયત અને 5ને હદપાર કરાયા - lok sabha election 2024

લોકસભાની ચૂંટણીને રાજ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ લોકો નિર્ભિક પણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઈસમો સામે કાર્યવાહીના ભાગરૂપે નિર્ણાયક અમલવારી કરવામાં આવી છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં 12 વ્યક્તિઓને પાસા હેઠળ અને 5 વ્યક્તિઓને હદપાર કરાયા છે.

ગાંધીનગર જિલ્લામાં 12ની પાસા હેઠળ અટકાયત અને 5ને હદપાર કરાયા
ગાંધીનગર જિલ્લામાં 12ની પાસા હેઠળ અટકાયત અને 5ને હદપાર કરાયા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 5, 2024, 9:31 PM IST

ગાંધીનગર: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ગુજરાતમાં આગામી 7મી મેના રોજ મતદાન થનાર છે. ગાંધીનગરમાં મતદારો નિર્ભયપણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગ રૂપે તંત્ર દ્વારા કેટલાંક નિર્ણાયક પગલા લેવામાં આવ્યા છે.

ગાંધીનગર જિલ્લામાં પાસા હેઠળ 12 વ્યક્તિઓની અટકાયત અને 5 વ્યક્તિઓને હદપાર કરાયા છે. જે મુજબ પાસા ધારા હેઠળ જિલ્લામાં ૧૨ વ્યક્તિઓને નિવારક પગલાંના ભાગરૂપે અટકાયતમાં લેવામાં આવેલ છે. આ પૈકી દસ વ્યક્તિઓ બુટલેગર કેટેગરીના છે, તથા એક વ્યક્તિ ભયજનક તથા એક જાતિય ગુનો આચારનાર વ્યક્તિ છે. ઉપરાંત ત્રણ વ્યક્તિઓને ગાંધીનગર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી તથા બે વ્યક્તિઓને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી કલોલ દ્વારા જિલ્લા બહાર હદપારી હેઠળ મૂકવામાં આવેલ છે.

ચૂંટણી સંદર્ભે ગાંધીનગર જિલ્લામાં લેવાયેલા નિર્ણાયક પગલા અંતર્ગત ગાંધીનગર તાલુકામાં પ્રોહિબિશન એક્ટ હેઠળ 44, સી.આર.પી.સી 107 અને 151 હેઠળ 254 મળી કુલ 298 લોકોએ જામીનગીરી લીધેલ છે. જ્યારે દહેગામ તાલુકામાં પ્રોહિબિશન એક્ટ હેઠળ 11 લોકો તથા સી.આર.પી.સી 107, 151 હેઠળ 73 મળી કુલ 84 લોકો અને કલોલ તાલુકામાં પ્રોહીબિશન એક્ટ અંતર્ગત 75 તથા સી.આર.પી.સી 107,151 હેઠળ 283 મળી કુલ 358 તેમજ માણસા તાલુકામાં પ્રોહીબેશન એક્ટ હેઠળ 47 અને સી.આર.પી.સી 107, 151 હેઠળ 71 મળી 118 એમ સમગ્ર જિલ્લાના કુલ 858 લોકોએ જામીનગીરી લીધેલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.