ETV Bharat / state

ભાજપ નેતાના પુત્રની ગીરવે મૂકેલી ગાડીઓમાં દારૂ-ગૌમાંસની હેરાફેરી, લોકોની ગીરવે મૂકેલી 76માંથી 35 કાર પોલીસે જપ્ત કરી - Ahmedabad News - AHMEDABAD NEWS

મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદના લોકો પાસેથી ભાડે મૂકવાના બહાને ગાડીઓ લઈ ગીરવે મૂકી છેતરપિંડી કરનાર ભાજપ નેતાના પુત્ર પ્રિન્સ મિસ્ત્રીએ ગીરવે મૂકેલી 76 ગાડીમાંથી 35 ગાડીઓ પોલીસ પાછી લઈ આવી છે. જો કે, આ કૌભાંડમાં પ્રિન્સ સાથે અન્ય કોઈ સામેલ નહીં હોવાનું કહીને ક્રાઈમ બ્રાંચ ઈમરાન અને વિજય નામના પોલીસ કર્મચારીને ક્લીનચિટ આપવા પેરવી કરી રહી છે. જ્યારે બીજી બાજુ પ્રિન્સે ગીરવે મુકેલી ગાડીઓનો ઉપયોગ દારૂ તેમજ ગૌમાંસની હેરાફેરીમાં થતો હોવાની માહિતી મળતા પોલીસે એફએસએલની મદદ લીધી હતી.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 29, 2024, 4:37 PM IST

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

અમદાવાદ: પોલીસ પૂત્ર ઈમરાન હાલમાં ગાડી લે - વેચનો ધંધો કરે છે. જો કે, ઈમરાન ઘણા બધા પોલીસ અધિકારી અને કર્મચારીઓનો બાતમીદાર પણ છે, જેથી ગાડીઓના આ કૌભાંડમાં ઈમરાનને બચાવવા માટે ઘણા બધા પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ સક્રિય થઈ ગયા છે.

ક્રાઈમ બ્રાંચના અધિકારીઓનું કહેવુ છે કે, પ્રિન્સે મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદના 35 લોકો પાસે આ ગાડીઓ ગીરવે મુકીને પૈસા લીધા હતા. જો કે, ઘણા બધા લોકોને પોલીસ ફરિયાદ થઈ હોવાની જાણ થતા તેઓ ક્રાઈમ બ્રાંચમાં આવીને ગાડીઓ આપી ગયા હતા. જ્યારે કેટલીક ગાડીઓ પોલીસે ગીરવે લેનારા લોકો પાસેથી પાછી લીધી છે.

હોડિંગ્સના ધંધામાં રૂ. 10 લાખથી વધુનું દેવું થઈ ગયું હતું: પ્રિન્સની પૂછપરછમાં તેણે પોલીસને જણાવ્યું હતુ કે, તેને 2020 માં હોર્ડિંગ્સનો કોન્ટ્રાકટ મળ્યો હતો. જેમાં તેને રૂ.10 લાખ જેટલુ દેવું થયું હતું. આ દેવુ ભરપાઈ કરવા માટે પ્રિન્સે ગાડીઓ ભાડે લઈને આગળ ભાડેથી આપવાનું શરૂ કર્યુ હતું. કુલ 76 લોકો પાસેથી ભાડેથી ગાડી લીધી હતી.

  1. સુરતમાં ચલાવવામાં આવતો દેહવ્યાપાર, ઉધના પોલીસે કુલ 5 લોકોની કરી ધરપકડ - Prostitution accused arrested
  2. ભુજના પ્રસાદી મંદિરે હિંડોળા સાથે વૈદિક ગુરુકુલમ પ્રદર્શનનું કરાયું આયોજન - Vedic Gurukulam Exhibition

    બાઈટ : ભરત પટેલ એસીપી ક્રાઇમ બ્રાન્ચ
    મયુરીકાબેન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.