અમરેલી: 'શેરને માથે સવા શેર' એ કહેવત તો આપણે સાંભળી હશે, જોકે સોશિયલ મીડિયા પર એક વાયરલ થયેલા વીડિયોમાં શેરને માથે સવા શેર નહીં પર શ્વાન ભારે પડતા હોય તેવા દ્રશ્યો કેદ થયાં છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે બે ડાલામથ્થા બે શ્વાન સામે નમતુ જોખીને ચાલતી પકડે છે. આ વીડિયો અમરેલી જિલ્લાના સાવરકુંડલાના થોરડી ગામનો હોવાનું જાણવા મળ્યું છે. બે ડાલામથ્થા ગૌશાળાના દરવાજા સામે આવ્યા ત્યારે શ્વાનોએ લોખંડના દરવાજા પાછળથી સિંહો સામે જાણે ધાકડ અંદાજમાં અહીંથી જતાં રહેવાનું કહેતા હોય તેમ સિંહોને પડકાર ફેંકે છે. ગેટની આ તરફ બે ડાલામથ્થા અને બીજી તરફ બે શ્વાન. સામ સામે આવેલા શ્વાન અને સિંહોના આ દ્રશ્યો ગૌશાળાના ગેટ પર લાગેલા CCTVમાં કેદ થઈ ગઈ છે જેના ફુટેજ વીડિયો સ્વરૂપે વાયરલ થઈ રહ્યાં છે.
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના થોરડી ગામમાં સિંહનો બહાદુરી પૂર્વક સામનો કરતા બે શ્વાનોનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. શિકાર કરવા નીકળેલા બે સિંહ અચાનક દરવાજા પાસે ઉભેલા શ્વાનો પર શિકાર કરવાની ઇરાદે હુમલો કરે છે પરંતુ શ્વાનોએ પણ ખૂબ જ બહાદુરી પૂર્વક સિંહોનો સામનો કર્યો હતો દરવાજો નહીં ખુલતા સિંહ શિકાર કર્યા વગર પરત જતા રહ્યા હતા, પરંતુ સિંહોને પણ પડકાર ફેંકીને શિકાર કરવામાં મુશ્કેલી ઊભી કરનાર બે શ્વાનનો વીડિયો લોકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.
બે શ્વાનોએ ફેંક્યો જંગલના રાજાને ખુલ્લો પડકાર:
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના થોરડી ગામમાં ગત 11મી ઓગસ્ટના દિવસે રાત્રિના 11:30 કલાકની આસપાસ શિકારની શોધમાં નીકળેલા બે બબ્બર શેરનો સામનો જંગલમાં આવેલ ગૌશાળા ની ચોકીદારી કરતા બે શ્વાનો સામે થયો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો પણ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે બે નર સિંહ શિકાર કરવાની ઇરાદે જંગલ વિસ્તાર માંથી પસાર થઈ રહ્યા હતા આવા સમયે ગૌશાળા ના મુખ્ય દ્વાર પર ચોકીદારી કરી રહેલા બે શ્વાનો સાથે તેમની ભીડંત થાય છે દરવાજો બંધ હોવાને કારણે સિંહ ગૌશાળામાં પ્રવેશ કરી શકતા નથી પરંતુ બંધ દરવાજાની બીજી તરફ રહેલા બે શ્વાનો એ બબ્બર સિંહનો ખૂબ જ બહાદુરી પૂર્વક અને હિંમત સાથે સામનો કર્યો હતો જેને લોકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે
સિંહોને નમતુ જોખીને ભાગવુ પડ્યુ: મૂળ રાજકોટના ડોક્ટર બાવળીયાની આ ગૌશાળા પાછલા કેટલાક સમયથી ખાંભા તાલુકાના થોરડી ગામમાં બનાવવામાં આવી છે જેમાં રક્ષક તરીકે બે મિશ્ર પ્રજાતિના રોટવીલર શ્વાનો સુરક્ષા માટે રાખવામાં આવ્યા છે સિંહ શિકાર માટે આ વિસ્તાર માંથી પસાર થતા બે રોટવીલર શ્વાનોએ સિહોને ખૂબ જ પડકાર ફેંક્યો સિંહ શિકાર કરવા માટે ગૌશાળાની અંદર પ્રવેશ ન કરી શક્યા એની પાછળ શ્વાનોનો બહાદુરી પૂર્વકના પડકારને પણ કારણભૂત માનવામાં આવે છે.
રોટવીલર પ્રજાતીના શ્વાનો પાસે સિંહોની પીછેહટ:
આ રોટવીલર શ્વાનોની એટલી હદે સિંહોની સામે આવી ગયા કે દરવાજાથી સિંહોને પીછેહટ કરવી પડી. આ શ્વાનો એ દરવાજાની બહાર જઈને સિંહોની પાછળ જવાનો પ્રયાસ કર્યો હતો સામાન્ય રીતે એક મજબૂત શિકારી સામે કોઈ પણ શિકાર હિંમત હારીને પોતાની જાતને સુરક્ષિત કરતા હોય છે, પરંતુ રોટવીલર પ્રજાતિના આ બે શ્વાનો એ દરવાજાની બહાર નીકળીને સિહો કઈ બાજુ ગયા છે તેનું નિરીક્ષણ પર કરીને બહાદુરીનું એક ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતું. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે જેને લોકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે