રાજકોટ: ઉપલેટા તાલુકાના લાઠ ગામે ધોધમાર વરસાદ વરસતા ગામ સંપર્ક વિહોણુ બન્યું છે. ખુબ જ વરસાદ પડવાથી લોકો ખુબ જ પરેશાન થયા છે. ગામની અંદર પાણી ભરાઇ જવાથી જવા આવવાના રસ્તાઓ બ્લોક થઇ જવા પામ્ચા છે. જેને લઇને કોઇ ગામની અંદર આવી શકતું નથી કે કોઇ ગામની અંદર આવી શકતું નથી.
8 ઇંચ વરસાદ પડતા ગામ સંપર્ક વિહોણું: લાઠ ગામમાં લાઇટ પણ જતી રહેતા લોકો ખુબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાથી લોકો અને રાહદારીઓેને ચાલવામાં ખુબ જ તકલીફનો સામનો કરી રહ્યા છે. લાઠ ગામમાં 8 ઇંચ વરસાદ પડતા ગામ સંપર્ક વિહોણું બની જતા SDRFની ટીમ ગામ લોકોની મદદ માટે આવી પહોચી હતી.
SDRFની ટીમ લોકોની મદદ માટે ખડેપગે: SDRFની ટીમ સાથે પાટણવાવ પોલીસ અને મામલતદારની ટીમ પણ આવી પહોચી હતી અને લોકોને મદદ કરી હતી. લાઠ ગામમાં 8 વિદ્યાર્થીઓને પરીક્ષા હતી ત્યારે SDRFની ટીમે તેઓનું ટ્રેક્ટરમાં રેસ્ક્યુ કરીને બીજા છેડે પહોંચાડ્યા હતા,લાઠ ગામની પરિસ્થિતી જોતા SDRF ની ટીમ દ્વારા બોટ, લાઇફ જેકેટ અને દોરડા સહિતની સામગ્રી લઇને લોકોની મદદ કરવા ખડે પગે ઉભા રહ્યા હતા. તેઓએ ગામ લોકોને આશ્વાસન આપ્યું હતું કે તેઓ લોકોની મદદ કરશે.