કચ્છ: ક્રાંતિગુરું શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીની 20 કરોડના ખર્ચે કાયાપલટ કરવામાં આવશે. પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષક અભિયાનની ગ્રાન્ટમાંથી કચ્છ યુનિવર્સિટીને મળેલ 20 કરોડની ગ્રાન્ટમાંથી શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રમાં ભાવિ વિકાસને ધ્યાને લઈ અનેક પ્રકલ્પો હાથ ધરવામાં આવશે. આમ, કચ્છ યુનિવર્સિટી દ્વારા આ ગ્રાન્ટને અનુલક્ષીને એક સવગ્રાહી પ્રોજેકટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો જેને સરકારની મંજૂરી મળી ગઈ છે.
20 કરોડના ખર્ચે કચ્છ યુનિવર્સિટીની થશે કાયાપલટ: વર્ષ 2003માં સ્થાપિત થયેલી કચ્છ યુનિવર્સિટીની કાયાપલટ કરવા માટેના પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષક અભિયાનની ગ્રાન્ટમાંથી કચ્છ યુનિવર્સિટીને રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન (રૂસા) અંતર્ગત 20 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. 20 કરોડની ગ્રાન્ટમાંથી યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ ફેસિલિટી સેન્ટર, કચ્છીયતને ઉજાગર કરતું અને કચ્છ યુનિવર્સિટીના જીઓલોજી ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ સાથે મળીને કરેલ રિસર્ચ દરમિયાન મળી આવેલા ફોસિલ્સનો સંગ્રહાલય, ડિજિટલ સ્ટુડિયો, ઈન્ડિયન નોલેજ સિસ્ટમ સેન્ટર સ્થાપવા સહિતના કાર્યો આગામી સમયમાં હાથ ધરવામાં આવશે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓનો વિકાસ, લેબોરેટરી અને ફિલ્ડવર્ક માટે નવાં સાધનો ખરીદવા સહિતને પ્રાથમિકતા:
કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન પટેલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, કચ્છ યુનિવર્સિટીને આ ગ્રાન્ટ મળ્યા બાદ તેનો વપરાશ યોગ્ય રીતે થાય તે દિશા તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. 20 કરોડની આ ગ્રાન્ટમાંથી વિશેષ રીતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓનો વિકાસ, લેબોરેટરી અને ફિલ્ડવર્ક માટે નવાં સાધનો ખરીદવા સહિતને પ્રાથમિકતા આપવામાં આવશે.
કચ્છ સંગ્રહાલય ઉભુ કરવામાં આવશે: કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અભ્યાસ ક્ષેત્રે તો આગળ વધે જ પણ તેની સાથે સાથે તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે ગ્રાન્ટમાંથી સ્ટુડન્ટ ફેસિલિટી સેન્ટર બનાવવામાં આવશે. અહીં વિદ્યાર્થીઓ પોતાના સ્ટાર્ટઅપ આઈડિયા અને તેનું અમલીકરણ સહિતની તમામ વિગતો પ્રદર્શિત કરી શકશે. આ ઉપરાંત કચ્છ યુનિવર્સિટી ખાતે એક કચ્છ સંગ્રહાલય ઉભુ કરવામાં આવશે. જેમાં કચ્છની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વૈવિધ્યતાનું પ્રદર્શન પણ થશે. સાથે જ વિદ્યાર્થીઓ માટે ફિઝિકલ ફિટનેસ સેન્ટર ઊભું કરવામાં આવશે જેમાં વિદ્યાર્થીઓને શારીરિક માનસિક તંદુરસ્તી માટે સુવિધા પ્રદાન કરવામાં આવશે.
વિદ્યાર્થીઓ માટે વિવિધ સુવિધાઓ: તમને જણાવી દઈએ કે, નવા બાંધકામ હેઠળ, યુનિવર્સિટીએ ગ્રાન્ટના એક ભાગનો ઉપયોગ માનવતાના અભ્યાસક્રમોને સમર્પિત કરી એક અલગ એકેડેમી બિલ્ડિંગ બનાવવા માટે કર્યો છે. આ નવી સુવિધા માનવતાની શાખાઓમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી માટે ઉન્નત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડશે. રિનોવેશન અને અપગ્રેડેશન કેટેગરીમાં, યુનિવર્સિટીએ તેના શૈક્ષણિક અને વહીવટી બ્લોક્સ તેમજ યુનિવર્સિટી હોસ્ટેલ, ગેસ્ટહાઉસ વગેરેને અપગ્રેડ કરવા માટે ગ્રાન્ટનો એક ભાગ ફાળવ્યો છે. આમાં સ્માર્ટ ક્લાસરૂમ, CCTV સર્વેલન્સ સિસ્ટમ્સ અને ઇમારતોની જાળવણીનો સમાવેશ થાય છે. વધુમાં, ગ્રાન્ટમાં Wi-Fi સુવિધાઓ, કોમ્પ્યુટર સિસ્ટમ માટે સોફ્ટવેર, વોટર પ્લાન્ટ અને અન્ય જરૂરી સુવિધાઓનો સમાવેશ થયો છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારી તેને આધુનિક બનાવવા વિવિધ પહેલ: રિનોવેશન અને અપગ્રેડેશન કેટેગરી હેઠળ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીએ તેના હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા અને આધુનિક બનાવવા માટે વિવિધ પહેલનું આયોજન કર્યું છે. જેમાં રોડ એક્સ્ટેંશન, રોડ લાઇટિંગ, સીસીટીવી અને ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક, લિફ્ટ/એલિવેટરની સ્થાપના, મુખ્ય ગેટ અને યુનિવર્સિટી એન્ટ્રી વોલનું અપગ્રેડેશન અને બ્યુટીફિકેશન, હાલની કોમ્પ્યુટર સિસ્ટમ્સની જાળવણી અને લાઇસન્સ સોફ્ટવેરની સ્થાપના, બે નવા સ્માર્ટ ક્લાસરૂમની સ્થાપન, હાલના 14 સ્માર્ટ ક્લાસરૂમની જાળવણી, સાઈન બોર્ડ અને માહિતી બોર્ડ વગેરેની સુવિધાઓ ઊભી કરવામાં આવશે.
પ્રાઇમ મિનિસ્ટર ઉચ્ચતર શિક્ષા અભિયાન હેઠળ ગ્રાન્ટ: ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટીનો સમાવેશ ભારત સરકાર દ્વારા ભારત દેશમાંથી જુદી જુદી યુનિવર્સિટીઓને પ્રાઇમ મિનિસ્ટર ઉચ્ચતર શિક્ષા અભિયાન હેઠળ 78 યુનિવર્સિટીઓને ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેમ થયો છે. જે અંતર્ગત ગુજરાતમાં છ યુનિવર્સિટીઓને ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને નેક વગરની માન્યતા ધરાવતી કચ્છની યુનિવર્સિટીને 20 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ 20 કરોડની ગ્રાન્ટમાં નવા બાંધકામ માટે તેમજ યુનિવર્સીટીમાં હાલમાં જે બાંધકામ થયેલ ઇમારતો છે એની સુધારણા માટે અને જરૂરી સાધનો ખરીદી માટે પહેલા 7 કરોડ પછી 7 કરોડ અને 6 કરોડ એ રીતે ફાળવણી કરવામાં આવી છે.
આ પણ વાંચો: