ETV Bharat / state

Kutch News : ભુજ નગરપાલિકાની વેરા વસૂલાત ઝુંબેશ રંગ લાવી, 14 કરોડ વસૂલ્યાં, ગટર અને પાણીના કનેક્શનો કાપ્યાં - Tax collection campaign

માર્ચ મહિનો શરૂ થતાં જ ભુજ નગરપાલિકાની વેરા વસૂલાત ઝુંબેશને વેગવંતી બનાવવામાં આવી છે. શહેરમાં રેસિડન્સ અને કોમર્સિયલ મિલકતધારકોને બાકી લેણાં મુદ્દે નોટીસો આપી વેરો ભરવા માટે પાલિકાએ અપીલ કરી છે. તો 13 જેટલા ગટર અને પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં 14 કરોડ જેટલી રકમ વેરા પેટે વસૂલાત થઇ ગઇ છે.

Kutch News : ભુજ નગરપાલિકાની વેરા વસૂલાત ઝુંબેશ રંગ લાવી, 14 કરોડ વસૂલ્યાં, ગટર અને પાણીના કનેક્શનો કાપ્યાં

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 4, 2024, 2:44 PM IST

બાકી લેણાં મુદ્દે નોટીસો આપી

ભુજ : ભુજ નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં નગરપાલિકા દ્વારા 28થી 30 કરોડના વેરા વસુલાતનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. માર્ચ મહિનો શરૂ થઈ ચૂક્યો છે અને હિસાબી ચોપડાની સમીક્ષા અને હિસાબો પૂર્ણ કરવાનો મહિનો હોવાથી ફેબ્રુઆરી અને માર્ચ માસમાં સૌથી વધુ આવક ભુજ નગરપાલિકને થતી હોય છે. ત્યારે બાકીદારોને નોટીસ પાઠવવાની સાથે કનેક્શન કાપવાની કામગીરી પણ ભુજ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે.

વેરો ભરપાઈ નહીં કરે તો 18 ટકાએ વ્યાજ વસૂલાશે : માર્ચ મહિનો શરૂ થઈ જતાં ભુજ નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશને વેગવાન બનાવી દેવાઈ છે.નગરપાલિકા દ્વારા આ વર્ષે 28થી 30 કરોડની વેરા વસુલાતનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. જો કે ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થતાં અત્યાર સુધીમા 14 કરોડની આવક થઈ ગઈ છે. વેરા વસૂલાતના ઝુંબેશના ભાગરૂપે રહેઠાણ વિસ્તારોમાં વેરા નહીં ભરનારના ગટર, પાણી અને લાઈટ કનેક્શન કાપવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. જો નાગરિકો સમયસર પોતાનો વેરો ભરપાઈ નહીં કરે તો 18 ટકાએ વ્યાજ પણ વસૂલવામાં આવશે.અત્યાર સુધીમાં 14 કરોડ જેટલી રકમ વેરા પેટે વસૂલાત થઇ ગઇ છે.

ભુજ નગરપાલિકાની શહેરીજનો પાસે 28 થી 30 કરોડ રૂપિયા વેરા પેટે વસૂલાત કરવામાં આવશે અને ભુજ નગરપાલિકાએ વેરા વસૂલાત ઝુંબેશ વેગવંતી બનાવી છે. અત્યાર સુધીમાં 14 કરોડ જેટલો વેરો વસૂલવામાં આવ્યો છે. તો આગામી સમયમાં બાકીનો 50 થી 60 ટકા વેરો વસૂલવામાં આવશે.વેરા વસૂલાત માટે નોટિસો પણ પાઠવી દેવાઈ છે અને ગત અઠવાડિયામાં 13 જેટલા લોકોના ગટર અને પાણીના કનેક્શન કાપી દેવામાં આવ્યા છે...જીગર પટેલ (ચીફ ઓફિસર, ભુજ નગરપાલિકા)

વેરા વસુલાત ઝુંબેશ સઘન : ભુજ નગરપાલિકાની સ્વ ભંડોળની તિજોરી તળિયા ઝાટક થઈ ચૂકી છે અને વિકાસના કામો કરવા માટે લોકભાગીદારી જોઈએ જેથી ભુજ નગરપાલીકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ સઘન બનાવાઈ છે. ભુજ નગરપાલિકા દ્વારા પોતાનું સ્વભંડોળ મજબૂત કરવા માટે વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તો નગરપાલિકા પર પીજીવીસીએલનું પણ 40 કરોડ રૂપિયા જેટલું લેણું થઈ ગયું છે ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા નાગરિકોને સમયસર વેરા ચૂકવવા અપીલ કરી છે જેથી કરીને નગરપાલિકા પણ પોતાની જવાબદારીઓ છે તે પૂર્ણ કરી શકે.

  1. Kutch: ભુજ નગરપાલિકાનું વર્ષ 2024-25 માટેનું 153.33 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું
  2. Kutch News : ભુજમાં પાણીનું અનિયમિત વિતરણ, સ્થાનિકોની ફરિયાદ અને વિપક્ષના આક્ષેપો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.