ETV Bharat / state

Kutch News : ભુજ નગરપાલિકાને વીજ બિલ ચૂકવવાના ફાંફા, 42.22 કરોડની સરકાર પાસે લોન માગી - Government Loan

ભુજ નગરપાલિકા દેવાદાર બની છે અને પાલિકા પર બાકી લેણું વધી રહ્યું છે. પીજીવીસીએલ વિભાગનું ભુજ નગરપાલિકા પર 42.22 કરોડનું વીજ બિલ બાકી છે. ત્યારે ભુજ નગરપાલિકાએ વીજ બિલ ભરવા માટે સરકાર પાસે વગર વ્યાજની લોન પણ માગી છે.

Kutch News : ભુજ નગરપાલિકાને વીજ બિલ ચૂકવવાના ફાંફા, 42.22 કરોડની સરકાર પાસે લોન માગી

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 6, 2024, 2:35 PM IST

ભુજ નગરપાલિકાનું સ્વભંડોળ તળિયાઝાટક

કચ્છ : ભુજ નગરપાલિકાની સ્થિતિ ડામાડોળ બની રહી છે અને ભુજ નગરપાલિકાનું સ્વભંડોળ તળિયા જાટક થઈ ગયું છે. ભુજ નગરપાલિકા પર પીજીવીસીએલ વિભાગનું 42.22 કરોડ રૂપિયાનું વીજ બિલ લેણું થઈ ગયું છે. ભુજ નગરપાલિકાએ પીજીવીસીએલ વિભાગનું બાકી વીજ બિલ ભરવા માટે સરકાર પાસે વગર વ્યાજની લોન માટે રજૂઆત કરી છે. ભુજ નગરપાલિકા દ્વારા રાજકોટ પ્રાદેશિક કમિશનરને વ્યાજ વગરની લોન આપવા માટે દરખાસ્ત કરવામાં આવી છે.

કર્મચારીને પગાર માટે પણ રૂપિયા નથી : ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ભુજ નગરપાલિકા દેવાદાર બની ગઈ છે. ભુજ નગરપાલિકાની સ્થિતિ આટલી હદે કંગાળ બની છે કે કર્મચારીને પગાર આપવા માટે પણ રૂપિયા નથી.ભુજ નગરપાલીકાનું બાકી વીજ બિલ ભરવા માટે ભુજ નગરપાલિકાએ સરકાર પાસે લોન માટે દરખાસ્ત કરી છે. છેલ્લા ઘણા સમયથી ભુજ નગરપાલિકા વીજ બિલ ભરી શકતી નથી જેના કારણે ભુજ નગરપાલિકા પર દેવું વધી રહ્યું છે.રાજયની અન્ય નગરપાલિકાની જેમ ભુજ નગરપાલિકા પણ સરકારની ગ્રાન્ટ પર નિર્ભર છે. હાલ ભુજ નગરપાલિકા પાસે સ્વભંડોળ નથી જેના કારણે ભુજ નગરપાલિકાની આર્થિક સ્થિતિ કફોડી બની છે. ભુજ નગરપાલિકા પાસે વીજ બિલ ભરવા માટેના પણ રૂપિયા નથી આવી સ્થિતિમાં શહેરનો વિકાસ કેવી રીતે થશે તે પણ એક સવાલ છે.

ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર આક્ષેપો : નાગરિકો પર લેણાં ચડી જાય તો ઢોલ વગાડીને વેરા વસૂલાત કરતી નગરપાલિકાએ વેરા વસૂલાતની રકમમાંથી ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ નથી કર્યું. તેનું જ આ પરિણામ છે કે આજે pgvcl 42.22 કરોડ રૂપિયા ભુજ નગરપાલિકા પર માંગે છે તો પાણી પુરવઠાના પણ અનેક રૂપિયા ભુજ નગરપાલિકા પર બાકી છે. જે ભરવા માટે નગરપાલિકા પાસે પૈસા નથી અને ભરવા માટે સરકાર પાસે મદદ માંગી રહી છે. ભ્રષ્ટાચાર સિવાય આ નગરપાલિકાએ કંઈ કર્યું નથી.

સરકાર પાસે વગર વ્યાજની લોન મંગાઈ : ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું કે, ભુજ નગરપાલિકામાં સ્વભંડોળ અત્યારે તળિયે છે. ઓક્ટ્રોયની ગ્રાન્ટ પણ ઓછી આવતી હોવાનાં કારણે કર્મચારીઓનાં પગારો કરવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે સ્વાભાવિક પણ જ પીજીવીસીએલનાં વિજબીલના બાકી નાણાની ભરપાઈ કરવા માટે સરકાર પાસે લોન માંગવામાં આવી છે. ભુજ નગરપાલિકા દ્વારા પાણી પુરવઠાના નિયમન માટે ઉપયોગમાં લેવામાં આવતાં સંપ અને જાહેર તેમજ - આંતરિક રસ્તાઓ પર રોડલાઈટ માટે વીજ પ્રવાહનો મહત્તમ ઉપયોગ થતો હોવાથી સ્વાભાવિકપણે જ એટલા પ્રમાણમાં વીજળીનું બિલ પણ આવી રહ્યું છે.

વેરા વસૂલાત પર પણ ધ્યાન : ભુજ નગરપાલિકાની વીજ બિલ પેટે બાકી નાણાની રકમ વધીને રૂ. 42.22 કરોડ થવા જઈ રહી છે, ત્યારે આટલી મોટી રકમ ભુજ નગરપાલિકા ભરી શકે તેવી હાલે કોઈ જોગવાઈ નથી, ત્યારે આ વીજ બિલ પેટે બાકી નાણાંની ભરપાઈ માટે ભુજ નગરપાલિકા દ્વારા વગર વ્યાજની લોન માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે. લોન અપાયા બાદ જ ભુજ નગરપાલિકા બાકી વીજ બિલના નાણાં ભરી શકશે અને હાલમાં વેરા વસુલાત ઉપર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

  1. કરજણ નગરપાલિકાએ દેવાળું ફૂંક્યું ! અધધ 1 કરોડનું વીજ બિલ બાકી નીકળતા વીજ વિભાગે નોટિસ ફટકારી
  2. Surat News: તરસાડી નગર પાલિકાએ વીજ બિલ ન ભરતા વીજ વિભાગે કાર્યવાહી કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.