ETV Bharat / state

મુન્દ્રા પોર્ટથી નિકાસ કરાતી 140 ટન પ્રતિબંધિત લાલ રેતીનો જથ્થો ઝડપાયો, પાંચ કન્ટેનર સીઝ કર્યા

કચ્છના મુન્દ્રા પોર્ટ પર કસ્ટમ વિભાગની SIIB દ્વારા પાંચ કન્ટેનર સીઝ કરવામાં આવ્યા, જેમાં 140 ટન પ્રતિબંધિત ગાર્નેટ એટલે કે લાલ રેતીનો જથ્થો મળી આવ્યો.

પ્રતિકાત્મક તસવીર મુન્દ્રા પોર્ટ
પ્રતિકાત્મક તસવીર મુન્દ્રા પોર્ટ (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

કચ્છ : મુન્દ્રા પોર્ટ પરથી અવારનવાર પ્રતિબંધિત માલ મિસ ડીકલેર કરીને આયાત-નિર્યાત થતો હોય છે, જેની ચોક્કસ માહિતીના આધારે કસ્ટમ અને DRI દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે. ગત વર્ષે પોર્ટ પરથી ગાર્નેટ નિકાસ થતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા હતા. ફરી એકવાર પ્રતિબંધિત ગાર્નેટના જથ્થાની નિકાસ કરવામાં આવી રહી હતી, ત્યારે મુન્દ્રા કસ્ટમની SIIB દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પાંચ કન્ટેનરની તપાસમાં મળી આવેલ 140 ટન ગાર્નેટનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

140 ટન ગાર્નેટનો જથ્થો સીઝ : ઉલ્લેખનીય છે કે, મોટાભાગે ચીની ઉદ્યોગમાં આ ખનીજ એટલે કે ગાર્નેટની માંગ છે. આ કન્ટેનરમાં બેન્ટોનાઇટ પાવડર હોવાનું અને તે ગલ્ફ દેશોમાં જતો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આ પાંચ કન્ટેનરમાં SIIB શાખાએ પૂર્વ બાતમીના આધારે તપાસ કરતાં જમ્બો બેગમાં બેન્ટોનાઇટને બદલે ગાર્નેટનો જથ્થો મળી આવ્યો હતો. આ કન્ટેનર સીઝ કરી અને ખનીજના સેમ્પલ મદ્રાસની IRL લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.

શું છે પ્રતિબંધિત ગાર્નેટ : ઝડપેલા દરેક કન્ટેનરમાં લગભગ 28 ટન મળીને પાંચ કન્ટેનરમાં કુલ 140 ટન જેટલો ગાર્નેટનો જથ્થો અટકાવી દેવાયો છે. લાલ રેતીએ એબ્રેસિવ, પોલીસીંગ, કટિંગમાં ઉપયોગમાં લેવાય છે અને ચીનમાં વધુ માંગ છે. પરંતુ ભારતમાંથી જેમની પાસે પરવાનગી હોય એ જ નિકાસ કરી શકે છે. રજૂ કરાયેલા કાગળોમાં આ જથ્થો રાજસ્થાનથી મુંબઈની CHA દ્વારા શિપમેન્ટ કર્યો હતો. દેશમાંથી બેન્ટોનાઇટ નિકાસની છૂટ હોવાથી એનું ડિક્લેરેશન હતું અને સેલ્ફ સીલીંગ કન્ટેનર હતું.

  1. લખનૌ એરપોર્ટ પરથી 16 લાખની વિદેશી સિગારેટ ઝડપાઈ, 3 મુસાફરોની અટકાયત
  2. ફાઇટર ડ્રગ તરીકે કુખ્યાત ટ્રામાડોલ ડ્રગ્સ ઝડપાયું, બ્લેક માર્કેટમાં 110 કરોડની કિંમત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.