ETV Bharat / state

વિશ્વની 21 મોટી લડાઈઓમાં સામેલ કચ્છના ઝારાનું યુદ્ધ શા માટે લડાયું? શું છે તેની વીરગાથા? ચાલો જાણીએ... - BATTLE OF ZARA

વિશ્વની મોટી લડાઈઓમાં સામેલ કચ્છની શૌર્યગાથા વર્ણવતું ઝારાનું યુદ્ધ શા માટે લડાયું ? કેટલા લોકો વીરગતિ પામ્યા ? જાણો આ અહેવાલમાં...

ઝારાનું યુદ્ધ માગશર મહિનાની સુદ આઠમની રાત્રે શરૂ થયું હતું
ઝારાનું યુદ્ધ માગશર મહિનાની સુદ આઠમની રાત્રે શરૂ થયું હતું (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 14, 2024, 6:55 PM IST

કચ્છ: વર્ષ 1762માં કચ્છમાં ઝારાનું યુદ્ધ લડવામાં આવ્યું હતું. જેમાં કચ્છરાજ અને ગુલામશા કલોરો વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું. આ યુદ્ધ વિશ્વની 21 મોટી લડાઈમાં સામેલ છે. ઝારા ડુંગર પર થયેલ યુદ્ધમાં હજારોની સંખ્યામાં કચ્છી સપૂતો પણ શહીદ થયા હતા. શું છે આ યુદ્ધનો ઇતિહાસ? ઈતિહાસકાર સંજય ઠાકર પાસેથી જાણીએ...

ઝારાના યુદ્ધનો ઇતિહાસ: ઝારાનું યુદ્ધ એ કચ્છના કુરુક્ષેત્રના યુદ્ધ તરીકે ઓળખાય છે. ઝારા એ રણભૂમિ છે, સમરભૂમિ છે. ભારતના જે મહત્વના યુદ્ધો લડાયા તેમાં ઝારાનું યુદ્ધ પણ મહત્વનું છે. આ યુદ્ધને ઇતિહાસકારો પણ મહાન ઇતિહાસમાં સ્થાન આપે છે. ઝારાનું યુદ્ધ માગશર મહિનાની સુદ આઠમની રાત્રે શરૂ થયું હતું અને માગશર સુદ અગિયારસ સુધી આ ભીષણ યુદ્ધ ચાલ્યું હતું.

વિશ્વની 21 મોટી લડાઈઓમાં સામેલ ઝારાનું યુદ્ધ શા માટે લડાયું ? (Etv Bharat Gujarat)

વર્ષ 1762માં યુદ્ધ: કચ્છમાં 4 મોટા ડુંગરો આવેલા છે તે પૈકીનું એક ડુંગર ઝારા છે. ઝારા ડુંગર ઝુમારા અને ઘડુલી વચ્ચે આવેલું સ્થાનક છે. ઝારાનું યુદ્ધ આજથી 262 વર્ષ પહેલાં એટલે કે 1762 માં સંવત 1819 માગશર સુદ આઠમની પરોઢે શરૂ થયું હતું. યુદ્ધ શરૂ થયું તેની પાછળ અનેક ઘટનાઓ ઇતિહાસકારોએ નોંધી છે. ઝારાના યુદ્ધ પર પણ અનેક પુસ્તકો લખાયા છે. પુસ્તકો અને અભ્યાસુઓના યુદ્ધ અંગેના વિવિધ તારણો છે.

કચ્છમાં 4 મોટા ડુંગરો આવેલા છે તે પૈકીનું એક ડુંગર ઝારા છે
કચ્છમાં 4 મોટા ડુંગરો આવેલા છે તે પૈકીનું એક ડુંગર ઝારા છે (Etv Bharat Gujarat)

કચ્છના દીવાન પદ મેળવવાની અપેક્ષાની લ્હાયમાં થયું યુદ્ધ: વિક્રમ સંવત 1817 માં, કચ્છના મહારાવ લખપતજીના અવસાનના થોડા જ દિવસો પછી ગોડજી-2 રાજધાની ભુજમાં કચ્છના મહારાજા તરીકે ગાદીએ બેઠા હતા. ભુજ રાજ્યમાં અગાઉ ઉચ્ચ ગૌરક્ષા અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા પૂંજા શેઠ ગોડજી બીજા નાના બાળક હતા, ત્યારે તેઓ કચ્છના દીવાન પદ મેળવવાની અપેક્ષા રાખતા હતા. જ્યારે ગોડજી બીજા ગાદી પર બેઠા હતા ત્યારે પૂંજા શેઠ જૂનાગઢ ખાતે હતા. જેથી તેઓ ભુજ પરત પહોંચ્યા ત્યાં સુધીમાં, અન્ય એક વ્યક્તિ જીવણ શેઠને કચ્છ રાજ્યના દીવાન તરીકેની નિમણૂક કરવામાં આવી હતી.

વિશ્વની મોટી લડાઈઓમાં સામેલ કચ્છની શૌર્યગાથા વર્ણવતું ઝારાનું યુદ્ધ
વિશ્વની મોટી લડાઈઓમાં સામેલ કચ્છની શૌર્યગાથા વર્ણવતું ઝારાનું યુદ્ધ (Etv Bharat Gujarat)

કચ્છના દીવાન રહી ચૂકેલા પૂંજા શેઠે સિંધના અમીર ગુલામશાહ કલ્હોરાને કચ્છ પર ચડાઈ કરવા ઉશ્કેર્યો:

કચ્છમાં રાવ દેશળજીના વખતમાં જે દીવાનપદની સોંપણીમાં જીવણ શેઠને દીવાન પદ સોંપવામાં આવ્યું અને પૂંજા શેઠને દીવાન પદ મળ્યું નહીં. પરિણામે પૂંજા શેઠને અપમાનિત થયા હોવાનું અનુભવ થયો. જેથી પૂંજા શેઠે સિંધના અમીર ગુલામશાહ કલ્હોરાને કચ્છ ઉપર ચડાઈ કરવા ઉશ્કેરણી કરી હતી. આ ઉપરાંત અન્ય કારણ એ પણ હતું કે, પૂંજા શેઠના પિતા પણ દીવાન હતા પરંતુ તેમની હત્યા કરી નાખવામાં આવી હતી.

વિશ્વની 21 મોટી લડાઈઓમાં સામેલ ઝારાનું યુદ્ધ શા માટે લડાયું ?

કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના કચ્છના લોકો યુદ્ધમાં લડવા નીકળ્યા: પૂંજા શેઠ રોષે ભરાઈને સિંધ જતા રહ્યા હતા. તેમણે ત્યાંના બાદશાહ અમીર ગુલામશાહ કલ્હોરાનો વિશ્વાસ સંપાદન કર્યો અને કચ્છ ઉપર ચડાઈ કરવા ઉશ્કેરણી કરી. તેમજ કચ્છ સમૃદ્ધ પ્રદેશ છે વિશાળ મુલક છે જેથી ગુલામશાહ કલ્હોરાએ પૂંજા શેઠની વાતોમાં આવીને વર્ષ 1762માં પોતાના લશ્કર સાથે રણકાંધીએ આવીને ઝારા પર ચડાઈ કરવા આવી પહોંચ્યા હતા. જેથી કચ્છના રાજાને પણ આ બાબતની જાણ થતાં તેમણે પ્રતિકાર કરવા માટે તૈયારી કરી અને આ યુદ્ધમાં ગામોગામથી યુવાનો જોડાયા. કોઈ પણ પ્રકારના નાતજાત, વર્ણ કે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના તમામ લોકો યુદ્ધ માટે નીકળી પડ્યા હતા.

ઇતિહાસમાં ભૂલી ન શકાય તેવી ઘટના: ઝારાના આ યુદ્ધમાં ક્ષત્રિયો, બ્રાહ્મણો, ચારણો સહિતની તમામ જાતિના લોકો જોડાયા હતા. તમામ લોકો હાથમાં જે કોઈ હથિયાર આવ્યું તે લઈને ઝારા ડુંગર પહોંચવા લાગ્યા. એક અંદાજ પ્રમાણે 40,000 નું લશ્કર ઝારા માભોમની રક્ષા માટે લડવા પહોંચ્યું હતું. આ યુદ્ધ રાજકીય કારણોસર થયું હતું પરંતુ આ યુદ્ધમાં કચ્છની પ્રજાનો જોમ અને જુસ્સો ઇતિહાસ ક્યારેય ભૂલી શકે તેમ નથી.

બંને પક્ષે ખુમારી વેઠવી: આ યુદ્ધમાં કચ્છ તરફથી વિંઝાણના ઠાકોર લાખાજીએ આગેવાની લીધી હતી અને કચ્છની સેનાના સેનાપતિ રહ્યા હતા.બીજી બાજુ સામેથી આવતા ગુલામશાહ કલ્હોરાની 1 લાખ જેટલી સેના હતી તેવું નોંધાયું છે. આ યુદ્ધમાં પહેલા દિવસે જ ભયંકર યુદ્ધ થયું જેમાં 30,000 લોકો મૃત્યુ પામ્યા હતા. ઇતિહાસમાં જે નોંધ છે તેમજ સંશોધન મુજબ જે વિવિધ આંકડાઓ મળે છે તેમાં 75,000 થી 1.25 લાખ સુધી બંને પક્ષે ખુમારી વેઠવી પડી હતી. કચ્છ તરફથી 50,000 જેટલા લોકોએ આ યુદ્ધમાં ભાગ લીધો હતો.

આજે પણ સાંધાણના કિલ્લા પર તોપના ગોળાઓના નિશાન: આ યુદ્ધ ખૂબ ભયંકર ચાલ્યું જેથી કરીને ગુલામશાહ કલ્હોરાએ વિચાર્યું કે, આ પરિસ્થતિને નહીં પહોંચી શકાય. પરિણામે તે લશ્કર લઈને મતાના મઢ અને સાંધાણ પહોંચ્યો. પરંતુ સાંધાણના ઠાકોરે ગુલામશાહ કલ્હોરાને પ્રવેશ કરવા ન આપ્યો અને તેનો પ્રતિકાર કર્યો. આજે પણ સાંધાણના કિલ્લા પર તોપના ગોળાઓના નિશાન છે. કચ્છ રાજાની તૈયારી જોઈને ગુલામશાહ કલ્હોરાએ યુદ્ધ કરવાનું માંડી વાળ્યું હતું. તો બીજી બાજુ રાજદ્વારી વાટાઘાટો ચાલી રહી હતી.

પૂંજા શેઠને ફરી દીવાન બનાવવાના શરત સાથે સમાધાન: કચ્છ તરફથી પૂંજા શેઠની સાથે સંધિ કરવામાં આવી અને મહારાવે પૂંજા સાથે ખાનગીમાં સમાધાન કર્યું. પૂંજા શેઠને દીવાન પદ આપવા માટેની વાત રાખવામાં આવી. જોકે કચ્છની ધરતી વધુ ખેદાનમેદાન થાય તે યોગ્ય ન જણાતાં તેમજ કચ્છની લશ્કરની તાકાત જોઈને ગુલામશાહે પીછેહઠ કરી. સમાધાન મુજબ પૂંજા શેઠને ફરી દીવાન બનાવવામાં આવ્યો પણ અગાઉના તેના વર્તનને કારણે મહારાવે પૂંજા શેઠને ઝેર પીવા ફરજ પાડી હતી. જેની જાણ ગુલામશાહને થતા તે ફરી વાર વર્ષ 1765માં કચ્છ ઉપર 50,000ના લશ્કર સાથે ચડાઈ કરવા આવ્યો હતો અને મહારાવની કુંવરીના હાથની માંગણી કરી હતી.

વિશ્વની 21 મોટી લડાઈઓમાં સામેલ ઝારાનું યુદ્ધ શ માટે લડાયું ?

સિંધુ નદીનું પાણી કચ્છમાં આવતા અટકાવ્યું: ગુલામશાહ કલ્હોરાને ચકમો આપવા મહારાવે પોતાની પુત્રીને બદલે ખખ્ખરના ભાયાતની પુત્રીને ગુલામશાહ સાથે પરણાવી અને તે ફરી પાછો સિંધ ચાલ્યો ગયો હતો. થોડા સમય બાદ ફરી ગુલામશાહને તેની સાથે થયેલા દગાની ખબર પડતાં દુશ્મની રાખીને વેર વાળવા સિંધુ નદીની કચ્છની કોરી ખાડીમાં પડતી શાખા ઉપર અલી બંદર નજીક બંધ બાંધી કચ્છમાં જતું નદીનું વહેણ અટકાવ્યું હતું. જેથી કરીને કચ્છનો સરહદી લખપત તાલુકો વેરાન બન્યો હતો. તો વર્ષ 1819માં આવેલા ભૂકંપમાં સિંદરી નજીકનો વધુ ભાગ ઊંચો આવ્યો જેને ‘અલ્લાહના બંધ’ તરીકે ઓળખવામાં આવે છે. તેથી સિંધુનું થોડુંઘણું પાણી પણ જે કચ્છની અંદર આવતું હતું તે પણ બંધ થઈ ગયું અને લખપતનું બંદર નષ્ટપ્રાય બની ગયું.

ઝારા ઐતિહાસિક ભૂમિ: ઝારાના યુદ્ધમાં વીરગતિ પામેલા લોકોના પાળિયા ભુજ, ઝારા અને કચ્છના વિવિધ વિસ્તારોમાં આવેલા છે. 262 વર્ષ પછી પણ ઝારાના યુદ્ધનો શોક પાળવામાં આવે છે. ઝારા ઐતિહાસિક ભૂમિ છે. ઝારાના યુદ્ધમાં વીરગતિ પામેલા લોકોના માનમાં આજે પણ ગુજરાત રાજપૂત (ક્ષત્રિય) સંઘ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વીર ઝારા શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ યોજાય છે. દર વર્ષે માગશર સુદ અગિયારસના દિવસે અચૂક અહીં પૂજા-અર્ચના-પેડી કરી ધ્વજારોહણ કરવામાં આવે છે.

કચ્છની શૌર્યગાથા અને બલિદાનની ગાથા વર્ણવતો ડુંગર: આજની પેઢીને ઝારાના યુદ્ધના ઇતિહાસથી વાકેફ કરવા પણ જરૂરી છે તેમજ ઝારા ડુંગરને પ્રવાસનના સ્થળ તરીકે વિકસાવવા માટે પણ સખત જરૂરિયાત છે. આ ઝારા ડુંગરની બીજી વિશેષતા એ પણ છે કે, કચ્છના તમામ ડુંગરો એમાં મીઠો ગૂગળ માત્રને માત્ર ઝારા ડુંગર પર થાય છે. આમ, ઝારા ડુંગર એ ભૌગોલિક વિશેષતા ધરાવતો તેમજ કચ્છની શૌર્યગાથા અને બલિદાનની ગાથા વર્ણવતો ડુંગર છે.

આ પણ વાંચો:

  1. Kutch Historical Monuments: ઓનલાઇન માહિતી કરતાં તદ્દન અલગ કચ્છના ઐતિહાસિક સ્થળો આજે ઝંખે છે જાળવણી
  2. સોરઠની શાન થાબડી પેંડા, જાણો શાપુરના થાબડી પેંડાની ૭૦ વર્ષની સફરનો ઇતિહાસ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.