કચ્છ: મુંબઈથી કચ્છના કંડલા આવતી ફ્લાઈટમાં બૉમ્બ હોવાની ધમકી મળતા ચકચાર મચી જવા પામી હતી. તો સાથે જ અન્ય રૂટની કેટલીક ફ્લાઈટમાં પણ બૉમ્બ હોવાની ધમકી મળી હતી. કંડલા એરપોર્ટ દ્વારા પોલીસને જાણ કરાતા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે ઘણાં દિવસોથી દેશભરની ફ્લાઈટ્સમાં બૉમ્બની ધમકીના સંદેશા મળી રહ્યા છે ત્યારે પૂર્વ કચ્છ પોલીસે એસઓપી મુજબ કંડલા એરપોર્ટ પર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ તપાસના અંતે કોઈ પણ બોમ્બ મળી આવ્યું ના હતું અને પેસેન્જર તેમજ ફલાઇટની તપાસ કર્યા બાદ ફ્લાઇટ ટેક ઓફ કરવામાં આવી હતી.
મુંબઈ-કંડલા ફ્લાઈટને બોંબથી ઉડાવી દેવાની ધમકી: છેલ્લા કેટલાક સમયથી ભારતમાં ડોમેસ્ટિક તથા ઈન્ટરનેશનલ ફલાઈટ્સમાં બૉમ્બ મૂકાયા હોવાની અફવા ભરી ધમકીઓ મળી રહી છે. તેમાં આજે સ્પાઇસ જેટ એરલાઇન્સના એક્સ એકાઉન્ટમાં મુંબઈ-કંડલા ફ્લાઈટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા કંડલા એરપોર્ટ ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય વધુ 85 જેટલી ફલાઈટ્સને પણ આવી ધમકીઓ મળી હતી.
એરપોર્ટ ખાતે તપાસનો ધમધમાટ: એરલાઈન્સ કંપનીઓને મળી રહેલી બૉમ્બની ધમકીના કારણે ફલાઇટને ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી રહ્યા છે અને લેન્ડિંગ બાદ તેને આઈસોલેટ કરી ચેકિંગને લીધે મુસાફરોનો પણ સમય વેડફાઈ રહ્યો છે. તો સાથે જ સિવિલ એવિયેશન સેક્ટરને પણ કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. મુંબઇ કંડલા ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળ્યા અંગે કંડલા એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ અને પૂર્વ કચ્છ પોલીસ દ્વારા એરપોર્ટ ખાતે તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે ફલાઇટમાં બોમ્બ હોવાની ધમકીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરથી જ અપાઈ રહી છે. જે અત્યાર સુધી માટે અફવાઓ જ સાબિત થઈ છે.
કંઈ પણ શંકાસ્પદ ના મળ્યું: અંજાર વિભાગના ડીવાયએસપી મુકેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, 'આજે મુંબઈથી કંડલા આવતી ફ્લાઇટને બોમ્બની ધમકી મળી હતી. જેની જાણ spicejet કંપની દ્વારા કંડલા એરપોર્ટ ઓથોરિટીને જાણ કરવામાં આવી હતી અને કંડલા એરપોર્ટ ઓથોરિટી દ્વારા પૂર્વ કચ્છ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને તમામ સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એરપોર્ટ પહોંચી હતી અને ફ્લાઇટ લેન્ડ થતાની સાથે જ ફ્લાઇટ તેમજ તમામ મુસાફરોની પણ ચેકીંગ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જણાઈ ના આવતા મુસાફરો અને ફ્લાઇટ બન્નેને મુક્ત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: