ETV Bharat / state

જાણો મતદાન કરતી વખતે કયા કયા દસ્તાવેજો સાથે રાખવા - Document at the time of voting - DOCUMENT AT THE TIME OF VOTING

લોકસભા સામાન્ય ચૂંટણીમાં કોઈપણ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, મતદાન કરતી વખતે ચૂંટણી કાર્ડ ઉપરાંત અન્ય વૈકલ્પિક 12 દસ્તાવેજો પૈકી કોઈ એક સાથે રાખીને મતદાન કરી શકાશે. Document at the time of voting

જાણો મતદાન કરતી વખતે કયા કયા દસ્તાવેજો સાથે રાખવા
જાણો મતદાન કરતી વખતે કયા કયા દસ્તાવેજો સાથે રાખવા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 5, 2024, 8:03 AM IST

ગાંધીનગર: લોકસભા સામાન્ય ચૂંટણીમાં કોઈપણ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. મહિલાઓ, પુરૂષો, યુવાનો, વયોવૃદ્ધ, દિવ્યાંગો અને થર્ડ જેન્ડર મતદારો એ તમામ લોકો મતદાન કરી શકે તે માટે પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. મતદાનના દિવસે કોઈ પણ મતદારને મતદાન કરવામાં મુશ્કેલી ન પડે તે માટે પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જરુરી વ્યવસ્થાઓ પણ ઉભી કરવામાં આવી રહી છે. 5 મે ના રોજ મતદાન જાગૃતિ માટે દરેક જિલ્લામાં "રન ફોર વોટ" નું આયોજન કરવામાં આવ્યું છે. મતદાન જાગૃતિ માટે લોકોને બેનર દ્વારા જાગૃત કરવામાં આવશે. ગાંધીનગરમાં ઉદ્યોગ ભવનથી મહાત્મા મંદિર સુધી યોજનારી રન ફોર વોટમાં રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતી ભાગ લેશે.

એ.બી. પટેલ, સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી (Etv Bharat Gujarat)

મતદાન મથકો પર વ્યવસ્થા: આ સિવાય મતદાનના દિવસે ગરમીને અનુલક્ષી ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં મતદાન મથકો ખાતે તડકો ન લાગે તે માટે મંડપ, પંખા, કુલર તેમજ પ્રતિક્ષા સમય દરમિયાન બેસવા માટે ખુરશીઓની વ્યવસ્થા ઉભી કરાશે. તથા ગરમીના કારણે મતદાન કરવા આવનાર મતદાતાઓ માટે મતદાન મથક ખાતે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઓઆરએસ તથા પ્રાથમિક સારવારની વ્યવસ્થા કરવામાં આવનાર છે. આ ઉપરાંત જરૂરીયાત મુજબના મતદાન મથકો ખાતે પીવાનું પાણી, લીંબુ પાણી કે છાશની પણ સગવડ કરવાની સાથે ભીડ ન થાય તથા ઝડપી મતદાન પૂર્ણ થાય તે મુજબનું આયોજન કરવામાં આવનાર છે.

કયા પુરાવા સાથે રાખવા: જે અનુસંધાને તા.૦૭,મે ના રોજ મતદાનના દિવસે સવારના ૦૭.૦૦ કલાક થી સાંજના ૦૬.૦૦ કલાક સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. મતદાતાએ આ માટે યોગ્ય પુરાવો સાથે રાખવાનો રહેશે. ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવેલી મતદાર કાપલી એ ફક્ત માહિતી માટે છે. તે મતદાન કરવા માટે પુરાવા તરીકે માન્ય રહેશે નહિ. મતદાનના દિવસે મતદારો ઓળખના પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ ઉપરાંત આધારકાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેન્ક કે પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના અન્વયે આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એનપીઆર (National Population Register) અન્વયે આરજીઆઇ દ્વારા આપવામાં આવતા સ્માર્ટ કાર્ડ,ભારતીય પાસપોર્ટ ,ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોકયુમેન્ટ, કેન્દ્ર કે રાજય સરકાર અથવા જાહેર ક્ષેત્ર ઉપક્રમો તેમજ જાહેર લીમીટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદ સભ્યો, ધારાસભ્યો, વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકાર દ્વારા આપવામાં આવતા Unique Disability ID Card વગેરે વૈકલ્પિક ૧૨ દસ્તાવેજો પૈકી કોઈ એક સાથે રાખીને મતદાન કરી શકશે.

સખી મતદાન મથકો: ઉપરાંત દરેક વિધાનસભા મતદાર વિભાગમાં ૦૭-સખી મતદાન મથકો રાખવામાં આવેલ છે. જેમાં તમામ મતદાન મથક પર સ્ટાફ તરીકે મહિલાઓ ફરજ બજાવશે. ૦૧-પી.ડબલ્યુ.ડી સંચાલિત મતદાન મથક ખાતે દિવ્યાંગ કર્મચારીઓ ફરજ બજાવશે તથા ૦૧- યુવા મતદાન મથક રાખેલ છે જેમાં યુવા કર્મચારીઓ ફરજ બજાવશે અને લોકશાહીના પર્વમાં ભાગીદાર બનશે.

રજા મંજુર કરવા જાહેરનામું: ઉલેખ્ખનિય છે કે, 7મેના રોજ ચૂંટણીના દિવસે મતદાન કરવા સરકારી કચેરીઓમાં રજા જાહેર થયેલ છે. તથા દુકાનો, સંસ્થાઓ અને કારખાનાઓમાં મત આપવાનો અધિકાર ધરાવતી દરેક વ્યક્તિઓની રજા મંજુર કરવા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.

ટ્રાન્સપોર્ટની વ્મયવસ્તથા: દારોને ચૂંટણી સયય દરમિયાન કોઈ પણ તકલીફ કે પ્રશ્નો ઉભા થાય તો તેના માટે મતદાર સહાયતા કેન્દ્રની સુવિધા પણ ઉભી કરવામાં આવેલ છે. જેમાં બી.એલ.ઓ. દ્વારા જરૂરી સહાયતા કરવામાં આવશે અને દિવ્યાંગ મતદારોની સુવિધા માટે ટ્રાન્સપોર્ટ, વ્હીલચેર તથા સહાયકની વ્યવસ્થા કરવામાં આવી છે.

દુકાનદારો દ્વારા ડિસ્કાઉન્ટ: મતદાન કરનાર મતદારોનો ઉત્સાહ વધારવા માટે ગાંધીનગરની અનેક દુકાનદારો દ્વારા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરાઇ છે. તેની સાથે આ દિવસે વિવિધ હોટલ અને રેસ્ટોરન્ટ દ્વારા મતદાન કરનાર નાગરિકોને પોતાનાત્યાંથી ફરસાણ, મીઠાઇ, ભોજન કે અન્ય ખાધ ચીજ વસ્તુઓ પર ૭% ડિસ્કાઉન્ટ જાહેર કરેલ છે.

  1. જુનાગઢ બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાનો કાર્યકાળ કેવો રહ્યો, ચૂંટણી પહેલા સાંસદના રિપોર્ટ કાર્ડ પર એક નજર - JUNAGADH MP REPORT CARD
  2. 'આ દેશમાં રહેવું હશે તો જયશ્રી રામ બોલવું પડશે' કચ્છમાં પ્રચાર દરમિયાન નવનીત કૌર રાણાનું સંબોધન - lok sabha election 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.