ETV Bharat / state

લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસના ક્યાં છે મેનીફેસ્ટો જાણો. - kutch loksabha election 2024 - KUTCH LOKSABHA ELECTION 2024

લોકસભા સામાન્ય ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. રાજકીય પક્ષો અને ઉમેદવારો એડી ચોટીનુ જોર લગાવીને મતદારોને પોતાના પક્ષમાં મતદાન કરવા માટે રીઝવવાના પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે રાજકીય પક્ષો પોતાની સરકાર આવશે તો લોકો માટે આગામી સમયમાં કેવા કેવા કામો થશે તે માટેની ગેરંટીઓ તેમજ ન્યાય અંગેની પણ વાતો કરી રહ્યા છે ત્યારે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસના મેનીફેસ્ટો અંગે આપણે આ અહેવાલમાં વાત કરીશું.kutch loksabha election 2024

કોંગ્રેસનો મેનીફેસ્ટો
કોંગ્રેસનો મેનીફેસ્ટો
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 30, 2024, 2:12 PM IST

કચ્છ: રાજકીય પક્ષ કોંગ્રેસ દ્વારા પોતાના પ્રચાર પ્રસાર દરમિયાન જણાવવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના સરકારમાં લોકો સાથે અનેક રીતે અન્યાય થયો છે તેમજ ભારતીય જનતા પાર્ટીના જનપ્રતિનીતિઓ દ્વારા પોતાના અણધડ વહીવટ અને જનવિરોધી નીતિઓથી લોકો પણ પરેશાન થયા છે ત્યારે જો જનતા આ વખતે કોંગ્રેસ પક્ષને જંગી મતદાન કરશે અને પરિવર્તનને લહેર લાવશે તો કોંગ્રેસ દ્વારા વિવિધ ન્યાયની વાત કરવામાં આવી રહી છે.

કિશોરદાન ગઢવી
કચ્છની જનતા પરિવર્તનની લહેર લાવશે: ભુજ શહેર કોંગ્રેસના પ્રમુખ કિશોરદાન ગઢવીએ કોંગ્રેસના મેનીફેસ્ટો અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઉમેદવારો દ્વારા હાથ બદલશે હાલત અંતર્ગત યુવા ન્યાય, નારી ન્યાય, કિસાન ન્યાય, શ્રમિક ન્યાય અને હિસ્સેદારી ન્યાય અંગેની વાત કરવામાં આવી રહી છે. જો કોંગ્રેસની સરકાર આવશે તો લોકોને કયા ફાયદાઓ થશે તે અંગેનો મેનીફેસ્ટો કોંગ્રેસના ઉમેદવાર અને કાર્યકર્તાઓ દ્વારા લોક સંપર્ક દરમિયાન જણાવવામાં આવી રહ્યું છે.તો કોંગ્રેસ પક્ષનો જે અત્યારનો મેનીફેસ્ટો છે એ આઝાદ ભારતમાં સૌથી સારામાં સારો અને લોકહિતનો પ્રજાહિતનો આ મેનીફેસ્ટો છે. તેવો કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકર્તાઓ દાવો કરી રહ્યા છે. જેથી આ વખતે પ્રજા ભાજપને જાકારો આપશે અને કોંગ્રેસને સહયોગ આપશે અને પરિવર્તનની લહેર લાવશે તેવો પૂરેપૂરો કોંગ્રેસને વિશ્વાસ છે.યુવા ન્યાય1)પહેલી નોકરી પાકી : દરેક શિક્ષિત યુવકને એક લાખની એપ્રેન્ટિસશિપનો અધિકાર2)ભરતીની ખાતરી: 30 લાખ સરકારી નોકરીઓ. તમામ સરકારી ખાલી જગ્યાઓ ભરતી કેલેન્ડર પ્રમાણે ભરવામાં આવશે.3)પેપર લીકથી મુક્તિ : તમામ પ્રકારના પેપર લીકને સંપૂર્ણપણે અટકાવવા નવા કાયદાઓ અને નીતિઓ ઘડવામાં આવશે4)ગીંગ વર્કર સુરક્ષા: ગીચ વર્કર્સ માટે કામગીરીના વધારે સારા નિયમનો અને સર્વગ્રાહી સામાજિક સુરક્ષા માટે નોતિઓ બનાવાશે.5)યુવા રોશની: યુવાનો માટે પાંચ હજાર કરોડનું નવું સ્ટાર્ટઅપ ભંડોળનારી ન્યાય1)મહાલક્ષ્મી: દરેક ગરીબ પરિવારની એક મહિલાને દર વર્ષે એક લાખ રૂપિયા2)અડધી વસ્તી, પૂરો હક: કેન્દ્ર સરકારની નવી નોકરીઓમાં 50% મહિલા અનામત.3)શક્તિનું સન્માન: આશા, આંગણવાડી અને મધ્યાહન ભોજન યોજના વર્કર્સ માટે કેન્દ્ર સરકારના બમણા યોગદાન દ્રારા મળશે વધારે વેતન 4)અધિકાર મૈત્રી: (કાનૂની માર્ગદર્શન) મહિલાઓને તેમના કાનૂની અધિકારી તેમજ સરકારી યોજનાઓ વિશે જાણકારીમાં સહાયરૂપ થવા માટે દરેક પંચાયતમાં એક અધિકાર મૈત્રીની નિમણૂંક કરવામાં આવશે 5)સાવિત્રીબાઈ ફૂલે હોસ્ટેલ: કાર્યરત મહિલાઓ માટે હોસ્ટેલની બે ગણી સુવિધાકિસાન ન્યાય1)યોગ્ય ભાવ: સ્વામિનાથન પંચની કોર્મ્યુલા પ્રમાણે લઘુત્તમ ટેકાના ભાવને કાનૂની દરજ્જો2)દેવા-મુક્તિ: કૃષિ લોન માફ કરવામાં આવશે અને તેના અસરકારક અમલ માટે એક કાયમી આયોગની રચના કરવામાં આવશે3)વીમાની ચુકવણીની સીધી ટ્રાન્સફર : પાકના નુકસાનના 30 દિવસમાં સીધી બેંક ખાતામાં ખાતરીપૂર્ણ વીમા ચુકવણી4)યોગ્ય આયાત નિકાસ નીતિ: ખેડૂતો સાથે વિચાર વિમર્શ કરી નવી આયાત નિકાસ નીતિ ઘડવામાં આવશે5)જીએસટી-મુક્ત ખેતી:ખેતી માટેની આવશ્યક સાધનો/વસ્તુઓ ઉપર જીએસટી દુર કરવામાં આવશેશ્રમિક ન્યાય1)મહેનતનું સન્માન: લઘુતમ દૈનિક વેતન 400 કરવામાં આવશે અને મનરેગામાં પણ તે લાગુ કરવામાં આવશે2) સૌને સ્વાસ્થ્યનો અધિકાર: 25 લાખ રૂપિયાનું સાર્વત્રિક સ્વાસ્થ્ય કવચ, જેમાં નિઃશુલ્ક નિદાન, દવાઓ સારવાર અને ઓપરેશનને સમાવેશ કરાશે.3) શહેરી રોજગાર ગેરંટી: શહેરો માટે પણ મનરેગા જેવી રોજગારી ગેરંટી યોજના લાગુ કરવામાં આવશે.4)સામાજિક સુરક્ષા : અસંગઠિત કામદારો માટે જીવન અને દુર્ઘટના વીમો5) સુરક્ષિત રોજગાર : મુખ્ય સરકારી કામગીરીઓમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરવામાં આવશે.

હિસ્સેદારી ન્યાય

1) ગણતરી કરો: સામાજિક તેમજ આર્થિક સમાનતા માટે દરેક વ્યક્તિ દરેક વર્ગની ગણતરી હાથ ધરાશે.

2)અનામતનો અધિકાર: બધારણામાં સુધારા દ્વાર 50 ટકાની મર્યાદા દૂર કરીને એસસી, એસટી અને OBCને અનામતનો પૂર્ણ અધિકાર.

3)એસસી, એસટી સબપ્લાનની કાયદાકીય ગેરેટી: જેટલી એસસી,એસટીની વસ્તી હશે, તેટલું બજેટ એટલે કે વધારે હિસ્સેદારી

4)જળ, જંગલ, જમીનનો કાનૂની અધિકાર: વન અધિકાર કાયદા હેઠળના પટ્ટાઓ વચે એક વર્ષમાં નિર્ણય લેવામાં આવશે.

5)આપણી જમીન, આપણું રાજ: જ્યાં આદિવાસી સમાજની વસ્તી વધુ હશે ત્યાં પેસા (PESA) કાયદો લાગુ કરવામાં આવશે

  1. જૂનાગઢના નિષ્ઠાવાન ભાડુઆત, કરોડોની કિંમતની મિલકત એક સેકન્ડમાં મૂળ માલિકને પરત કરી - Junagadh News
  2. ભાજપના ઉમેદવારના મુન્દ્રા ખાતેના રોડ શો દરમિયાન ક્ષત્રિય સમાજે નોંધાવ્યો,ઉગ્ર વિરોધ - lok sabha election 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.