ETV Bharat / state

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં કેટલો વરસાદ વરસ્યો જાણો.. - Rain In Gujarat - RAIN IN GUJARAT

રાજ્યમાં 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં મેઘમહેર, પાટણ જિલ્લાના પાટણ તાલુકામાં સૌથી વધુ પાંચ ઈંચ અને સરસ્વતી તાલુકામાં ચાર ઇંચ વરસાદ વરસ્યોય. ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 60 ટકાથી વધુ; સૌથી વધુ કચ્છ ઝોનમાં 84 ટકાથી વધુ વરસાદ નોંધાયો. Rain In Gujarat

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 31, 2024, 1:50 PM IST

હૈદરાબાદ: રાજ્યના ઉત્તર ગુજરાતમાં ગઈકાલે મેઘમહેર જોવા મળી હતી.જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના વિવિધ તાલુકાઓમાં નોંધનીય વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. જેમાં જિલ્લાના પાટણ તાલુકામાં પાંચ ઇંચ અને સરસ્વતી તાલુકામાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જયારે ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં ચાર ઇંચ જ્યારે જોટાણા, ખેરાલુ, મહેસાણા મળીને કુલ ત્રણ તાલુકામાં ત્રણ –ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત બેચરાજી, રાધનપુર, સાંતલપુર, લખાણી, માંડવી-કચ્છ, ચાણસ્મા, અંજાર, સિદ્ધપુર, વડનગર, દેત્રોજ- રામપુરા, ઉમરપાડા, હારીજ, ખંભાળિયા, ભચાઉ અને સતલાસણા મળીને કુલ 15 તાલુકામાં બે – બે ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજ્યના 23 જેટલા તાલુકાઓમાં એક ઇંચથી વધુ જ્યારે સમગ્ર રાજ્યના કુલ 169 તાલુકામાં ગત 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયાના અહેવાલો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 31મી જુલાઇ, 2024ના રોજ સવારે 6 કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 60 ટકાથી વધુ નોંધાયો છે. જ્યારે, કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 84 ટકાથી વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં 69 ટકાથી વધુ, ઉત્તર ગુજરાતમાં 43 ટકા તેમજ પૂર્વ-મધ્ય ગુજરાતમાં 42 ટકાથી વધુ મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

  1. સુરત પોલીસે ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા 53 બાળકોનું કર્યું રેસ્ક્યુ - Surat police rescued a 53 children
  2. દેશના અર્થતંત્રમાં સુરતનું નોંધપાત્ર યોગદાન, ટેક્સટાઇલ ઉદ્યોગમાં વૈશ્વિક શ્રેષ્ઠતાનું સિલ્ક સિટી - SURAT TEXTILE INDUSTRY

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.