ETV Bharat / state

દાહોદમાં નવવધૂનું અપહરણ : પોલીસે નવોઢાને બચાવી 4 આરોપીને ઝડપ્યા, તપાસમાં થયો મોટો ખુલાસો - Kidnapping of bride - KIDNAPPING OF BRIDE

દાહોદમાં એક નવવધૂનું અપહરણ થયાનો મામલો સામે આવતા ખળભળાટ મચ્યો છે. જોકે પોલીસ તપાસમાં સામે આવ્યું કે યુવતીનું અપહરણ તેના જ પૂર્વ પ્રેમીએ કહ્યું હતું. દાહોદ પોલીસ સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરી અપહરણકર્તાને ઝડપી પાડી યુવતીને મુક્ત કરાવી છે. જાણો સમગ્ર મામલો... kidnapping of bride

પોલીસે 4 આરોપીને ઝડપ્યા
પોલીસે 4 આરોપીને ઝડપ્યા (ETV Bharat Desk)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 23, 2024, 2:06 PM IST

દાહોદમાં નવવધૂનું અપહરણ, તપાસમાં થયો મોટો ખુલાસો (ETV Bharat Desk)

દાહોદ : દાહોદ જિલ્લામાં એક નવવધુની અપહરણનો મામલો સામે આવ્યો છે. ગત 19 મેના રોજ ભાઠીવાડા ગામનો યુવક જાન લઈને સાલાપાડા મુકામે ગયો હતો. જ્યાં લગ્ન કરીને નવવધુ સાથે પરત ફરતી વેળાએ નવાગામ ચોકડી નજીક આ બનાવ બન્યો હતો. નવવધુના પૂર્વ પ્રેમી અને તેના સાગરીતોએ યુવતીનું અપહરણ કરવા કાવતરું રચ્યું હતું.

પ્રેમિકાના અપહરણનું કાવતરું : પ્રેમિકાના અપહરણના કાવતરાના ભાગરૂપે પ્રેમી મહેશ ભુરીયાએ પોતાના સાગરીતો સાથે મળીને નવાગામ ચોકડી નજીક વરરાજાની ગાડીને રોકીને તમંચો બતાવીને પોતાની પરણેલી પ્રેમિકાનું અપહરણ કર્યું હતું. જાન આવી રહી હતી ત્યારે 10 મોટર સાઇકલ આવી ગાડી આંતરી અને ગન પોઈન્ટ પર નવવધુનું અપહરણ કર્યું હતું.

પૂર્વ પ્રેમી વિરુદ્ધ ફરિયાદ : આ ઘટના બાદ નવોઢાના પતિએ કતવારા પોલીસ સ્ટેશનને અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે IPC કલમ 365, 120b, 143 મુજબનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મેઘનગર તાલુકાના રહેવાસી આરોપી પ્રેમી મહેશભાઈ તોફાનભાઈ ભુરીયા વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ થઈ હતી.

પોલીસ તપાસ : દાહોદ પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ત્વરિત ચાર અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન સોર્ષના માધ્યમથી ઝીણવટ ભરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. દાહોદ પોલીસે આરોપી પ્રેમી મહેશ ભુરીયાના વતનમાં તપાસ કરી હતી. તેમાં જાણવા મળ્યું કે, મુખ્ય આરોપી તેના સાગરીતો સાથે ભોપાલ તરફ ગયો છે. આ માહિતી મળતા દાહોદ પોલીસ ટીમ ભોપાલ જવા રવાના થઈ હતી.

અપહરણ થયેલી યુવતીનું રેસ્ક્યુ ઓપરેશન : દાહોદ પોલીસ ટીમ ભોપાલ પહોંચતા પહેલા બે આરોપીને રાઉન્ડ અપ કર્યા હતા. તપાસમાં સામે આવ્યું કે, આરોપી મહેશના નરોઢા સાથે પ્રેમ સંબંધ હતા અને પોતાની પ્રેમિકાના લગ્ન અન્ય સાથે થતા જોઈ પ્રેમિકાને પામવા માટે આ કાવતરું રચ્યું હતું. પોલીસે ભોપાલના ગજાનંદ કોલોની વિસ્તારમાં અપહરણ થયેલી યુવતીનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.

ચાર આરોપી ઝડપાયા : આ કેસમાં મુખ્ય આરોપી મહેશ સાથે જીતેન્દ્ર ભાભોર, અંકિત ઉર્ફે રોહિત ઉર્ફે કોહલી ભાભોર અને નવલસિંહ ભુરીયાએ પણ સાથે આપ્યો હતો. પોલીસે ચારેય આરોપીને ઝડપી પાડ્યા હતા અને અપહરણ થયેલ નવોઢાને સહી સલામત તેના માતા-પિતાને સોંપી હતી. પોલીસે આરોપી પાસેથી ઘટનામાં વપરાયેલ દેશી તમંચો કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અસફળ પ્રેમસંબંધનું પરિણામ : મુખ્ય આરોપી મહેશભાઈ ભુરીયા છેલ્લા 6 વર્ષથી નવવધુના સંપર્કમાં હતો. જોકે યુવતીના લગ્ન અન્ય વ્યક્તિ સાથે થઈ જતાં ગુસ્સા અને આવેશમાં આવીને આરોપીએ પ્રેમિકાનું અપહરણ કરવાનું નક્કી કર્યું. આ ગુનામાં 14 જેટલા આરોપીઓના નામ ખુલ્યા છે.

  1. પરણીને જતી જાનને રોકીને અજાણ્યા શખ્સો દુલ્હનને ઉઠાવી ગયા, વરરાજાએ 4 લોકો સામે નામજોગ નોંધાવી ફરિયાદ
  2. પાકિસ્તાનમાં હિન્દુ યુવતીનું અપહરણ, રોષે ભરાયેલા લોકો રસ્તા પર ઉતર્યા - Kidnapping Pakistan Hindu Girl

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.