ETV Bharat / state

બનાસકાંઠામાં યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની ઘટના, 500 CCTV ખંગાળીને પોલીસે આરોપીને ઝડપ્યા - KIDNAPPING AND RAPE INCIDENT

બનાસકાંઠાના દાંતીવાડામાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. પોલીસે 500 CCTV કેમેરા તપાસ કરીને આરોપીઓને ઝડપી લીધા છે.

બનાસકાંઠામાં અપહરણ અને દુષ્કર્મની ઘટના
બનાસકાંઠામાં અપહરણ અને દુષ્કર્મની ઘટના (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 7, 2024, 7:48 PM IST

બનાસકાંઠા: જિલ્લાના દાંતીવાડામાંથી દુષ્કર્મની ઘટના સામે આવી છે. પીડિત યુવતી દૂધ ભરાવીને ખેતર તરફ જતી હતી. ત્યારે 2 આરોપીઓએ યુવતીનું ગાડીમાં અપહરણ કરીને બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી હતી. જેથી જિલ્લાની LCB, SOG, પેરોલ ફલો સકોર્ડ સહિત લોકલ પોલીસ દોડતી થઈ હતી.

યુવતીનું અપહરણ કરી દુષ્કર્મની ઘટના: પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપીઓએ 1 ડિસેમ્બરના રોજ સાંજે દૂધ ભરાવીને ખેતર તરફ જતી યુવતીનું ઈકો ગાડીમાં અપહરણ કર્યું હતું. જેમના પર આરોપ છે કે, તેમણે આ યુવતીને રસાણા ગામની કેનાલ પાસે લઇ જઇને તેના પર દુષ્કર્મ કર્યું હતું. જો કે યુવતી તક મળતા બચી નીકળવામાં સફળ રહી હતી અને તે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.

બનાસકાંઠામાં અપહરણ અને દુષ્કર્મની ઘટના (Etv Bharat Gujarat)

500 સીસીટીવી તપાસીને આરોપીઓ ઝડપ્યા: દુષ્કર્મ કરનારા આરોપીઓને ઝડપી લેવા 10 ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા દરેક વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે 500 જેટલા CCTV કેમેરાની તપાસ કરી હતી. ઉપરાંત હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે બંને આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. ત્યારે પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી હવે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

પોલીસે 500 CCTV કેમેરા તપાસી આરોપીઓને ઝડપ્યા
પોલીસે 500 CCTV કેમેરા તપાસી આરોપીઓને ઝડપ્યા (Etv Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. બનાસ બેંકની ચૂંટણી: ચેરમેન અને વાઇસ ચેરમેન બિનહરીફ ચૂંટાયા
  2. છોટાઉદેપુરમાં સગીરા સાથે દુષ્કર્મ કેસ: ગુનેગારને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી, જાણો..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.