ETV Bharat / state

રેકોર્ડ બ્રેક ભાવે વેચાઈ "પોરબંદરમાં કેસર કેરી", ભાવ જાણીને ચોંકી જશો - PORBANDAR KESAR MANGO

પોરબંદરમાં હનુમાનગઢ ગામના ફાર્મની કેસર કેરી અધધ 1,251 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ છે. આ સાથે જ સૌથી વધુ ભાવનો રેકોર્ડ નોંધાયો છે.

પોરબંદરમાં કેસર કેરી રેકોર્ડ બ્રેક ભાવે વેચાઇ
પોરબંદરમાં કેસર કેરી રેકોર્ડ બ્રેક ભાવે વેચાઇ (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 7, 2024, 12:43 PM IST

પોરબંદર: કેસર કેરી સૌને પ્રિય ફળ છે અને મોટાભાગના લોકો કેસર કેરી ખાવા માટે આતુર હોય છે. પરંતુ સામાન્ય રીતે કેસર કેરી ઉનાળાની સિઝનમાં આવતી હોય છે. જ્યારે પોરબંદરના બરડા ડુંગરમાં શિયાળામાં કેરીનો ફાલ આવતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે.

1 કિલો કેસર કેરી 1251ના ભાવે વેચાઇ: પોરબંદરમાં 8 દિવસ પહેલા બરડા ડુંગરની ફેમસ કેસર કેરી 8,500ની 10 કિલો વેંચાઈ હતી. જ્યારે 3 દિવસ બાદ 1 બોક્સની આવક થતા. આ કેરી માર્કેટિંગ યાર્ડમાં આવતા 10 કિલો કેસર કેરી 7,500માં વેંચાણ થયું હતું અને ત્યાર બાદ 3 દિવસ બાદ પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં 2 બૉક્સ કેરીની આવક થતા 1001ની કિલો એટલે કે 10 કિલો ના 10,010ની વેચાઇ હતી. જ્યારે આજે હનુમાન ગઢ ગામના ફાર્મની 1 બોક્સ આવક થતા હરાજી થઈ હતી અને 1 કિલોના 1251 રૂપિયા લેખે વેંચાઇ હતી.

પોરબંદરમાં કેસર કેરી રેકોર્ડ બ્રેક ભાવે વેચાઇ (Etv Bharat gujarat)

બરડામાં કેસર કેરીની આવક શરુ: વેપારીઓ સહિત લોકો પણ આશ્ચર્ય પામી ગયા હતા. ત્યારે પોરબંદર માર્કેટિંગ યાર્ડના ફ્રુટના વેપારી નીતિનભાઈએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં કેસર કેરીનો આ રેકોર્ડ બ્રેક ભાવ છે. પોરબંદરના બરડા પંથકમાં કેસર કેરીને વાતાવરણ અનુકૂળ આવી ગયું છે. હવે બરડામાં કેસર કેરીની શિયાળામાં આવક શરૂ થઈ ગઈ છે. આ કેરી બરડાના હનુમાન ગઢ ગામમાં મનસુખભાઇના બાગમાંથી એક બોક્સ કેસર કેરી આવી હતી. વધુમાં વધુ ફાલ આવે તેવી શક્યતા છે. ત્યારે મહાત્મા ગાંધીજી અને ખાજલીના નામે પ્રખ્યાત પોરબંદર હવે બરડાની કેસર કેરીના નામથી પ્રખ્યાત થવા જઈ રહ્યુ છે.

પોરબંદરમાં કેસર કેરી રેકોર્ડ બ્રેક ભાવે વેચાઇ
પોરબંદરમાં કેસર કેરી રેકોર્ડ બ્રેક ભાવે વેચાઇ (Etv Bharat gujarat)

આ પણ વાંચો:

  1. ઓફ સીઝનમાં કેસર કેરીનો ભાવ દસ ગણો વધુઃ પોરબંદરના માર્કેટ યાર્ડમાં બે બોક્સની કિંમત ચોંકાવનારી
  2. બરડામાં 'કેસર' બારે માસ, શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે પોરબંદરમાં કેસર કેરીની આવક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.