બનાસકાંઠા: જિલ્લાના થરાદ શહેર ખાતે ભક્તો દ્વારા કાવડ યાત્રા યોજવામાં આવી હતી. જેમાં પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે યાત્રા યોજાઇ હતી. શ્રાવણ માસમાં કાવડ યાત્રાનું ખૂબ જ મહત્વ રહેલું છે. જેમાં શહેરનાં મેઇન કેનાલથી બળીયા હનુમાનજી, નારણદેવી માતાના મંદિર સુધી અંદાજિત 7 કિલોમીટરની કાવડ યાત્રા યોજાઇ હતી. મહારાણા પ્રતાપ ચોક, રેફરલ ત્રણ રસ્તા, મેઇન બજાર સહિત જાહેર માર્ગો પર કાવડ યાત્રા યોજાઇ હતી. જેમાં સામાજિક સંગઠનો અને સામાજિક આગેવાનો દ્વારા કાવડ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
થરાદ શહેરમાં કાવડ યાત્રા યોજાઇ: જોકે થરાદ શહેરમાં 20 વર્ષ પહેલા કાવડ યાત્રા યોજાતી હતી. કાવડ યાત્રા છેલ્લા 3 વર્ષથી યોજાઇ રહી છે. થરાદ ખાતે કાવડ યાત્રામાં તમામ સમાજના યુવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. જોકે શ્રાવણ માસના છેલ્લા સોમવારે શ્રાવણ માસની પૂર્ણાહુતિ થઇ રહી છે. ત્યારે છેલ્લા સોમવારે કાવડયાત્રા કરીને ભગવાન શિવ પર જળાભિષેક કરવાથી ભક્તોના પાપો દૂર થાય છે. તેમજ તમામ દરેક પ્રકારના પાપોથી મુક્તિ મળે છે. જ્યારે કાવડ યાત્રામાં બજરંગ દળ જીવદયા પ્રેમીઓ, વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સર્વ હિન્દુ જનતા દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાવડીયાઓ ગંગાજળ મહાદેવને અર્પણ કરે છે: કાવડ યાત્રા એ શ્રાવણ માસમાં કાવડીયાઓ પોતાના ખભે ગંગાજળ લઇને જ્યોર્તિલિંગો સુધી પહોંચે છે અને મહાદેવને જળાભિષેક કરે છે. યાત્રા દરમિયાન ભક્તો કાવડને જમીન પર રાખતા નથી. કાવડને ઉંચકનારા કાવડીયા તરીકે ઓળખાય છે. મોટા ભાગના કાવડીયાઓ કેસરી રંગના કપડા પહેરે છે, તેઓ મોટાભાગે ગંગોત્રી, ગૌમુખ, પ્રયાગરાજ, હરિદ્વાર જઇને ગંગાજળ ભરીને પગપાળા પ્રવાસ કરીને દેવાધિદેવ મહાદેવને જળ અર્પણ કરે છે.
આ પણ વાંચો: