જુનાગઢ: થોડા દિવસ પૂર્વે કોલકાત્તામાં મહિલા તબીબ પર ચાલુ ફરજ દરમિયાન ઘટના બાદ તેની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. જેના પડઘા જુનાગઢ શહેરમાં પડતા જોવા મળી રહ્યા છે. જુનાગઢ શહેરમાં પ્રેક્ટિસ કરતા 1000 કરતા વધારે તબીબોએ આજે ખૂબ જ રોશભેર આવેદનપત્ર પાઠવીને મહિલા તબીબ પર દુષ્કર્મ બાદ હત્યાની આ ઘટનાને વખોડીને તમામ આરોપીઓ સામે આકરામાં આકરી દ્રષ્ટાંતરૂપ સજા કરવામાં આવે તેવી માંગ જુનાગઢ શહેરના તબીબો એ આજે કલેકટર સમક્ષ કરી હતી. જેમાં એલોપેથી આયુર્વેદિક અને હોમિયોપેથીકની પ્રેક્ટિસ કરતા તબીબો જોડાયા હતા.
મહિલા તબીબો એ પણ વ્યક્ત કર્યો રોષ: આજના આવેદન પત્રમાં સામેલ જૂનાગઢની મહિલા તબીબોએ પણ સમગ્ર ઘટનાને ખૂબ જ નિંદનીય ગણાવીને રોષ વ્યક્ત કર્યો હતો. ડોક્ટર આર્વિ બુચે જણાવ્યું હતું કે જે રીતે મહિલા તબીબની ચાલુ ફરજ દરમિયાન તેના પર દુષ્કર્મ કરવામાં આવ્યું અને ત્યાર બાદ તેની નિર્મમ હત્યા નીપજાવી દેવામાં આવી. આ પ્રકારનો અપરાધ તબીબી જગત માટે ખૂબ જ દુઃખ દાયક છે.
જે લોકોએ પણ મહિલા તબીબ પર દુષ્કરમાં આચાર્યુ છે અને તેની હત્યા કરી છે તે તમામને દંડનીય અપરાધની આકરી સજા કરવામાં આવે અને મહિલા તબીબો સામે આ પ્રકારની આ અપરાધની અંતિમ ઘટના બને તેવી સજા તમામ આરોપીને રાજ્યની સરકાર ફટકારવામાં મદદરૂપ બને. તો આ પ્રકારના અપરાધોને અટકાવી શકવામાં સફળતા મળશે.
જૂનાગઢના તમામ તબીબોએ આજે ઓપીડી બંધ રાખીને હડતાલમાં જોડાયા હતા આરોપીઓ વિરુદ્ધ કોઈ નક્કર કાર્યવાહી નહીં થાય તો જૂનાગઢના તબીબો ઇમર્જન્સી સેવા પણ બંધ કરીને સમગ્ર મામલામાં મહિલા તબીબને ન્યાય મળે તે માટે આંદોલનના માર્ગે પણ જતા અટકાશે નહીં.