જુનાગઢ: આજે સમગ્ર દેશમાં બકરી ઈદનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે મુસ્લિમ બિરાદરો દ્વારા જૂનાગઢની પ્રાચીન ઇદગાહ મસ્જીદ ખાતે ઈદની નમાઝ અદા કરીને કુરબાનીના આ પર્વની ઉજવણી કરવામાં હતી. ઈદની નમાજ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરોએ એક બીજાને ઈદની મુબારક બાદ પાઠવી હતી.
બકરી ઈદની ઉજવણી: આજે બકરી ઈદનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે જૂનાગઢની અતિ પ્રાચીન ઇદગાહ મસ્જિદ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની નમાઝ અદા કરીને બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી. સવારે 8:30 કલાકે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની નમાજ અદા કરીને એકબીજાને બકરા ઈદની મુબારક બાદી પાઠવી હતી. ઇદગાહ મસ્જિદ જૂનાગઢની સૌથી પ્રાચીન મસ્જિદ પૈકીની એક મસ્જીદ છે. અહીં સમગ્ર જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી પણ મુસ્લિમ બિરાદરો ખાસ ઈદની નમાઝ અદા કરવા માટે પહોંચ્યા હતા. ઇદગાહ મસ્જિદ પર બકરી ઈદ અને રમજાન ઈદની નમાઝ અદા કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો આવતા હોય છે.
ભારત વર્ષ માટે કરાઈ દુઆ: મુસ્લિમ બિરાદરોએ બકરી ઈદની નમાજ ઇદગાહ મસ્જિદ ખાતે અદા કરી હતી. જેમાં સમગ્ર ભારત વર્ષનું કલ્યાણ થાય, ભારત વિશ્વમાં એક બેજોડ દેશ બની રહે, ભારત કોમી એકતાને લઈને વિશ્વમાં દ્રષ્ટાંત પૂરું પાડે અને ભારતના પ્રત્યેક વ્યક્તિ રોજગારી, આયુષ્ય, આરોગ્ય અને સંસ્કારથી ભરેલો બને તે માટે ખાસ ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. જેમાં ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ભાગ લઈને સમગ્ર ભારત માટે બકરી ઈદના નવા શકન અને નવી આશાઓ લઈને આવે તેવી અલ્લાહ પાસે નમાઝ અદા કરીને મુસ્લિમ બિરાદરોએ દુઆ કરી હતી.