ETV Bharat / state

જુનાગઢના અખાડાઓએ પ્રયાગરાજના મહાકુંભમાં જતા ભક્તો માટે કરી વ્યવસ્થાઓઃ જુઓ ત્યાં કેવી રીતે આપે છે સેવા - MAHAKUMBH ARRENGEMENTS JUNAGADH

ગુજરાતના ભાવિકો માટે જૂનાગઢના અખાડાઓએ કરી ત્રિસ્તરીય વ્યવસ્થા જુઓ કેવી મળશે સેવાઓ...

જૂનાગઢના અખાડાઓએ કરી ત્રિસ્તરીય વ્યવસ્થા
જૂનાગઢના અખાડાઓએ કરી ત્રિસ્તરીય વ્યવસ્થા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 17, 2025, 4:46 PM IST

જુનાગઢ: ધર્મનગરી અલ્હાબાદ (હવે પ્રયાગરાજ) માં મહાકુંભ મેળો આયોજિત થયો છે. 144 વર્ષ બાદ આવતા ખાસ મુહૂર્તના મહાકુંભ મેળામાં જવા માટે સૌ ભાવિકો તલપાપડ બનતા હોય છે. ત્યારે ગુજરાતમાંથી મહાકુંભ મેળામાં જતા ભાવિકો માટે ભવનાથના અખાડા અને આશ્રમો દ્વારા પ્રયાગરાજમાં ત્રિસ્તરીય વ્યવસ્થા કરી છે. જેમાં મહાકુંભ દરમિયાન તમામ ભાવિકોને રહેવા જમવાની સાથે ભજન અને ભક્તિ કરવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો લાભ લેવા અખાડાઓ દ્વારા ભાવિકોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

મહાકુંભમાં ભાવિકો માટે વિશેષ વ્યવસ્થા

સંગમ નગરી પ્રયાગરાજમાં મહાકુંભના ધાર્મિક મેળાનું આયોજન થયું છે. જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યા છે ત્યારે પાછલા વર્ષોની પરંપરા અનુસાર ભવનાથના આશ્રમ અને અખાડાઓ દ્વારા ભાવિકોના રહેવા જમવા અને ભજન માટેની વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમાં મહાકુંભ દરમિયાન પ્રયાગરાજ જતા પ્રત્યેક ભાવિકોને ભોજન નિવાસ અને ભજન કરી શકે તે પ્રકારની અલગ અલગ વ્યવસ્થા પ્રયાગરાજ કુંભમેળાના સેક્ટર નંબર 16 અને 19 માં કરવામાં આવી છે. જેનો લાભ લેવા પ્રયાગરાજ જતા તમામ ભાવીકોને અખાડા અને આશ્રમ દ્વારા વિનંતી પણ કરવામાં આવી છે.

જૂનાગઢના અખાડાઓએ કરી ત્રિસ્તરીય વ્યવસ્થા (Etv Bharat Gujarat)

હવે 144 વર્ષ બાદ ફરી એક વખત મહાકુંભનો પૂર્ણ સંયોગ રચાશે જેને કારણે આ વખતનો મહાકુંભ મેળો સૌથી વિશેષ અને ધાર્મિક દ્રષ્ટિએ પવિત્ર માનવામાં આવે છે. આજની પેઢીના લોકો હવે 144 વર્ષ પછી આયોજિત થનારા મહાકુંભ મેળાના પૂર્ણ સ્વરૂપને પ્રત્યક્ષ માણી નહીં શકે. તેને લઈને પણ આજનો આ મહાકુંભ ખૂબ વિશેષ બની રહે છે.

જૂનાગઢના અખાડાઓએ કરી ત્રિસ્તરીય વ્યવસ્થા
જૂનાગઢના અખાડાઓએ કરી ત્રિસ્તરીય વ્યવસ્થા (Etv Bharat Gujarat)

ભવનાથના અખાડા અને આશ્રમની સેવા

ભવનાથની ગીરી તળેટીમાં આવેલા ભારતીય આશ્રમ ગોરક્ષનાથ આશ્રમ અને જુના અખાડા દ્વારા પ્રયાગરાજના મહાકુંભ મેળા દરમિયાન ભાવિકો માટે ભોજન પ્રસાદ નિવાસ અને સત્સંગ માટેની વિશેષ વ્યવસ્થા કરાઈ છે. જેમાં સેક્ટર નંબર 16 માં ભારતી આશ્રમ અને જુના અખાડાની વ્યવસ્થા કરવામાં આવી છે, તો ગોરક્ષનાથ આશ્રમ દ્વારા સેક્ટર નંબર 19 માં ભક્તો અને સંતો માટે ભોજન નિવાસ અને સત્સંગ હોલની વ્યવસ્થા કરાઇ છે. જેમાં મહાકુંભ મેળાના 40 દિવસ દરમિયાન કોઇ પણ ભાવિ ભક્ત વિનામૂલ્ય ભોજન પ્રસાદ ઉતારા અને સત્સંગની સાથે ભજનનો લાભ લઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેનો લાભ લેવા સૌ ભાવિકોને તમામ અખાડા અને આશ્રમ તરફથી ભાવભર્યો નિમંત્રણ પણ પાઠવવામાં આવે છે.

  1. અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ગાય વચ્ચે આવી જતા ઈકો કાર પલટી, 4 યુવકોનાં કરુણ મોત
  2. મોન્યુમેન્ટ્સ વોચ 2025: ભુજની 'ઐતિહાસિક જળ વ્યવસ્થા'ની પસંદગી, હમીરસર પ્રણાલીને પુન:જીવંત કરવાની તક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.