ETV Bharat / state

ભગવાન દૈત્યસુદનનો સોમનાથમાં 200 વર્ષ પૂર્વેનો ઈતિહાસ, જુઓ પ્રતિમાના ત્રણ હસ્ત આકાશ તરફ અને એક હસ્ત પૃથ્વી તરફ - Lord Daityasudan Temple in Somnath

author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

સોમનાથમાં દૈત્યસુદન મંદિર આવેલું છે. વૈષ્ણવ પરંપરા અનુસાર અહીં વિષ્ણુના અવતાર સમાન ભગવાન શ્રીહરીને દૈત્ય સુદનના રૂપમાં પૂજવામાં આવે છે. ઈ.સ 1701 માં વસંત પંચમીના દિવસે ભગવાનનું પ્રાગટ્ય પ્રભાસતીર્થ ક્ષેત્રમાં થયું હોવાની ધાર્મિક માન્યતા છે. ચતુર્ભુજ અને ચતુર્યું પ્રકારની પ્રતિમાનું અહીં દર્શન કરી શકાય છે. જાણો. Lord Daityasudan Temple in Somnath

પ્રતિમાના ત્રણ હસ્ત આકાશ અને એક હસ્ત પૃથ્વી તરફ
પ્રતિમાના ત્રણ હસ્ત આકાશ અને એક હસ્ત પૃથ્વી તરફ (Etv Bharat Gujarat)

જૂનાગઢ: પ્રભાસ તીર્થ ક્ષેત્રનો ઇતિહાસ સકંધ પુરાણ પ્રમાણે ખૂબ જ પ્રાચીન હોવાનું માનવામાં આવે છે. દેવો અને દાનવો વચ્ચે થયેલા ભિષણ યુદ્ધ બાદ દેવોની હાર થતાં તેઓએ સિગર કિનારે શ્રીહરિ વિષ્ણુને દૈત્યોના આક્રમણથી બચાવવા માટે પ્રાર્થના કરી હતી, જેને લઈને ભગવાન શ્રીહરી વિષ્ણુએ પ્રભાસતીર્થ ક્ષેત્રની ભૂમિમાં તેમના ચક્ર વડે દૈત્યોનો સંહાર કરીને પ્રભાસતીર્થ ક્ષેત્રને દૈત્યોથી મુક્ત કરાવ્યું હતું. ત્યારબાદ ભગવાન શ્રીહરિ વિષ્ણુના સંહાર બાદ તેમનું ચક્ર પ્રભાસતીર્થ ક્ષેત્રમાં આવેલા ચક્ર કુંડમાં ધોયું હોવાની સનાતન ધર્મમાં લોકવાયકા પ્રચલિત છે.

આજે ચક્ર કુંડ અસ્તિત્વ ધરાવતો નથી, પરંતુ અહીંથી શ્રીહરી વિષ્ણુની શ્યામ વર્ણની પ્રતિમા બહાર આવી હતી જેને મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે. આજથી 200 વર્ષ પૂર્વેથી પ્રભાસતીર્થમાં ભગવાન શ્રીહરિ વિષ્ણુએ દૈત્યસુદનના રૂપમાં દર્શન આપ્યા હતા.

ઈ.સ 1701 માં વસંત પંચમીના દિવસે ભગવાનનું પ્રાગટ્ય પ્રભાસતીર્થ ક્ષેત્રમાં થયું હોવાની ધાર્મિક માન્યતા (Etv Bharat Gujarat)

મંદિરની પ્રતિમા અને પૂજા: શ્રીહરિ વિષ્ણુના રૂપમાં દર્શન આપી રહેલા શ્યામ વર્ણના દૈત્યસુદનની પ્રતિમા સવા પાંચ ફૂટ લંબાઈ ધરાવે છે. જેની પૂજા વૈષ્ણવ સંપ્રદાય પ્રમાણે કરવામાં આવે છે. સામાન્ય રીતે ભગવાન શ્રીહરિ વિષ્ણુના બે હસ્ત આકાશ તરફ અને બે હસ્ત પૃથ્વી તરફ હોય છે, પરંતુ દૈત્યસુદન પ્રતિમાના ત્રણ હસ્ત આકાશ તરફ અને એક હસ્ત પૃથ્વી તરફ જોવા મળે છે. જેને કારણે પણ દૈત્યસુદનના દર્શન ખૂબ જ પ્રભાવી માનવામાં આવે છે. દૈત્યસુદનના ચરણોમાં માતા લક્ષ્મી પ્રદ્યુમન બલભદ્ર અને અનિરુદ્ધની પ્રતિમા પણ પ્રસ્થાપિત કરવામાં આવી છે. વૈષ્ણવ સંપ્રદાય પ્રમાણે વાસુદેવ આત્મા સમાન માનવામાં આવે છે.

અહીં પ્રદ્યુમનને બુદ્ધિ, બલરામને અહંકાર અને અનિરુદ્ધને મનના પ્રતિક તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. જેના સનાતન ધર્મની વૈષ્ણવ પરંપરા અનુસાર અહીં દર્શન થાય છે.

ભગવાન દૈત્યસુદનનો સોમનાથમાં 200 વર્ષ પૂર્વેનો ઇતિહાસ
ભગવાન દૈત્યસુદનનો સોમનાથમાં 200 વર્ષ પૂર્વેનો ઇતિહાસ (Etv Bharat Gujarat)

વૈષ્ણવ સંપ્રદાય પ્રમાણે પૂજા: સ્કંદપુરાના 18 માં ખંડમાં દૈત્યસુદનનો ઇતિહાસ આજે પણ જોવા મળે છે. દૈત્યસુદનની પૂજા વૈષ્ણવ સંપ્રદાય અનુસાર પંચામૃત સ્નાન, શોળસોપચાર પૂજા, શણગાર બાલ અને રાજભોગની સાથે સંધ્યા અને શયન આરતી પણ કરવામાં આવે છે. જેના દર્શન કરીને શ્રીહરિના ભક્તો વિશેષ આત્માની શાંતિની અનુભૂતિ પ્રાપ્ત કરે છે.

આ પણ વાંચો:

  1. છોટાઉદેપુરના હાફેશ્વર ગામને મળ્યો શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્થળનો એવોર્ડ, પ્રવાસન ધામના વિકાસ માટે 10 કરોડની ગ્રાન્ટ - Hafeshwar won best rural tourism
  2. મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024 ખિતાબ જીતનાર રિયા સિંઘા સાથે ETV Bharatની એક્સકલુસિવ વાતચીત, જાણો... - exclusive interview with riyaSingha

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.