જૂનાગઢ : આજે ગુરુવારે 29મી ફેબ્રુઆરી છે. આજના દિવસને લીપ યર તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે દર ચાર વર્ષ બાદ આવતા ફેબ્રુઆરી મહિનામાં 28 નહીં, પરંતુ 29 દિવસો હોય છે. જેને કારણે આ વર્ષને લીપ યર તરીકે પણ ઓળખવામાં આવે છે. 29 તારીખે જન્મેલા કોઈ પણ વ્યક્તિ લીપ યરની માફક એકદમ ખાસ બનતા હોય છે. આજના દિવસે જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ તેના જીવનકાળ દરમિયાન ચાર વર્ષમાં એક જ વખત તેમનો જન્મ દિવસ ઉજવી શકે છે. જેને લઈને પણ 29મી ફેબ્રુઆરી અને લીપ યર આવા વ્યક્તિઓને ખાસ બનાવે છે.
જૂનાગઢમાં પણ બાળકનો જન્મ બન્યો ખાસ : જૂનાગઢના ડોક્ટર કે. પી. ગઢવીની હોસ્પિટલમાં આજે માલધારી પરિવારમાં પણ એક બાળકનો જન્મ થયો છે. કોઈ પણ પ્રકારના આયોજન કે પૂર્વ નિર્ધારિત કોઈ તારીખ સિવાય આજે કુદરતી રીતે બાળકનો જન્મ થયો છે. આ પ્રકારના કિસ્સાઓ આજના દિવસે સમાચારોમાં હેડલાઈન બનાવતા હોય છે. ત્યારે જેમના ઘરે બાળકનો જન્મ થયો છે તેવા બાલાભાઈ શામળાએ 29 મી તારીખે તેમના ઘરે પુત્રનો જન્મ થયો છે તેની બેવડી ખુશી વ્યક્ત કરી છે.
તબીબ કે. પી. ગઢવીએ આપી વિગતો : જૂનાગઢના તબીબ કે. પી. ગઢવીએ આજના દિવસે તેમની હોસ્પિટલમાં થયેલા બાળકના જન્મને લઈને વિગતો આપતા જણાવ્યું હતું કે લીપ યરમાં બાળકનો જન્મ થવો તે પ્રત્યેક પરિવારો માટે ખૂબ જ અવિસ્મરણીય બની જાય છે. આજના દિવસે ભારતના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈનો પણ જન્મ દિવસ છે. તો વધુમાં લીપ યર દર ચાર વર્ષે એક વખત આવતું હોય છે. જેથી આ બાળક વિશેષ પ્રકારે મહત્વનું પણ બનતુ હોય છે. સામાન્ય રીતે પ્રત્યેક વ્યક્તિનો જન્મ દિવસ વર્ષમાં એક વખત આવતો હોય છે, પરંતુ 29મી ફેબ્રુઆરીની તારીખે જન્મ લીધેલા પ્રત્યેક બાળકનો જન્મ દિવસ દર ચાર વર્ષે એક વખત આવે છે. જેને કારણે પણ ફેબ્રુઆરી મહિનાની 29 તારીખ અને આ દિવસે જન્મ લીધેલા બાળકો ખૂબ જ વિશેષ બનતા હોય છે.