ETV Bharat / state

જૂનાગઢમાં 'સ્પેશિયલ 26' ફિલ્મ જેવો ઘાટ સર્જાયો, પોલીસ બનવા માંગતો યુવક નકલી ASI બનીને ફરતો હતો - Junagadh News - JUNAGADH NEWS

જૂનાગઢ માંથી વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે. વેરાવળના મંડોર ગામનો યુવરાજ જાદવ નામનો કોલેજનો યુવાન પોલીસ બનવાના સ્વપ્નની વચ્ચે પોલીસ યુનિફોર્મમાં નકલી ASI બનીને ફરતા યુવકને પોલીસે ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. Junagadh News Fake 20 Years old ASI Veraval Mandor Village

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 27, 2024, 9:11 PM IST

જૂનાગઢઃ વધુ એક નકલી અધિકારી જૂનાગઢમાંથી ઝડપાયો છે. આરોપી પોલીસ યુનિફોર્મમાં ASI બનીને ફરતો હતો. પોલીસને આ આરોપી વિશે ચોકકસ બાતમી મળી હતી. આ બાતમીને આધારે પોલીસે નકલી ASIને ઝડપીને ઉલટ તપાસ હાથ ધરી છે.

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

સમગ્ર ઘટનાક્રમઃ જૂનાગઢ સી ડિવિઝન વિસ્તારમાં સિદ્ધિ વિનાયક પીજી નજીક એક ઈસમ પોલીસ યુનિફોર્મમાં આંટાફેરા મારી રહ્યો છે. આ બાતમીને આધારે પોલીસે તપાસ કરતા અહીંથી યુવરાજ જાદવ નામનો કોલેજીયન યુવાન પોલીસ યુનિફોર્મમાં મળી આવ્યો હતો. આ યુવકે પોતાની ઓળખ ASI તરીકેની આપી હતી. પોલીસ તપાસમાં યુવરાજ જાદવ નામનો વ્યક્તિ નકલી પોલીસ અધિકારી છે અને એકપણ વિભાગમાં નોકરી કરતો નથી તેવું બહાર આવ્યું છે.

પોલીસ બનવાનું સ્વપ્ન સેવનાર બન્યો આરોપીઃ પોલીસ પકડમાં રહેલો નકલી ASI યુવરાજ જાદવ પોલીસ બનાવવાના સપના જોતો હતો. યુવરાજે સ્નાતકનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ સિદ્ધિ વિનાયક પીજીમાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતો હતો. થોડા સમય પૂર્વે જ યુવરાજ જાદવે વન વિભાગમાં પરીક્ષા આપી છે જેનું પરિણામ હજુ સુધી આવ્યું નથી ત્યારે પોલીસ બનવાના સપના જોતો 20 વર્ષનો કોલેજીયન યુવાન આજે આરોપી બની ચૂક્યો છે.

પોલીસે જનતાને કરી અપીલઃ વિભાગીય પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, પોલીસ પકડમાં રહેલા યુવરાજ જાદવે પોલીસ બનીને અન્ય કોઈ ગોરખધંધા કે લોકોને છેતર્યા છે કે કેમ તેમજ ગેર કાનુની વ્યવહાર કે વર્તન કર્યું છે તેની પોલીસ ગંભીરતાપૂર્વક તપાસ કરી રહી છે. જનતાને પણ અપીલ આપવામાં આવે છે કે, પોલીસ પકડમાં રહેલા યુવરાજ જાદવ નામના ઈસમે જો કોઈ પણ વ્યક્તિને પોલીસની કે અન્ય સરકારી કર્મચારી કે અધિકારીની ઓળખ આપીને તેમની સાથે કોઈ ગેરરીતિ કે અણછાજતું વર્તન કર્યું હોય તો જૂનાગઢ પોલીસ મથકનો સંપર્ક કરવો.

  1. રાજકોટના TRP ગેમ ઝોનમાં આગની દુર્ઘટના બાદ સરકાર એક્શનમાં, પોલીસ કમિશ્નરની બદલી - Rajkot Fire Incident
  2. બિહારમાં ચકચારી લૂંટ કરનાર આરોપી સુરતમાં ઝડપાયા, IPL ક્રિકેટરના પિતા પણ બન્યા લૂંટનો ભોગ - Surat Crime

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.