ETV Bharat / state

જુનાગઢ બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાનો કાર્યકાળ કેવો રહ્યો, ચૂંટણી પહેલા સાંસદના રિપોર્ટ કાર્ડ પર એક નજર - JUNAGADH MP REPORT CARD

જુનાગઢ લોકસભા બેઠક પર ભાજપે સતત ત્રીજી વખત ઉમેદવાર તરીકે રાજેશ ચુડાસમાને રીપીટ કર્યા છે સતત ત્રીજી વખત ચૂંટણી લડતા રાજેશ ચુડાસમાનું સાંસદ તરીકેનું વર્ષ 2014 થી લઈને 2024 સુધીનો કાર્યકાળ કેવો રહ્યો છે જાણીએ સમગ્ર વિગતો સાંસદના રિપોર્ટ કાર્ડમાં JUNAGADH MP REPORT CARD

જુનાગઢ બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા
જુનાગઢ બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા (Etv Bharat Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 4, 2024, 10:13 AM IST

Updated : May 4, 2024, 9:23 PM IST

જૂનાગઢ: 7 મેના રોજ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર ગુજરાતમાં મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે જુનાગઢ લોકસભા બેઠક પર ભાજપે સતત ત્રીજી વખત ઉમેદવાર તરીકે રાજેશ ચુડાસમાને રીપીટ કર્યા છે સતત ત્રીજી વખત ચૂંટણી લડતા રાજેશ ચુડાસમાનું સાંસદ તરીકેનું વર્ષ 2014 થી લઈને 2024 સુધીનો કાર્યકાળ કેવો રહ્યો છે. સમગ્ર વિગતો તેમના સાંસદના રિપોર્ટ કાર્ડમાં જાણીએ

જુનાગઢ બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાનુ રિપોર્ટ કાર્ડ
જુનાગઢ બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાનુ રિપોર્ટ કાર્ડ (Etv Bharat Graphics)

ત્રીજી વખત ચૂંટણી લડતા રાજેશ ચુડાસમા: 13 જુનાગઢ લોકસભા બેઠક પર ભાજપે સતત ત્રીજી વખત વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને ઉમેદવાર તરીકે પસંદ કરીને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. વર્ષ 2014માં સાંસદ બનતા પૂર્વે રાજેશ ચુડાસમાએ પોતાની રાજકીય કારકિર્દી ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ અને માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય તરીકે વર્ષ 2012માં શરૂ કરી હતી. ત્યારબાદ 2014માં પ્રથમ વખત જૂનાગઢના સાંસદ બનેલા રાજેશ ચુડાસમા 2019માં પણ વિજય મેળવવામાં સફળ રહ્યા. જેને કારણે તેને સતત ત્રીજી વખત ભાજપે 13 જૂનાગઢ લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે અગાઉ જુનાગઢ લોકસભા બેઠક પરથી ભાવનાબેન ચીખલીયા ગોવિંદભાઈ શેખડા મો.લા પટેલ જશુભાઈ બારડ અને દિનુભાઈ સોલંકી સાંસદ બનવામાં સફળ રહ્યા હતા પાછલા ત્રણ ટર્મ થી જુનાગઢ લોકસભા બેઠક પર ભાજપનો ઉમેદવાર ચૂંટણી જીતવામાં સફળ રહ્યો છે.

2019માં રાજેશ ચુડાસમાનો વિજય: જુનાગઢ લોકસભા બેઠક પર 2014 અને 2019માં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ એક તરફી મુકાબલામાં કોંગ્રેસના ઉમેદવાર પુંજાભાઈ વંશને સતત બે વખત એક લાખ કરતા વધુ મતોના અંતરથી પરાજય આપીને જુનાગઢ લોકસભા બેઠકને જીતવામાં સફળ રહ્યા હતા. જુનાગઢ લોકસભા બેઠક જ્ઞાતિ અને જાતિના સમીકરણને લઈને પણ દર વર્ષે ચર્ચામાં હોય છે. જ્ઞાતિ અને જાતિનું સમીકરણ જુનાગઢ લોકસભા બેઠક પર ઉમેદવારને પણ નક્કી કરતું આવ્યું છે.

સાંસદ તરીકેનો કાર્યકાળ: 13 જુનાગઢ લોકસભા બેઠક પરથી સાંસદ બનીને સતત દસ વર્ષ સુધી લોકસભામાં જૂનાગઢનું પ્રતિનિધિત્વ કરતા રાજેશ ચુડાસમાએ સંસદના સત્રમાં 75% ની આસપાસ હાજરી આપી છે. સંસદમાં યોજાતી પ્રશ્નોત્તરી અને અન્ય ચર્ચાઓમાં પણ રાજેશ ચુડાસમાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. 910 જેટલી પ્રશ્નોત્તરીમાં દેશની સંસદમાં જૂનાગઢનો પક્ષ રાજેશ ચુડાસમાએ રાખ્યો છે. તેમના આ 10 વર્ષના કાર્યકાળ દરમિયાન પાર્લામેન્ટમાં થતી ડિબેટમાં પણ જુનાગઢ નો પક્ષ રજૂ થાય તે માટે 13 જેટલી ડિબેટમાં પણ રાજેશ ચુડાસમાએ હાજર રહીને જૂનાગઢને લગતા પ્રશ્નોને સંસદમાં ઉઠાવ્યા છે. દસ વર્ષમાં તેમના દ્વારા લોકસભા મત વિસ્તારમાં અંદાજિત સાત લાખ કિલોમીટરનો પ્રવાસ કરીને લોકોની મુલાકાત અને તેમના પ્રશ્નોને જાણવાનો અને ઉકેલવાનો પ્રયાસ કરાયો છે.

રાજેશ ચુડાસમા દ્વારા વિકાસના કામો: પાછલા ત્રણ દસકાથી સતત માધ્યમોમાં ચમકેલો ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ અંતે વર્ષ 2021માં સફળ થયો હતો અને આજે ગિરનાર રોપ-વે ઉડાન ખટોલા એશિયાનો સૌથી લાંબો રોપ-વે બની ચૂક્યો છે. આ સિવાય તેમના દસ વર્ષના શાસનકાળ દરમિયાન 5,000 કરોડ કરતાં પણ વધુના માર્ગોના કામોને મંજૂરી આપવામાં સફળતા મળી છે, જેમાં સોમનાથ, દ્વારકા, સોમનાથ અને ભાવનગર ફોર ટ્રેકની સાથે માંગરોળ બંદર પર 344 કરોડ, સુત્રાપાડા બંદર પર 358 કરોડ, માઢવાડ બંદર પર 250 કરોડ, વેરાવળ બંદર પર 226 કરોડ અને ચોરવાડ ફ્લોટિંગ જેટી માટે 60 કરોડ રૂપિયાના વિકાસ કામો તેમના દ્વારા સૂચવવામાં આવ્યા હતા. આ તમામ કામો હાલ પ્રગતિમાં હોવાનું પણ સામે આવ્યું છે.

રેલ માર્ગ જુનાગઢ જોડાયો: રાજેશ ચુડાસમાના દસ વર્ષના શાસનકાળ દરમિયાન આજે સોમનાથ સુધીનો રેલવે માર્ગ બ્રોડગેજની સાથે ઈલેક્ટ્રીક લાઈનથી ધમધમતો થયો છે. 197 કરોડના ખર્ચે સોમનાથ અને 232 કરોડના ખર્ચે જુનાગઢ રેલવે સ્ટેશનના નવીનીકરણનું કામ પણ મંજુર થયું છે. તેમના આ કાર્યકાળ દરમિયાન સોમનાથથી ઇન્દોર, બાંદ્રા, બનારસ, અને ભાવનગરની નવી ચાર ટ્રેનો પણ જુનાગઢને મળી છે. વધુમાં, તેમના કાર્યકાળ દરમિયાન બંધ પડેલું કેશોદ એરપોર્ટ આજે સામાન્ય પ્રવાસીઓ માટે ફરી એક વખત શરૂ કર્યું છે.

પ્રવાસીની સાથે ખેડૂતને પણ લાભ: જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના એક દશકાના કાર્યકાળ દરમિયાન પર્યટન કોરીડોર તરીકે જાણીતા જુનાગઢથી લઇને સોમનાથ સુધીના આ વિસ્તારમાં પ્રવાસનના પણ અનેક સારા કામો થયા છે. ઉપરકોટ અને સાસણમાં રાજ્ય સરકારના સહયોગથી 100 કરોડ કરતાં પણ વધુના વિકાસ કામો કરવામાં આવ્યા છે. જેનાથી પર્યટન કોડીડોર તરીકે જાણીતી જૂનાગઢ લોકસભા બેઠક પર પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. સાસણની જેમ ગિરનાર નેચર સફારી પણ રાજેશ ચુડાસમાના કાર્યકાળમાં શરુ થઈ હતી. બીજી તરફ જુનાગઢ લોકસભામાં આવતા જૂનાગઢ અને સોમનાથ જિલ્લામાં મેડિકલ કોલેજ કેન્દ્રીય વિદ્યાલય સહિત શિક્ષણના પણ અનેક સારા કાર્યો તેમના કાર્યકાળ દરમિયાન થયા છે. જુનાગઢ લોકસભા બેઠકમાં રાજ્યની કોકોનટ ડેવલોપમેન્ટ બોર્ડની ઓફિસ શરૂ થઈ છે. જુનાગઢમાં એશિયામાં બીજા નંબરનું સૌથી વધારે નાળિયેરનું ઉત્પાદન થાય છે જેને લઈને કોકોનેટ બોર્ડની ઓફિસ ખેડૂતો માટે પણ ખૂબ જ મહત્વની બની ચૂકી છે.

  1. પ્રથમ બે ચરણમાં આવેલ આંકડાઓ અને વેક્સીન મુદ્દે કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પંચ અને કોર્ટનાં દ્વાર ખટખટાવશે - Congress will demand court inquiry
  2. કચ્છ લોકસભા બેઠક પર ઈટીવી ભારતની યુવા મતદારો સાથે ચૂંટણી ચોપાલ - Kutch Lok Sabha Seat

Last Updated : May 4, 2024, 9:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.