ETV Bharat / state

જૂનાગઢના ઉપરકોટમાં જૂનાગઢ મુક્તિ દિવસની ઉજવણી, શું છે ઇતિહાસ જાણો?

વર્ષ 1947 ના દિવસે નવાબે જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કર્યું હતું. ત્યારબાદ આરઝી હકુમતની સ્થાપના થઈ અને 9મી નવેમ્બર 1947 ના દિવસે જૂનાગઢને મુક્તિ મળી.

જૂનાગઢના ઉપરકોટમાં જૂનાગઢ મુક્તિ દિવસની ઉજવણી
જૂનાગઢના ઉપરકોટમાં જૂનાગઢ મુક્તિ દિવસની ઉજવણી (etv bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 9, 2024, 3:29 PM IST

જૂનાગઢ: 9મી નવેમ્બર 1947 ના દિવસે જૂનાગઢને મુક્તિ મળી હતી. જેની આજે ઉજવણી થઈ રહી છે. વર્ષ 1947 ના દિવસે નવાબે જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કર્યું હતું. ત્યારબાદ આરઝી હકુમતની સ્થાપના થઈ અને જૂનાગઢની મુક્તિ માટેનું એક નવું આંદોલન શરૂ થયું હતું.

9મી નવેમ્બર 1947 ના દિવસે ફરી એક વખત જૂનાગઢ અખંડ ભારતનો હિસ્સો બનતા આજે તેની યાદમાં પ્રાચીન ઉપરકોટના કિલ્લામાં 3 દશકા બાદ ફરી એક વખત રાષ્ટ્ર ધ્વજને સલામી આપીને જૂનાગઢના મુક્તિ દિવસની ઉજવણી કરાઈ હતી.

જૂનાગઢના ઉપરકોટમાં જૂનાગઢ મુક્તિ દિવસની ઉજવણી (etv bharat gujarat)

જૂનાગઢ મુક્તિ દિવસની કરાઈ ઉજવણી: 9મી નવેમ્બર 1947 નો દિવસ જૂનાગઢ ફરી એક વખત અખંડ ભારતનો હિસ્સો બન્યો હતો. ભારત જ્યારે આઝાદ થયું ત્યારે જૂનાગઢના નવાબે જૂનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ કર્યું હતું. ત્યારબાદ શામળદાસ ગાંધી, રતુભાઈ અદાણીની આગેવાનીમાં સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન નીચે આરઝી હૂકુમતની સ્થાપના કરીને જૂનાગઢને ફરી અખંડ ભારતનો હિસ્સો બનાવવા માટેના આંદોલનની શરૂઆત થઈ હતી. 84 દિવસની લડાઈને અંતે 9મી નવેમ્બર 1947ના દિવસે ફરી એક વખત જૂનાગઢ અખંડ ભારતનો હિસ્સો બન્યું. ત્યારથી 9મી નવેમ્બરે જૂનાગઢનાં મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

જૂનાગઢના ઉપરકોટમાં જૂનાગઢ મુક્તિ દિવસની ઉજવણી
જૂનાગઢના ઉપરકોટમાં જૂનાગઢ મુક્તિ દિવસની ઉજવણી (etv bharat gujarat)

ઉપરકોટના કિલ્લામાં ધ્વજ વંદન: 9મી નવેમ્બર 1947 ના દિવસે ફરી એક વખત જૂનાગઢ અખંડ ભારતનો હિસ્સો બન્યું ત્યારે આરઝી હુકૂમતના આગેવાન શામળદાસ ગાંધીએ ઉપરકોટના કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ લહેરાવીને જૂનાગઢને અખંડ ભારતનો હિસ્સો જાહેર કર્યો હતો. ત્યારથી જૂનાગઢમાં મુક્તિ દિવસની ઉજવણી અનેક પ્રસંગોમાં થતી આવી છે. પરંતુ ઉપરકોટના કિલ્લામાં જૂનાગઢના મુક્તિ દિવસને લઈને ધ્વજવંદનનો કાર્યક્રમ કેટલાક પ્રસંગોને બાદ કરતા થતો ન હતો. પરંતુ આજે વર્ષ 1947 જેવા માહોલની વચ્ચે જૂનાગઢના ઉપરકોટમાં કે જે ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે. અહીંથી જૂનાગઢના અંતિમ નવાબ જૂનાગઢનું શાસન પણ ચલાવતા હતા. તેવા સ્થળે સાધુ-સંતો જૂનાગઢના અગ્રણીઓ, પોલીસ વિભાગના અધિકારીઓની હાજરીમાં રાષ્ટ્રધ્વજને સલામી આપીને જૂનાગઢના મુક્તિ દિવસની ઉજવણી કરાઈ હતી.

જૂનાગઢના સ્થાનિકોનો પ્રતિભાવ: વર્ષ 1947 માં કિશોર અવસ્થામાં રહેલા અને આજે સિનિયર સિટીઝન તરીકે ઉપરકોટના કિલ્લામાં આયોજિત ધ્વજવંદન કાર્યક્રમમાં સામેલ થયેલા વિજયભાઈ કિકાણીએ વર્ષ 1947 નો સમય યાદ કર્યો હતો. આજની આ ઉજવણી વર્ષ 1947 ની યાદ અપાવી જાય છે. જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે થતા જૂનાગઢમાં ચિંતા હતી. પરંતુ 84 દિવસની લડત બાદ જૂનાગઢ અખંડ ભારતનો હિસ્સો બન્યો તે ખુશી જે સમયે હતી તે જ પ્રકારની ખુશી અને શાંતિનો માહોલ આજે ઉજવણીના સમયે ઉપરકોટના પ્રાચીન કિલ્લામાં થયો છે.

આ પણ વાંચો:

  1. શિયાળામાં રાખો શિયાળુ પાકનું ધ્યાન, જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ડાયરેક્ટરે શું કહ્યું જાણો ?
  2. જૂનાગઢની મુક્તિ માટે લડત લડનારા લડવૈયાઓ માટે મુક્તિ સ્તંભ સ્થાપનની સરકાર સમક્ષ માંગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.