ETV Bharat / state

જુનાગઢ અકસ્માતના કંપાવી દેતા CCTV ફુટેજ, દુર્ઘટનામાં સાત લોકોના મોત - JUNAGADH ACCIDENT

સોમનાથ નેશનલ હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં એક જ સમયે સાત લોકોના ઘટના સ્થળે કરુણ મોત થયા છે.

જૂનાગઢ સોમનાથ હાઇવે પર ગોઝારો અકસ્માત
જૂનાગઢ સોમનાથ હાઇવે પર ગોઝારો અકસ્માત (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 9, 2024, 1:55 PM IST

જૂનાગઢ: સોમનાથ નેશનલ હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. અહીં અકસ્માતમાં બે કાર સામસામે અથડાતા એક જ સમયે સાત લોકોના ઘટના સ્થળે કરુણ મોત થયા છે. તમને જણાવી દઈએ કે, મૃત્યુ પામનારમાં 5 યુવાન અને બે આધેડનો સમાવેશ થાય છે, જેની સાથે કારના બંને કાર ચાલકના મોત પણ થયા છે. અકસ્માતની ઘટના સામે આવતા જ જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સમગ્ર મામલામાં FSL તપાસ સહિત અન્ય તપાસ શરૂ કરવામાં આવી છે.

વહેલી સવારે જૂનાગઢમાં થયો ગમખવાર અકસ્માત: જૂનાગઢ સોમનાથ નેશનલ હાઈવે ભંડુરી ગામ નજીક ગોઝારો અકસ્માત થયો છે સવારના 8 થી 8:30 વાગ્યાના સમયમાં જૂનાગઢથી સોમનાથ તરફ જઈ રહેલી અને સોમનાથથી જૂનાગઢ તરફ આવી રહેલી બે કાર સામસામે અથડાતા તેમાં સાત લોકોના મોત થયા છે. સાત લોકો પૈકી એક કારમાં સવાર પાંચ યુવાનો તેમજ બે ચાલકોના મોત નીપજતા સમગ્ર જૂનાગઢ જિલ્લામાં શોકનો માહોલ ફરી વળ્યો છે. ઘટના સમયના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં સોમનાથ તરફથી આવી રહેલી એક કારના ચાલકે કાબુ ગુમાવતાં બીજી તરફ જઈ રહેલી કાર સાથે અથડામણ થઈ હોય તેવું પણ સ્પષ્ટ જોવા મળે છે.

એક જ સમયે સાત લોકોના ઘટના સ્થળે કરુણ મોત થયા છે (Etv Bharat Gujarat)

પોલીસનો કાફલો ઘટના સ્થળે: અકસ્માતની ઘટના ઘટતા જ માંગરોળ વિભાગીય પોલીસ અધિક્ષક ડી.વી. કોડીયાતર અને જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સાથે પોલીસનો કાફલો તાલુકા મામલતદાર સહિત અધિકારીઓ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માત બાદ જે લોકોના મોત થયા છે તેના મૃતદેહને માળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા FSL તપાસને લઈને પણ કામગીરી શરૂ કરાઈ છે. ઘટના સ્થળના સીસીટીવીમાં અકસ્માત કેદ થયો છે જેમાં એક કાર અચાનક ડિવાઈડર કુદીને બીજા માર્ગ પર પહોંચી જાય છે જેને કારણે સમગ્ર અકસ્માત થયો હોય તેવું પણ જોવા મળે છે.

બે કાર સામસામે અથડાતાં સાત લોકોના મોત
બે કાર સામસામે અથડાતાં સાત લોકોના મોત (Etv Bharat Gujarat)

અકસ્માતમાં મોતને ભેટેલા વ્યક્તિઓના નામ:

  1. વિનુભાઈ વાળા, ગામ- જાનુડા ગામ
  2. નકુલ કુવાડીયા, ગામ- માણેકવાડા
  3. ઓમ મુગરા, ગામ- રાજકોટ
  4. રાજુભાઈ ખુટણ, ગામ- ડાભોર
  5. ધરમ ધરાદેવ, ગામ- જૂનાગઢ
  6. અસત દવે, ગામ- રાજકોટ
  7. વજુભાઈ રાઠોડ, ગામ- જૂનાગઢ

રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં ઘણા વર્ષો પછી બીજો અકસ્માત: કેશોદ અને તેની આસપાસના વિસ્તારમાં આ પ્રકારની ગમખ્વાર અકસ્માતની ઘટના પાંચ વર્ષ પછી બની છે. વર્ષ 2017-18 પછી પ્રાથમિક શાળાના બાળકો પ્રવાસે આવ્યા હતા. તેમની બસનો પણ કેશોદ નજીક અકસ્માત થયો હતો જેમાં કેટલાક વિદ્યાર્થીઓના મોત થયા હતા. ત્યારબાદ જૂનાગઢ સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માતની આ બીજી મોટી ઘટના છે જેમાં એક સાથે સાત લોકોના મોત થયા છે. અકસ્માતનો મોટો બનાવ હોવાને કારણે પણ પોલીસે તમામ પ્રકારની તપાસ શરૂ કરી છે. જેમાં સ્થળ પરથી અકસ્માત થવાના કારણો વગેરેના આધારે પુરાવા મેળવ્યા બાદ તપાસ થયા બાદ અકસ્માતનું સાચું કારણ શું છે તેને લઈને પણ કોઈ વિગતો બહાર આવી શકે છે. પરંતુ હાલ જૂનાગઢ જિલ્લામાં એક સાથે સાત લોકોના મોત થતાં સમગ્ર જિલ્લામાં શોકનું મોજુ ફરી વળ્યું છે. જે બંને કાર સામસામે અથડાઈ છે તે જૂનાગઢ જિલ્લાના પાર્સિંગની હોવાનું પણ સામે આવ્યું છે. જેથી મૃતકો જૂનાગઢ જીલ્લા કે વિસ્તારના હોવાની શક્યતા પણ નકારી શકાતી નથી.

આ પણ વાંચો:

  1. જુનાગઢ સોમનાથ નેશનલ હાઇવે પર ગોઝારો અકસ્માત, સાત લોકોના ઘટના સ્થળે જ મોત
  2. 'FD વ્યાજ પર વધુ ટેક્સ કેમ કાપ્યો' ? અમદાવાદમાં ગ્રાહકે બેંકમાં કરી ધમાલ, કેસ દાખલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.