ETV Bharat / state

જામનગરની જીવાદોરી સમાન સસોઇ ડેમ થયો ઓવરફ્લો, દોઢ વર્ષ ચાલે એટલું પાણીનો સંગ્રહ થયો - Sasoi dam overflow

જામનગર શહેરને પાણી પૂરો પાડતો રણજીત સાગર ડેમ ઓવર ફ્લો થઈ ગયા બાદ આજે સસોઈ ડેમ પણ ઓવરફ્લો થઈ જતાં જામનગરના રહેવાસીઓની ખુશીમાં અનેક ગણો વધારો થયો છે.

સસોઇ ડેમ થયો ઓવરફ્લો
સસોઇ ડેમ થયો ઓવરફ્લો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 25, 2024, 9:42 PM IST

સસોઇ ડેમ થયો ઓવરફ્લો (Etv Bharat Gujarat)

જામનગર: ગઈકાલે ગુરુપૂર્ણિમાના દિવસે પડેલા વરસાદના કારણે સૌ પ્રથમ રણજીત સાગર ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો. અને આજે પણ છલકાઈ રહ્યો છે. ત્યારે જામનગર શહેરને પાણી પૂરું પાડતો બીજો ડેમ કે જે લાલપુરના ગ્રામ્ય પંથકમાં પડેલા વરસાદના કારણે પૂરો ભરાયો હતો, અને 11.31 વાગ્યાથી ઓવરફ્લો થઈ જતાં ડેમના પાળા પરથી પાણી જઈ રહ્યું છે. તેથી જામનગર શહેરને પાણી પૂરું પાડવા માટેનું જળ સંકટ હળવુ બન્યું છે. માત્ર 24 કલાકમાં જ જામનગર શહેર માટે પાણીનો પ્રશ્ન મોટા ભાગે હલ થઈ ગયો હોવાનું જામનગર મહાનગરપાલિકાની વોટર વર્ક્સ શાખાના અધિકારી અલ્પેશ ચારણીયા દ્વારા જણાવાયું છે.

સસોઇ ડેમ થયો ઓવરફ્લો
સસોઇ ડેમ થયો ઓવરફ્લો (Etv Bharat Gujarat)
સસોઇ ડેમ થયો ઓવરફ્લો
સસોઇ ડેમ થયો ઓવરફ્લો (Etv Bharat gujarat)

સસોઈ ડેમ ઓવરફ્લોનો અલૌકિક નજારો નિહાળવા અને ડેમના પાળા પરથી પાણી પડતું હોવાથી નહાવા માટે અનેક લોકો પહોંચી જતા હોય છે. ત્યારે જામનગર નજીક આવેલા રણજીત સાગર ડેમ તેમજ સસોઈ ડેમ પર પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. અને કોઈ જાનહાની ન થાય તેની તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. જામનગરના ભાગોળે આવેલ અને શહેરમાં મહત્તમ પીવાનું પાણી પૂરું પાડતો રણજીત સાગર ડેમ ગઈકાલે બપોરે ભારે વરસાદ બાદ છલકાઈ ગયો હતો. આથી નવા નિરનાં વધામણા માટે આજે જામનગરના શહેર ભાજપના અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ ,હોદ્દેદારો ,કોર્પોરેટરો વગેરે ડેમ સાઈડ ઉપર પહોંચ્યા હતા. અને સાગરનાં નિરને ફૂલડે વધાવી તેનું પૂજન કર્યું હતું. આ સમયે મેયર વિનોદ ખીમસુરીયા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને રીવાબા જાડેજા ,શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલ કગથરા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, શાસક જૂથનાં નેતા આશિષ જોષી ,અને દંડક કેતન નાખવા સાહેબ, ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા અને પ્રકાશભાઈ બાંભણિયા ઉપરાંત શિક્ષણ સમિતિના ચેરમેન મનીષ કનખરા, પૂર્વ મેયર બીનાબેન કોઠારી અને કોર્પોરેટરો તેમજ ભાજપના આગેવાનો જોડાયા હતા.

1.30 વર્ષથી ચાલી રહી છે ઘેડ વિસ્તારની આ સમસ્યા, સરકાર માત્ર ઠાલા વચનો આપે છે - 30 year old problem of Ghede area

2.ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશોની ઘટ મુદ્દે શંકરસિંહ ગોહિલના ભાજપ પર વાકપ્રહાર - Shaktisinh Gohil

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.