ETV Bharat / state

ચાહકોએ "પુષ્પા"ના પોસ્ટર ફાડ્યા ! જામનગર PVR પ્રેક્ષકોએ હોબાળો મચાવ્યો - PUSHPA 2

અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 ના ચાહકોએ જામનગરના PVR થિયેટરમાં હોબાળો મચાવ્યો હતો. નોંધનીય છે કે, પ્રથમ શો શરૂ ન થતા દર્શકો રોષે ભરાયા હતા.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 5, 2024, 5:35 PM IST

જામનગર : અલ્લુ અર્જુનની મોસ્ટ અવેટેડ ફિલ્મ પુષ્પા 2 રિલીઝ થઈ ગઈ છે. જામનગરમાં શહેરમાં ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં ફિલ્મ નીહાળવા ઉત્સુક ચાહકો PVR થિયેટર પહોંચ્યા હતા, પરંતુ શો શરૂ ન થતા પોસ્ટર ફાડી હોબાળો મચાવ્યો હતો.

પુષ્પા-2ના ચાહકોના દિલ તૂટ્યા : જામનગરના ઠેબા ચોકડી નજીક આવેલ PVR સિનેમામાં ફિલ્મ પુષ્પા-2 નીહાળવા પહોંચેલા દર્શકોએ હોબાળો કર્યો હતો. ફિલ્મનો સવારે 6:30 વાગ્યાનો શો ટેકનિકલ કારણોસર શરૂ ન થતા દર્શકોમાં રોષ જોવા મળ્યો હતો. દર્શકો સંચાલકો સામે ગુસ્સે ભરાયા અને PVR સિનેમામાં પુષ્પા-2 ના પોસ્ટર ફાડી વિરોધ વ્યક્ત કર્યો હતો.

થિયેટરમાં હોબાળો થતા પોલીસ પહોંચી : પુષ્પા 2 નો પ્રથમ દિવસનો પ્રથમ શો શરૂ થઈ શક્યો ન હતો. આ અંગે ટેકનિકલ ખામી સર્જાઈ હોવાનું સંચાલકોએ જણાવ્યું હતું. જેથી પ્રેક્ષકોમાં નારાજગી જોવા મળી હતી. કેટલાક પ્રેક્ષકોએ તો હોબાળો મચાવ્યો હતો, જેથી પોલીસ તંત્ર દોડતું થયું હતું. જોકે, પોલીસ સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો.

ચાહકોએ "પુષ્પા"ના પોસ્ટર ફાડ્યા : રોષે ભરાયેલા દર્શકોએ સિનેમા ગૃહમાં રાખવામાં આવેલ પુષ્પા ફિલ્મના બેનર અને પોસ્ટર પણ તોડી નાખ્યા હતા. જોકે, સમયસર પોલીસે સ્થળ પર પહોંચી જઈ મામલો શાંત પાડ્યો હતો. તેમજ સિનેમાગૃહના સંચાલકો દ્વારા તમામ દર્શકોને રિફંડ આપી દેવાયું હતું. ત્યારબાદ આગળનો શો ફરીથી શરૂ કરી દેવામાં આવ્યો હતો.

  1. વડોદરામાં "પુષ્પા"નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો કેન્સલ, દર્શકોનું દિલ તૂટ્યું
  2. અલ્લુ અર્જુનના કાર્યક્રમમાં લાઠીચાર્જ, પુષ્પા 2 ટ્રેલર લોન્ચમાં હંગામો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.