જામનગર : જામનગરમાં ચેમ્બર ઓફ કોમર્સ ખાતે જનરલ બોર્ડનું કરવામાં આયોજન આવ્યું હતું. ત્યારે જીજી હોસ્પિટલ સામેની દુકાનો મુદ્દે નગરસેવિકા રચના નંદાણીયાએ ધરણા યોજયાં હતા. નગરસેવિકા રચના નંદાણીયાએ પૂર્વ મંત્રી અને પૂર્વ પ્રમુખ પર રૂ. 60 લાખની ઉઘરાણી કરી હોવાનો આક્ષેપ કર્યો છે.
લીઝ પૂરી થઇ ગઇ થતાં રીન્યુ નથી થતી : નગરસેવિકા રચના નંદાણીયાએ મુદ્દા ઉપસ્થિત કર્યાં હતાં કે જીજી હોસ્પિટલ સામેની દુકાનોની લીઝ પૂરી થઈ ગઈ હોવા છતાં પણ કેમ રીન્યુ કરવામાં આવી નથી .દુકાનોનું દસ વર્ષનું ભાડું કેમ હજુ સુધી લીધું નથી. તેમણે દસ દિવસમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો કમિશનર ઓફિસ સામે ધરણા કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.
50 જેટલી દુકાનોનો મામલો : જામનગરની જીજી હોસ્પિટલ સામે 50 જેટલી દુકાનો આવેલી છે. એની 50 એ 50 દુકાન જામનગર મહાનગરપાલિકા દ્વારા ભાડે આપવામાં આવી છે. જો કે છેલ્લા દસ વર્ષથી 50 દુકાનનું ભાડું લેવામાં આવ્યું નથી. જેને લઇ કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણીયા આજ રોજ વિરોધ કરતા જોવા મળ્યા છે. તેમણે દુકાનધારકો પાસેથી 10 વર્ષનું ભાડું વસૂલવામાં આવે અને અગાઉ પૂર્વ મંત્રી દ્વારા જે ઉઘરાણું કરવામાં આવ્યું છે તે મુદ્દે પણ કોર્પોરેટરે ભારે હોબાળો મચાવ્યો હતો.
ચેમ્બર ઓફ કોમર્સની બહાર ધરણાં જોકે ચેમ્બર ઓફ કોમર્સ ખાતે યોજાયેલ જનરલ બોર્ડમાં શાસક પક્ષના કોર્પોરેટર અને વિરોધ પક્ષના કોર્પોરેટર રચના નંદાણીયા દ્વારા જીજી હોસ્પિટલ સામે આવેલી દુકાનો મુદ્દે જોરદાર ટીકા ટિપ્પણી કરવામાં આવી હતી. વોર્ડ નંબર ચારના કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણીયા ચેમ્બર ઓફ કોમર્સની બહાર જ ધરણા પર બેસી ગયા હતાં અને મીડિયા સમક્ષ સમગ્ર વાત રાખી હતી.
Lalit Vasoya: મારા પર કૉંગ્રેસનું ઋણ છે, હું કૉંગ્રેસ છોડવાનો નથી-લલિત વસોયા