જામનગર: આજથી મરીન નેશનલ પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. ચોમાસામાં ચાર મહિનાના વેકેશન પછી આજથી પક્ષી અભ્યારણ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, 15 જુનથી 15 ઓકટોબર સુધી ચાર મહિના માટે પક્ષી અભ્યારણ પ્રવાસીઓ માટે બંધ રહેતું હોય છે. 16 ઓકટોબરના વહેલી સવારથી પક્ષી અભ્યારણ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
જામનગર નજીક આવેલા મરીન નેશનલ પાર્ક ખીજડીયા પક્ષી અભ્યારણ 16 ઓકટોબરે, બુધવાર એટલે કે આજથી પ્રવાસીઓ, મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
મરીન નેશનલ પાર્ક હેઠળના ખીજડીયા પક્ષી અભ્યારણના આર.એફ.ઓ. દક્ષાબેન વઘાસીયાએ આ મુદ્દે જણાવ્યું હતું કે, "આ વર્ષે સારા વરસાદના કારણે મીઠા પાણીના કયારા ભરાયેલા હોવાથી મોટી સંખ્યામાં પક્ષીઓ શિયાળામાં આવે તેવી શકયતા છે."
અહીં અસંખ્ય પક્ષીઓ દેશ-વિદેશથી આવતા હોય છે: આ મરીન નેશનલ પાર્કના ખીજડીયા પક્ષી અભ્યારણમાં દેશ-વિદેશના પક્ષીઓ વસવાટ કરે છે. જાણવા જીવી બાબત એ છે કે અહીં શિયાળામાં 300થી વધુ પ્રકારના અસંખ્ય પક્ષીઓ દેશ-વિદેશથી આવતા હોય છે. ખીજડીયામાં ભૌગોલીક સ્થિતી તેમજ ખારા અને મીઠા પાણીના કયારા હોવાથી વિવિધ પ્રકારના પક્ષીઓ અહીંના મહેમાન બનતા હોય છે. અહીં પક્ષીઓને શાંત વાતાવરણ, પુરતો ખોરાક અને પાણીની સવલત મળતી હોય છે. આ ઉપરાંત મરીન નેશનલ પાર્ક પણ પક્ષીઓને રક્ષણ પૂરું પાડવા માટે સક્રિય છે.
પક્ષીપ્રેમીઓ લે છે અભ્યારણની મુલાકાત: પરિણામે દુનિયાના ખુણે-ખુણેથી પક્ષીઓ ખીજડીયા પક્ષી અભ્યારણમાં આવતા હોય છે. આથી એક સાથે મોટી સંખ્યામાં અને વિવિધ પ્રકારના પક્ષીઓને નજીકથી નિહાળવા માટે પક્ષીપ્રેમીઓ ખીજડીયા પક્ષી અભ્યારણની મુલાકાત લેતા હોય છે.
પક્ષીઓની ફોટોગ્રાફી માટે ફોટોગ્રાફની ભીડ: ઉપરાંત પક્ષીઓની ફોટોગ્રાફી માટે ફોટોગ્રાફ ખાસ શિયાળામાં ખીજડીયા પક્ષી અભ્યારણ આવતા હોય છે. આ વર્ષે સારા વરસાદના કારણે શિયાળામાં દેશ-વિદેશના પક્ષીઓ વધુ સંખ્યામાં આવે તેવી શકયતા છે. દિવાળી વેકેશનમાં તથા ઠંડીની સીઝનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.
આ પણ વાંચો: