જામનગરઃ મહા નગર પાલિકાના સિટી ઈજનેરને વોર્ડ નં. 1ના કોંગ્રેસ કોર્પોરેટરના પતિ દીપુ પારિયાએ ઈમ્પેક્ટની ફાઈલ ક્લિયર કરાવવાના પ્રશ્ને ધાકધમકી આપી છે. દીપુ પારિયા પોતે પણ પહેલા કૉંગ્રેસ કોર્પોરેટર રહી ચૂક્યો છે. આ ઘટના સંદર્ભે સિટી ઈજનેરે જામનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાથી સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે.
હત્યાનો હવાલો આપી ધાકધમકીઃ દીપુ પારિયાએ જામનગર મનપાના સિટી ઈજનેર ભાવેશ જાનીને જો સારી રીતે નોકરી કરવી હોય તો ખંડણી પેટે દર મહિને એક લાખ રૂપિયા આપવા પડશે નહિતર વકીલ હારુન પલેજાનું ખૂન થયું તે રીતે ખૂન કરાવી નાખવાની ધમકી આપી. આ ઉપરાંત એસ્ટ્રોસિટીના ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી. ભાવેશ જાની સાથે દીપુ પારિયાએ અશોભનિય વર્તન પણ કર્યુ.
પોલીસ ફરિયાદ થઈઃ પૂર્વ કોંગી કોર્પોરેટર તેજશી ઉર્ફે દીપુ પારિયાના પત્ની સમજુબેન વોર્ડ નંબર 1માં કોંગ્રેસના કોર્પોરેટર છે. તેણે કામના બહાને મહા નગર પાલિકાની કચેરીમાં અવર-જવર કર્યા પછી ફાઈલ ક્લિયર કરવા બાબતે સિટી ઈજનેરને ધમકી આપી હતી. નગરસેવિકાના પતિ અને પૂર્વ નગરસેવક દીપુ પારિયા ગેરકાયદે બાંધકામને ઈમ્પેક્ટમાં કાયદેસર કરાવવાની ફાઈલ લઈ છેલ્લા 2-3 મહિનાથી વારંવાર દબાણ કરવા આવતા અને ખૂબ આક્રોશમાં ભૂંડી ગાળો બોલી ખંડણી આપવા સહિતની ધમકીઓ આપી હતી. આખરે આ મામલો સિટી એ ડિવિઝન પોલીસમાં મથકમાં લઈ જવાયો. પૂર્વ કોર્પોરેટર તેજશી ઉર્ફે દીપુભાઈ વાલજીભાઈ પારીયા સામે ફરિયાદ નોંધાવતાં પીએસઆઈ ટી.ડી. બુડાસણાએ આઈપીસી કલમ 387,332,504 અને 506-2 અંતર્ગત ગુનો નોંધ્યો છે.
નગરસેવિકાના પતિ અને પૂર્વ નગરસેવક દીપુ પારિયા ગેરકાયદે બાંધકામને ઈમ્પેક્ટમાં કાયદેસર કરાવવાની ફાઈલ લઈ છેલ્લા 2-3 મહિનાથી વારંવાર દબાણ કરવા આવતા અને ખૂબ આક્રોશમાં ભૂંડી ગાળો બોલી ખંડણી આપવા સહિતની ધમકીઓ આપી હતી...ભાવેશ જાની(સિટી ઈજનેર, જામનગર મનપા)
જામનગર મનપાના સિટી ઈજનેર ભાવેશ જાનીને જો સારી રીતે નોકરી કરવી હોય તો ખંડણી પેટે દર મહિને એક લાખ રૂપિયા આપવા પડશે નહિતર તાજેતરમાં જે હત્યા થઈ હતી તેનો હવાલો આપીને ખૂન કરાવી નાખવાની ધમકી આપી. આ ઉપરાંત એસ્ટ્રોસિટીના ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી. ભાવેશ જાની સાથે આરોપીએ અશોભનિય વર્તન પણ કર્યુ હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે...જયવીર સિંહ ઝાલા (DySp જામનગર શહેર)
અમારા પક્ષના સભ્ય કોંગ્રેસ નગરસેવિકાના પતિ દ્વારા જો કોઈ ખોટું કરવામાં આવ્યું હશે તો કાર્યવાહી કરાશે પરંતુ સત્ય સામે આવ્યા બાદ જ પક્ષ દ્વારા આ મામલે આગળની કાર્યવાહી કરાશે...દીગુભા જાડેજા(શહેર કોંગ્રેસ પ્રમુખ, જામનગર)