જામનગર: ઉદ્યોગપતિ અશોકલાલ પાસેથી ₹1 કરોડ હાથ ઉછીના લીધા બાદ ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીએ પૈસા ન આપતા જામનગરની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ ચાલી જતા આજરોજ જામનગરની નામદાર કોર્ટે સજાનું એલાન કર્યું છે. જેમાં ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને ડબલ પૈસા આપવા અને બે વર્ષની જેલની સજા કરવામાં આવી છે.
શું બની હતી ઘટના?: જમકના ઉદ્યોગપતિ અશોકલાલ દ્વારા ડાયરેક્ટર રાજકુમાર પ્યારેલાલ સંતોષીને સંબંધના દવે પૈસા આપ્યા હતા. તેના માટે ડાયરેક્ટર તરફથી અપાયેલા ચેક રિટર્ન થતા કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસની હકીકત એવી છે કે જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અને શિપિંગના વ્યવસાય સાથે સંકળાયેલા અશોકલાલ ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષી કે જે ઘાયલ, ઘાતક અને દામીની જેવી હિટ ફૂલ ફિલ્મો બનાવી છે. તેની સાથે મિત્રતા થતા અશોકલાલે રાજકુમારને ફિલ્મ નિર્માણમાં પૈસાની જરૂર પડતા એક કરોડ સંબંધના દાવે હાથ ઉછીના આપ્યા હતા.
લીગલ નોટિસ ફટકારવામાં આવી: જોકે લાંબો સમય વિત્યો છતાં પણ રાજકુમાર સંતોષીએ પૈસા પરત કર્યા ન હતા જેના કારણે જામનગરની કોર્ટમાં તીન નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકની કલમ 138 મુજબ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા બદલ આઈ.પી.સી 408 અને 420 મુજબ લીગલ નોટિસ ફટકારવામાં આવી હતી.
રાજકુમાર સંતોષીને નોટિસ પાઠવવામાં આવી છતાં પણ તેમણે કોઈપણ જાતનો પ્રત્યુતર આપ્યો ન હતો. આખરે તેની વિરુદ્ધ કોર્ટમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.