જામનગર : હિન્દુત્વના મુદ્દે ફરી જામનગરનું વાતાવરણ ગરમાયું છે. જામનગરની એક શાળામાં જય શ્રી રામ બોલવા બદલ એક વિદ્યાર્થીને માર મારી, L.C. પકડાવી દેવાની ધમકી આપી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે હવે હિન્દુ સેના વિદ્યાર્થીની પડખે આવી છે.
- એ. કે. દોશી ભવન્સનો વિવાદાસ્પદ કિસ્સો
જામનગર પટેલ કોલોનીમાં આવેલી શ્રી એ. કે. દોશી ભવન્સ વિદ્યાલયમાં ગુજરાતી તથા ઇંગ્લીશ મીડીયમમાં અભ્યાસ કરાવવામાં આવે છે. જેમાં બે સમય પ્રાર્થના થતી હોય તે સમયે વિદ્યાર્થીઓ જય શ્રી રામ અને મહાદેવ હર બોલતા હોય છે. આ બાબતે શાળાના પ્રિન્સિપાલને કોઈ વાંધો નથી, છતાં જુનિયર પ્રિન્સિપાલ કલોરા બરેટો અને શિક્ષિકા રાખી રોકરીયાને તકલીફ હતી.
- "જય શ્રી રામ બોલશો તો ખેર નથી"
આથી બંને અધ્યાપકોએ વિદ્યાર્થીઓને ધાક ધમકી આપી જય શ્રી રામના નારા મંદિર કે ઘરમાં બોલાવાનું સ્પષ્ટ સંભળાવી દીધું. ઉપરાંત એક વિદ્યાર્થીને માર પણ માર્યો, જેથી વાલીઓએ જુનિયર પ્રિન્સિપાલ કલોરાને રજૂઆત કરી હતી. તો સામે તેમણે વિદ્યાર્થીને L.C. પકડાવી દેવાની ધમકી આપી અને કોઈને ન કહેવાનું જણાવીને વાલીઓને રવાના કરી દીધી હતા.
- હિન્દુ સેના દ્વારા DEO સમક્ષ રજૂઆત
આ બાબતે વિદ્યાર્થીના વાલીએ હિન્દુ સેનામાં રજૂઆત કરી હતી. આથી હિન્દુ સેનાએ જિલ્લા શિક્ષણ અધિકારીને તમામ વિગતની જાણ કરી હતી. સાથે જ જુનિયર પ્રિન્સિપાલ ક્લોરા બરોટા અને શિક્ષિકા રાખી રોકડીયા વિરુદ્ધ કાર્યવાહી કરવા અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા લેખિતમાં અરજી કરી હતી. વિદ્યાર્થીઓને માનસિક ટોર્ચરિંગ કરવામાં આવ્યું હોવાનો પણ હિન્દુ સેનાને આક્ષેપ કર્યો છે.