ETV Bharat / state

સુરત આવેલ જામિયા દારૂલ કુરાન ટ્રસ્ટના ટ્રસ્ટીની ધરપકડ, જાણો શું છે મામલો ? - MOHAMMAD MEMON WAS ARRESTED

સુરતમાં જામિયા દારુલ કુરાન ટ્રસ્ટના ટ્રસ્ટી મામાં ઇરફાન મોહમ્મદ મેમણે અમદાવાદની કરોડો રુપિયાની જમીન બાબતે ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા. ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે.

સુરતમાં આવેલ જામિયા દારૂલ કુરાન ટ્રસ્ટના ટ્રસ્ટી મામા ઈરફાન મોહમ્મદ મેમણની ધરપકડ
સુરતમાં આવેલ જામિયા દારૂલ કુરાન ટ્રસ્ટના ટ્રસ્ટી મામા ઈરફાન મોહમ્મદ મેમણની ધરપકડ (ETV BHARAT GUJARAT)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 8, 2024, 10:24 PM IST

અમદાવાદ: સુરતમાં આવેલ જામિયા દારૂલ કુરાન ટ્રસ્ટના ટ્રસ્ટી મામા ઈરફાન મોહમ્મદ મેમણની ધરપકડ ક્રાઈમ બ્રાન્ચે કરી હતી. અમદાવાદની કરોડો રૂપિયાની જમીન બાબતે અને ખોટા દસ્તાવેજો અને અન્ય ગેરવહીવટો કરીને પોતાના ટ્રસ્ટના નામે ફેરફાર કરવાના મામલે ઈરફાન મેમણ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ મામલે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે 7 દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ આપ્યો હતો.

સુરતમાં આવેલ જામિયા દારૂલ કુરાન ટ્રસ્ટના ટ્રસ્ટી મામા ઈરફાન મોહમ્મદ મેમણની ધરપકડ (ETV BHARAT GUJARAT)

જમીન બાબતે ખોટા દસ્તાવેજો રજૂ કર્યા: આ મામલે વકીલ ફોઝાન સોનીવાલાએ જણાવ્યું હતું કે, ઈરફાન મેમણે જામિયા હુસેનિયા એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ રાંધેર સુરતની માલિકી હસ્તકની જામીયા દારુલ કુરાન( ગુલ્લી વાલા મસ્જિદ) અને ક્રિએટિવ સ્કુલ સરખેજ અમદાવાદની કરોડો રૂપિયાની જમીન બાબતે તેમણે ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા. જેનો ગેરવહીવટ કરી પોતાના નામે ફેરફાર કર્યા હતા.

ટ્રસ્ટીઓની જાણ બહાર મિલ્કતો રજીસ્ટર: સુરતના જામિયા દારુલ કુરાન ટ્રસ્ટ દ્વારા ઇરફાન મેમણે અમદાવાદના મકરબામાં કુલ 8 મિલકતો ખરીદી હતી. આરોપી ઈરફાન મેમણ તથા કમિટીના અન્ય સભ્યોના નામે આ મિલકતો ખરીદવામાં આવી હતી. તેણે સુરતના જામિયા દારૂલ કુરાન ટ્રસ્ટના કોઈપણ ટ્રસ્ટીની પરમિશન વગર અમદાવાદ ટ્રસ્ટમાં મિલ્કતોને રજીસ્ટર કરાવી લીધી હતી અને આવી રીતે આરોપીએ અને ટ્રસ્ટીઓને અંધારામાં રાખીને કરોડો રૂપિયાની મિલકતોને રજીસ્ટર કરાવી હતી.

આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર: આરોપી ઇરફાન મોહમ્મદ મેમણે અંદાજે 30 કરોડની પ્રોપર્ટીને પોતાના ટ્રસ્ટમાં ગેરકાયદેસર રીતે નામ કરવા ખોટા પુરાવાઓ અને ખોટી સહીઓ કરીને આ પ્રોપર્ટીને પોતાના ટ્રસ્ટના નામે કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી DCB પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર પછી રિમાન્ડ સુનવણી દરમિયાન નામદાર મેટ્રોપોલિટન કોર્ટે ઈરફાન મેમણની 7 દિવસની રિમાન્ડ મંજૂર કરી હતી.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.