ETV Bharat / state

International Womens Day : રાજ્યની સૌથી હાઇપ્રોફાઈલ વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે ડોક્ટર દર્શિતા શાહ - હાઇપ્રોફાઈલ વિધાનસભા બેઠક

8મી માર્ચે આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ છે. ત્યારે નીતિનિર્ધારણ તંત્રમાં સારા સ્થાને પહોંચી શકેલી મહિલાઓને યાદ કરીએ. રાજકોટની હાઇપ્રોફાઇલ કહેવાયેલી રાજકોટ પશ્ચિમ બેઠકના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહને આ મુદ્દે યાદ કરવા ઉપયુક્ત રહેશે. મહિલા શક્તિના પ્રતિનિધિ એવા રાજ્યની સૌથી હાઇ પ્રોફાઇલ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહની એક મુલાકાત.

International Womens Day : રાજ્યની સૌથી હાઇપ્રોફાઈલ વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે ડોક્ટર દર્શિતા શાહ

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 7, 2024, 11:04 PM IST

મહિલાઓ અને રાજકારણ પર કહી મોટી વાત

રાજકોટ : ડોક્ટર દર્શિતા શાહ હાલ રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. ખાસ યાદ કરવું રહ્યું કે આ બેઠક પરથી દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચૂંટણી લડ્યા હતા અને ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી પદ પર બિરાજમાન થયા હતા. આ સાથે જ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ બેઠક પરથી પ્રથમ વખત ચૂંટણી લડ્યા અને રાજ્યના મુખ્યમંત્રી પદ પર રહ્યા છે. ત્યારે આ બેઠક પર 2022માં ભાજપ દ્વારા રાજકોટના ડો દર્શિતા શાહને ટિકિટ આપવામાં આવી હતી અને તેઓ પણ 1 લાખ કરતાં વધુ જંગી લીડ સાથે અહીથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

બે વખત રાજકોટના ડેપ્યુટી મેયર તરીકે રહ્યાં : દર્શિતા શાહ વ્યવસાયે ડોક્ટર છે અને તેઓ ડોકટરની પ્રેક્ટીસ દરમિયાન ભાજપમાં જોડાયા હતા. જ્યારે તેઓ લગભગ 8 વર્ષ પહેલાં ભાજપમાં જોડાયા હતા. જે દરમિયાન તેમને પ્રથમ વખત ભાજપ દ્વારા કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 2માંથી ટિકિટ આપવામાં આવી હતી અને જ્યારે તેઓ જીત્યા અને પ્રથમ વખતમાં જ તેમને રાજકોટ મનપાના ડેપ્યુટી મેયર બનાવમાં આવ્યા હતાં. જે દરમિયાન તેમને રાજકોટવાસીઓ માટે અનેક સારા કર્યો કરતા હતા. ત્યારબાદ ફરી કોર્પોરેશનની ચૂંટણી આવી ત્યારે તેમને ભાજપ દ્વારા આ જ વોર્ડમાંથી ટિકિટ આપવામાં આવી હતી. જે દરમિયાન ફરી તેમની જીત થતાં ભાજપે તેમને બીજી વખત રાજકોટના ડેપ્યુટી મેયરની જવાબદારી આપવામાં આવી હતી. જો કે વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી આવતાં ડોક્ટર દર્શિતા શાહને ભાજપે રાજ્યની સૌથી હાઇ પ્રોફાઇલ બેઠક પરથી ધારાસભ્યની ચૂંટણી લડવાની તક આપવામાં આવી હતી.

કારકિર્દીના નવા નવા આયામ
કારકિર્દીના નવા નવા આયામ

સૌથી હાઇ પ્રોફાઇલ વિધાનસભા બેઠકના ધારાસભ્ય : રાજકોટ વિધાનસભા પશ્ચીમ બેઠક પરથી ડો દર્શિતા શાહને ટિકિટ આપવામાં આવી તે સમયે પણ ડોક્ટર દર્શિતા શાહ રાજકોટના ડેપ્યુટી મેયર પદે હતા. જો કે તેઓ રાજકોટ પશ્ચિમ બેઠક પરથી 1 લાખ કરતાં વધુ લીડ સાથે ધારાસભ્ય બન્યા હતા. જ્યારે રાજકોટ પશ્ચીમ બેઠકને રાજ્યની સૌથી હાઇ પ્રોફાઈલ બેઠક માનવામાં આવે છે કારણ કે પીએમ મોદીએ પણ જે તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી પદ પર રહેવા માટે આ બેઠક પરથી ચૂંટણી લડી હતી. ત્યારબાદ આ બેઠક પરથી વિજય રૂપાણી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા અને સીધા સીએમ પદ પર બેઠા હતા. જ્યારે અહીથી વજુભાઈ વાળા પણ ચૂંટણી લડ્યા હતા. અમે રાજ્યમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર નાણાં મંત્રી રહી ચૂક્યા છે. આ રાજકોટ પશ્ચીમ બેઠક પરથી ચૂંટણી લડનાર નેતાઓ સારા પદ સુધી જાય છે તેવી માન્યતા છે. એવામાં હાલ ડો દર્શિતા શાહ રાજકોટ પશ્ચિમ બેઠકના ધારાસભ્ય છે.

મહિલાઓ મોટા પ્રમાણમાં રાજકારણમાં જોડાઈ રહી છે : ડોક્ટર દર્શિતા શાહે મહિલાઓના રાજકારણમાં જોડાવા અંગે ઈટીવી ભારતને જણાવ્યું હતું કે રાજકોટમાં રાજકારણમાં જોડાવા અંગે મહિલાઓની માનસિકતા થોડી અલગ હોય છે પરંતુ દિનપ્રતિદિન આ માનસિકતાનો દૂર થઈ રહી છે. આજે સારા એવા પ્રમાણમાં મહિલાઓ રાજકારણમાં પ્રવેશ કરી રહી છે.

મહિલા સશક્તિકરણમાં ગુજરાત : ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકમાંથી ભાજપની 14 મહિલાઓ અને 1 કોંગ્રેસના મહિલા ધારાસભ્ય છે. જ્યારે હાલ તમામ ક્ષેત્રમાં મહિલાઓ આગળ પડતું સ્થાન ધરાવે છે. ઉલ્લેખનીય છે કે દર્શિતા શાહ તબીબ પણ છે અને રાજકોટના ધારાસભ્ય પણ છે. તેમજ તેઓ પોતાના પરિવારની જવાબદારી પણ નિભાવી રહ્યા છે.

  1. Rajkot News : રાજકોટમાં અશાંતધારાના કડક અમલ માટે ધારાસભ્યએ કરી સરકારમાં રજૂઆત
  2. રાજકોટની હાઈપ્રોફાઈલ પશ્ચિમ બેઠક પર ભાજપના ઉમેદવારને 1 લાખથી વધુની મળી લીડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.