ETV Bharat / state

પરસોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી ઉપલેટામાં કરાઈ - International Day of Yoga 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 21, 2024, 2:07 PM IST

Updated : Jun 21, 2024, 3:33 PM IST

21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે રાજકોટ જિલ્લા કક્ષાની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉપલેટા શહેર ખાતે કરવામાં આવી હતી. જેમાં રાજકોટ સાંસદ પરસોત્તમ રૂપાલાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ યોગ દિવસમાં 2000 કરતા પણ વધારે લોકો જોડાયા હતા. જુઓ આ અહેવાલમાં. International Day of Yoga 2024

રાજકોટ સાંસદ પરશોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લા કક્ષાએ યોગ દિવસની ઉજવણી કરાઈ
રાજકોટ સાંસદ પરશોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લા કક્ષાએ યોગ દિવસની ઉજવણી કરાઈ (etv bharat gujarat)

રાજકોટ: રાજકોટ જિલ્લા કક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉપલેટા શહેર ખાતે યોજવામાં આવી હતી. જ્યાં આ ઉજવણી રાજકોટ સાંસદ પરસોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ઉપલેટા શહેરની મામલતદાર કચેરી સામે આવેલ ગોંડલ સ્ટેટ વખતની હેરિટેજ કલોક ટાવર બિલ્ડિંગના તાલુકા શાળાના ક્રિકેટના મેદાન ખાતે યોજાયેલા આવેલ હતી. ત્યારે આ યોગ દિવસના કાર્યક્રમમાં આશરે બે હજારથી વધુ લોકો જોડાયા હતા, અને યોગમય બન્યા હતા. આ યોગ દિવસમાં રાજ્ય યોગબોર્ડના પ્રશિક્ષિત શિક્ષકોએ યોગ બોર્ડના પ્રોટોકોલ પ્રમાણે સર્વને યોગ તથા પ્રાણાયામ કરાવ્યા હતા.

21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે
21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે (etv bharat gujarat)

પરસોત્તમ રૂપાલાએ કર્યું સંબોધન: ઉપલેટા ખાતે યોજાયેલ રાજકોટ જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે ઉપસ્થિત રહેલ રાજકોટ સાંસદ પરસોત્તમ રૂપાલાએ પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું હતું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતની ગૌરવશાળી પરંપરા યોગવિદ્યાને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ થયો, તેના કારણે ભારતની આ સાંસ્કૃતિક ધરોહર વિશ્વ માનવજાત માટે ઉપયોગમાં આવવાનું શરુ થયું તે ગૌરવની વાત છે. આ પ્રાચીન વિદ્યાનો પ્રભાવ વિશ્વમાં મોટા પ્રમાણમાં પડી રહ્યો છે, ત્યારે આપણે પણ તેની સાથે વધુ જોડાવાનો પ્રયાસ કરવાની આવશ્યકતા છે."

રાજકોટ જિલ્લા કક્ષાની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉપલેટા શહેર ખાતે કરવામાં આવી
રાજકોટ જિલ્લા કક્ષાની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉપલેટા શહેર ખાતે કરવામાં આવી (etv bharat gujarat)

રૂપાલાએ યોગ કરવા માટે કરી અપીલ: આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્રએ જિલ્લા કક્ષાના યોગ કાર્યક્રમને તાલુકા સ્તરે આયોજન કરતા આ કામગીરીને સાંસદ પરસોત્તમ રૂપાલાએ બિરદાવ્યું હતું. આ સાથે નવી પેઢી વધુમાં વધુ યોગ વિદ્યા સાથે જોડાઈને સ્વસ્થ બને તેવી અપીલ પણ તેમણે કરી હતી.

જકોટ સાંસદ પરસોત્તમ રૂપાલાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ યોગ દિવસમાં 2000 કરતા પણ વધારે લોકો જોડાયા
જકોટ સાંસદ પરસોત્તમ રૂપાલાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ યોગ દિવસમાં 2000 કરતા પણ વધારે લોકો જોડાયા (etv bharat gujarat)

અધ્યક્ષ પ્રવિણા રંગાણીએ કર્યું સંબોધન: આ તકે રાજકોટ જિલ્લા પંચાયતના અધ્યક્ષ પ્રવિણા રંગાણીએ સંબોધનમાં જણાવ્યું હતું કે, યોગ એ આપણા ઋષિમુનિઓએ સમગ્ર વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે. ત્યારે તેને વિશ્વસ્તરે પહોચાડવા વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21મી જૂનને યોગ દિવસ તરીકે ઉજવવા યુ.એન.માં પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ત્યારથી દર વર્ષે 21મી જૂન સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં યોગ પ્રવૃત્તિને વ્યાપક બનાવવા માટે રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે. આ સાથે ખેલ મહાકુંભમાં પણ યોગને આવરી લેવામાં આવ્યો છે. વર્ષ 2024ની યોગ દિવસની થીમ "સ્વયં, સમાજ માટે યોગ" નક્કી કરવામાં આવી છે, અને ગામથી લઈને મહાનગરો સુધી યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે યોગને રોજિંદા જીવનમાં અપનાવવાની અપીલ પણ તેમણે કરી હતી.

દર વર્ષે 21મી જૂન સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે
દર વર્ષે 21મી જૂન સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે (etv bharat gujarat)

ધારાસભ્ય ડૉ. મહેન્દ્રભાઈ પાડલિયાનું સંબોધન: ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય ડૉ. મહેન્દ્રભાઈ પાડલિયાએ સંબોધનમાં કહ્યું હતું કે, આધુનિક જીવનશૈલીના કારણે આજે લોકો શારીરિક, માનસિક, સામાજિક સહિતની ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. બાળકો યુવાનોમાં મોબાઈલ જેવા ગેજેટના ઉપયોગથી તનાવ વધ્યો છે. ત્યારે શરીર અને મનના સ્વાસ્થ્ય માટે યોગ એકમાત્ર ઉપાય છે. યોગ એ શરીર, મન અને આત્માને જોડવાની અનોખી પ્રાચીન પદ્ધતિ છે. હજારો વર્ષ પહેલાં ઋષિ પતંજલિએ યોગસૂત્રમાં યોગના જ્ઞાનને રજૂ કર્યું છે. સંબોદાન આપતા તેમણે વધુમાં બહાર મૂકાતા કહ્યું હતું કે, શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે નિયમિત રીતે યોગ કરવો જોઈએ.તમને જણાવી દઈએ કે, આ સાથે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી બનાસકાંઠાના નડાબેટ ખાતે થઈ રહી છે, ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના ઉદબોધનનું અહીં લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.

વર્ષ 2024ની યોગ દિવસની થીમ
વર્ષ 2024ની યોગ દિવસની થીમ "સ્વયં, સમાજ માટે યોગ" નક્કી કરવામાં આવી (etv bharat gujarat)

યોગ એક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ: 2015થી દર વર્ષે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની વિધિવત જાહેરાત થયા પછી વર્ષ 2015થી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. યોગ એક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે, જેની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં સંયુક્ત રાષ્ટ્રના સંબોધનમાં 21 જૂનની તારીખ સૂચવી હતી, કારણ કે તે ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે. અને વિશ્વના ઘણા ભાગોમાં તેનું વિશેષ મહત્વ છે.

2015થી દર વર્ષે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.
2015થી દર વર્ષે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. (etv bharat gujarat)

શરીરમાં અન્યત્ર આડ-અસરનો ઉપચાર એ યોગ છે: ભારતીય સંસ્કૃતિમાં યોગ અને આયુર્વેદ બન્ને લગભગ એકસાથે ચાલ્યા આવે છે. આયુર્વેદ એ ભારતીય ઉપચાર પધ્ધતિ છે. વર્તમાન સમયમાં કસરત, નિયમિતતા, વગેરેને અન્ય આધુનિક ગણાતી ઉપચાર પદ્ધતિઓએ પણ અપનાવેલ છે, જે યોગ અને આયુર્વેદમાં સદીઓથી દર્શાવેલ છે. આધુનિક ઉપચાર પદ્ધતિઓમાં સૌથી મોટી મુશ્કેલી એક રોગનો ઉપચાર શરીરમાં અન્યત્ર આડ-અસરનો છે. જ્યારે યોગ અને આયુર્વેદ શરીરને નીરોગી રાખવા માટે છે. યોગથી વ્યક્તિ આજના તણાવગ્રસ્ત સમયમાં શારીરિક અને માનસિક શાંતિ મેળવી શકે છે, જે સરવાળે આપણને વધુ સ્વસ્થ અને ઉર્જાવાન બનાવે છે. યોગ શરૂઆતમાં કોઈ નિષ્ણાતના માર્ગદર્શનમાં કરવા જોઈએ તથા સમય જતા તમારા શરીરની પ્રકૃતિ, કામનો પ્રકાર, કોઈ શારીરિક મર્યાદા હોય તો એ ઉમર વગેરે અનુસાર વ્યક્તિ જાતે પોતાની જરૂરીયાત અને રૂચી પ્રમાણેના આસનો કરી શકે છે. રાજપથ દિલ્લી ખાતે 2015માં યોજાયેલી યોગ દિવસની ઊજવણીમાં 35984 લોકોએ ભાગ લીધો જે યોગના સૌથી મોટા સત્ર તરીકે એક વર્લ્ડ રેકોર્ડ છે. સાથે સાથે 84 દેશોના પ્રતિનિધિમંડળે પણ રાજપથ ખાતે એક સાથે આ દિવસની ઉજવણી કરી તે પણ એક વર્લ્ડ રેકોર્ડ છે.

વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની વિધિવત જાહેરાત થયા પછી વર્ષ 2015થી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી
વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની વિધિવત જાહેરાત થયા પછી વર્ષ 2015થી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી (etv bharat gujarat)
  1. રાજકોટના 66 વર્ષીય જ્યોતિબેન યુવાનોને શીખવે છે જીવન-યોગના પાઠ, આવો છે નિત્યક્રમ... - World Yoga Day 2024
  2. જૂનાગઢની માહીએ માતાના પગલે ચાલીને પ્રાપ્ત કરી યોગમાં વિશેષ પારંગતતા - International Day of Yoga 2024

Last Updated : Jun 21, 2024, 3:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.