અમદાવાદ : દેશ અને ગુજરાતમાં GST ની આવક વધી રહી છે. ત્યારે ટેક્સ કલેક્શન પ્રક્રિયાને કાયદેસર પ્રક્રિયાથી ઝડપી અને સલામત બનાવવા દેશમાં પહેલી વાર GST કરદાતાના આધાર સાથે ફેસ આઈડેન્ટિફિકેશનની પ્રક્રિયાનો આરંભ ગુજરાતના નાણાંપ્રધાન કનુ દેસાઈએ અમદાવાદ સ્થિત રાજ્ય કર ભવન ખાતે કર્યો છે.
ફેસ આઈડેન્ટિફિકેશન પ્રક્રિયા : નાણાંપ્રધાન કનુ દેસાઈએ GST સેવા કેન્દ્રો ખાતે FACE AUTHENTICATION પ્રક્રિયાનું લોન્ચ કર્યું હતું. જેના કારણે GST માં આચરતા ખોટા બિલિંગ અને બોગસ નોંધણી નંબર પર કાબૂમાં આવી ખોટી પ્રક્રિયા બંધ થશે. જેના કારણે સરકારની GST આવક પણ વધશે. હાલ રાજ્યમાં કાર્યરત GST સેવા કેન્દ્ર થકી કરદાતાઓની સરળતા માટે પ્રયાસ કરશે.
12 સેવા કેન્દ્રો કાર્યરત : કેન્દ્ર સરકાર દ્વારા AADHAR BASED BIOMETRIC AUTHENTICATION પાયલોટ પ્રોજેકટને દેશભરમાં અમલ કરવા રાજ્યમાં 12 સેવા કેન્દ્રો કાર્યરત છે, જેનું કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણના હસ્તે 7 નવેમ્બર,2023 ના રોજ વાપીથી લોકાર્પણ કરાયું હતું. GST કરદાતા પોતાની અનુકૂળતા મુજબ અગાઉથી નિર્ધારિત સમયે સેવા કેન્દ્રની મુલાકાત લઈ શકશે.
સઘન અને સલામત પ્રક્રિયા : રાજ્યમાં આ સેવા હાલ 12 GST સેવા કેન્દ્ર થકી અમલી બનશે. જે દેશમાં આગવી પહેલ છે. ગુજરાતનો આ પાયલોટ પ્રોજેક્ટ દેશ માટે મોડેલ બનશે. સેવા કેન્દ્રમાં અરજદારની આવશ્યક કામગીરી 20 મિનિટથી પણ ઓછા સમયમાં પૂર્ણ કરશે. જેથી કરદાતાનો સમય બચશે અને તેના નામે કોઈ અન્ય ગેરરીતિ કરી શકશે નહિ. હાલ GST સેવા કેન્દ્ર થકી બોગસ અરજીઓ પર નિયંત્રણ આવ્યું છે. સેવા કેન્દ્ર પર આ પ્રક્રિયાથી 24 ટકા બોગસ અરજી ઘટી છે.
દેશ અને રાજ્યમાં GST ટેક્સમાં વધારો થતો જાય છે : કનુ દેસાઈ
GST કરનીતીમાં ગુજરાત રાજ્યમાં કરદાતાની સંખ્યામાં 135 ટકાનો વધારો નોંધાયો છે. આજે રાજ્યમાં GST કરદાતાની સંખ્યા 11,97,476 છે, જે વર્ષ 2017 માં 5,08,863 હતી. રાજ્યમાં વર્ષ 2022-23 માં GST ની આવક રૂપિયા 56,236 કરોડ હતી, જે વર્ષ 2023-24 માં રૂ. 64,576 કરોડ નોંધાઈ છે. GST RETURN FILING ક્ષેત્રે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. વર્ષ 2023-24 માં 99.60 GST કરદાતાએ પોતાના GST પત્રકો ભર્યા છે, જે સિદ્ધિ છે.