અમદાવાદ: યાત્રીઓને સુવિધા મળી રહે તે માટે ઇન્ડિગો એરલાઇન્સ 11 ડિસેમ્બરના રોજ અમદાવાદ અને તિરુવનંતપુરમની વચ્ચે એક નવી ફ્લાઇટ સેવા શરુ કરવા જઇ રહી છે. જેના લીધે અમદાવાદથી તિરુવનંતપુરમ મુસાફરી કરતા મુસાફરોને ઘણો લાભ થશે. ઇન્ડિગો એરલાઇન્સ આ નવા રુટ પર ફ્લાઇટ અઠવાડિયામાં 4 વખત ઉડાન ભરશે.
ડાયરેક્ટ ફ્લાઇટનો સમય: એર ન્યુઝ પોર્ટલ વન ઇન્ડિયાના અહેવાલ મુજબ ઇન્ડિગો એરલાઇન્સ તિરુવનંતપુરમથી અમદાવાદની આ નવી ફ્લાઇટને ફ્લાઇટ નંબર 6E6238 હેઠળ સંચાલિત કરશે. તિરુવનંતપુરમથી અમદાવાદની ડાયરેક્ટ ફ્લાઇટ 19:35 વાગે ઉપડશે અને રાત્રે 21:55 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. ઇન્ડિગો એરલાઇન્સની તિરુવનંતપુરમથી અમદાવાદની ફ્લાઇટ સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવાર એમ 4 ઉડાન ભરશે. એવી જ રીતે અમદાવાદથી તિરુવનંતપુરમ જવા માટે ફ્લાઇટ 6E6237 સરદાર પટેલ એરપોર્ટ પરથી 16:25 વાગ્યે ઉડાન ભરીને 19:05 વાગ્યે તિરુવનંતપુરમ પહોંચી જશે. અમદાવાદથી તિરુવનંતપુરમની ફ્લાઇટમાં 2:40 કલાકનો સમય થાય છે. તેવી જ રીતે તિરુવનંતપુરમથી અમદાવાદની ફ્લાઇટમાં 2.25 કલાકનો સમય થાય છે.
ઇન્ડિગો ફ્લાઇટનું આટલું રહેશે ભાડું: ઇન્ડિગો એરલાઇન્સ યાત્રિયોની સુવિધા માટે જે ફ્લાઇટના ભાડા પર નજર કરીએ તો અન્ય એરલાઇન્સમાં અમદાવાદથી તિરુવનંતપુરમ ફ્લાઇટનું ભાડું રુ. 5.986 થી રુ. 15.151 સુધીનું રહે છે. ત્યારે ઇન્ડિગોની આ ડાયરેક્ટ ફ્લાઇટનું ભાડું રુ. 5.986 છે. તેવી જ રીતે જે યાત્રિઓને તિરુવનંતપુરમથી અમદાવાદ આવવું હોય તો તેમને ફ્લાઇટમાં રુ 7.970થી રુ. 18.776 ચૂકવવાના રહે છે. તે જ રીતે ઇન્ડિગોની નવી ફ્લાઇટમાં ભાડું રુ. 7.970 રુપિયા છે. આ નવી ફ્લાઇટ શરુ થવાથી મુસાફરોને વારેવારે ફલાઇટ્સ બદલવી નહી પડે.
આ પણ વાંચો: