ETV Bharat / state

રાજ્યમાં 50 લાખથી વધુ તિરંગા ફરકાવવામાં આવશે, 74માં સ્વતંત્ર પર્વની જાણો રૂપરેખા - Independence Day 2024 - INDEPENDENCE DAY 2024

રાજ્ય સરકાર દ્વારા 74માં સ્વતંત્ર દિનની ભવ્ય ઉજવણી કરાશે છે. જેના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગુજરાતમાં 14 હજારથી વધુ ગામ, નગરપાલિકા અને મનપામાં લાખોની સંખ્યામાં લોકો હર ઘર તિરંગા અભિયાનમાં જોડાશે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજ્યમાં 50 લાખથી વધુ તિરંગા ફરકાવવામાં આવશે. Independence Day 2024

હર ઘર તિરંગા અભિયાન
હર ઘર તિરંગા અભિયાન (Getty Image)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 8, 2024, 8:58 AM IST

સ્વાતંત્ર્ય પર્વે રાજ્યમાં 50 લાખથી વધુ તિરંગા ફરકાવવામાં આવશે (Etv Bharat Gujarat)

ગાંધીનગર: 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે 8 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનને રાજ્યભરમાં મનાવવામાં આવશે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે આ વર્ષે ગુજરાતમાં 14 હજારથી વધુ ગામ, નગરપાલિકા અને મનપામાં લાખોની સંખ્યામાં લોકો હર ઘર તિરંગા અભિયાનમાં જોડાશે.

ગુજરાતના મુખ્ય 4 મહાનગરમાં મોટાપાયે તિરંગા યાત્રા યોજાશે. 10 તારીખે રાજકોટ, 11 તારીખે સુરત, 12 તારીખે વડોદરા અને 13 તારીખે અમદાવાદમાં તિરંગા યાત્રા યોજાશે. રાજકોટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા હાજર રહેશે. સુરત ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ જોડાશે. અમદાવાદ અને સુરત ખાતે તમામ ફોર્સની ટુકડી ખાસ પરેડ યોજશે. પરેડ સાથે ગુજરાતની સાંસ્કૃતિક પ્રવૃત્તિ થશે, અલગ અલગ ટેબ્લો અને બેન્ડ પણ જોડાશે.

ટ્રાફિક સિગ્નલ બંધ હશે ત્યારે પોલીસ દ્વારા તિરંગા વિતરણ થશે. મહાનગરની લોકલ બસમાં તિરંગા વિતરણ કરવામાં આવશે. સામાજિક સંસ્થા પણ પોતાની રીતે અલગ અલગ યાત્રા કાઢશે. 2200 થી વધારે સંસ્થાએ આ યાત્રા કાઢવાનું નક્કી કર્યું છે.

તિરંગા વિતરણ કાર્યક્રમ આવતીકાલથી શરૂ થશે. ગુજરતાન 75 આઈકોનિક સ્થળ પર પણ તિરંગા યાત્રા યોજાશે. તિરંગાનું મહત્વ જળવાય, ગરિમા જળવાય તે અંગે શાળામાં પૂરતી માહિતી આપવામાં આવશે. તિરંગાની શાન જળવાઈ રહે એ કામ દરેક નાગરિકનું છે. શાળામાં ચિત્રકામ, રંગોળી, વેશભુષા રાખવામાં આવી છે. વિજેતા બાળકોને પુરસ્કાર આપવામાં આવશે. એસટી બસમાં દરરોજ 25 લાખ મુસાફરો અવરજવર કરે છે. જેમાં પણ તિરંગા વિતરણ કરવામાં આવશે. આ વિતરણ વ્યવસ્થા સરકાર અને સંસ્થા કરી રહી છે. આખા રાજ્યમાં 50 લાખથી વધુ તિરંગા લાગી શકે એ પ્રકારનું આયોજન છે.

ગુજરાત ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા અને પાટણ જેવા અંતરિયાળ અને સરહદી વિસ્તારમાં સરપંચ, સામાજિક સંસ્થા મળી ઘર પર તિરંગા લાગે અને તિરંગા યાત્રા નીકળે એની વ્યવસ્થા કરશે. તિરંગો સૌની શાન છે. દેશ ભક્તિ સાથે જોડવા માટે તિરંગા યાત્રા મહત્વની છે. જ્યારથી આ યાત્રા શરૂ થઈ ત્યારથી તમામ લોકો આ યાત્રામાં જોડાઈ રહ્યા છે એ જ તિરંગા યાત્રાનો સૌથી મોટો સંદેશ છે.

  1. સંસદમાં શક્તિસિંહ ગોહિલે અરિહા શાહનો ઉઠાવ્યો મુદ્દો, કોણ છે અરિહા શાહ? જાણો - Shaktisinh Gohil in Parliament

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.