ETV Bharat / state

Kamrej ST Bus Station : નવનિર્મિત કામરેજ એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ, RCC ફ્રેમ સ્ટ્રકચર સાથે અદ્યતન સુવિધા - Kamrej ST Bus Station

સુરતના કામરેજમાં રાજ્ય સરકાર દ્વારા નિર્માણ પામેલ નવા એસટી બસ સ્ટેશનનું પ્રફુલ પાનશેરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કુલ 5500 ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામેલ કામરેજ બસ ડેપો મુસાફરો માટે અદ્યતન સુવિધા ધરાવે છે.

કામરેજ એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ
કામરેજ એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 9, 2024, 1:32 PM IST

નવનિર્મિત કામરેજ એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ

સુરત : કામરેજમાં ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા રુ. 1.53 કરોડના ખર્ચે નવું એસટી બસ સ્ટેન્ડનું નિર્માણ કરાયું છે. શિક્ષણ રાજ્યપ્રધાન પ્રફુલ પાનશેરિયાના હસ્તે નવનિર્મિત કામરેજ એસ.ટી.બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

નવનિર્મિત કામરેજ એસટી બસ સ્ટેશન : આ પ્રસંગે પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, નવા એસટી બસ સ્ટેશનથી કામરેજ તાલુકાના નાગરિકોની દૈનિક પરિવહનની સુવિધામાં વધારો થશે. વર્ષ 2022 માં કામરેજના જૂના બસ સ્ટોપના નવીનીકરણનું કાર્ય શરૂ કરાયું હતું. એ જ જગ્યાએ અનેકવિધ સુવિધાયુક્ત વિશાળ અને અદ્યતન બસ સ્ટેશન નિર્માણ પામ્યું છે.

કામરેજ ડેપોનું અદ્યતન બસ સ્ટેન્ડ : કુલ 5500 ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામેલ કામરેજ બસ ડેપો RCC ફ્રેમ સ્ટ્રકચર ધરાવે છે. કુલ 492 ચોરસ મીટરમાં બાંધકામ વિસ્તાર ધરાવતા ડેેપોમાં 109 ચોરસ મીટરના ત્રણ પ્લેટફોર્મ સાથે મુસાફરો માટે બેઠક વ્યવસ્થા અને વેઇટિંગ હોલની સુવિધા પણ છે.

મુસાફરો માટે સુવિધા : કામરેજ એસટી ડેપોમાં ટ્રાફિક કંટ્રોલ રૂમ, પાસ રૂમ, કિચન સાથેની કેન્ટીન, વોટર રૂમ, પાર્સલ રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, ચાર સ્ટોલ સહિત ડ્રાઈવર-કંડકટર રેસ્ટ રૂમ અને લેડીઝ કંડકટર રેસ્ટ રૂમની સુવિધા છે. વિકલાંગ મુસાફરો માટે વિશેષ શૌચાલય અને સ્લીપિંગ રેમ્પ પણ તૈયાર કરવામાં આવ્યા છે.

સ્વચ્છતા અભિયાન : પ્રફુલ પાનશેરીયાએ વધુમાં કહ્યું કે, અગાઉ સુરતના પ્રવેશદ્વાર સમાન કામરેજ અને ચાર રસ્તા ખૂબ અસ્વચ્છ હતા. જેને સ્વચ્છ રાખવા માટેનું કાર્ય શરૂ કરી દીધું છે. હવે કામરેજ સ્વચ્છ અને સુઘડ બનવા તરફ આગળ વધી રહ્યું છે. છેલ્લા બે દાયકામાં શહેરીકરણ અને વિકાસનો વ્યાપ વધતાં કામરેજની કાયાપલટ થઈ છે. નાનકડું ગામડું ગણાતું કામરેજ આજે સંપૂર્ણ પરિવર્તિત થઈને વિકાસના માર્ગે તેજ ગતિથી આગળ વધ્યું છે.

  1. 51 New ST Busses: તાપીના સોનગઢ ખાતે નવા બસ સ્ટેશન અને 51 નવી એસી બસોનું લોકાર્પણ કરાયું
  2. Bhuj Iconic Bus Port: એરપોર્ટને ટક્કર મારે છે ભુજનું નવું બસ પોર્ટ, કેવો રહ્યો મુસાફરોનો અનુભવ ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.