ETV Bharat / state

1100 કરોડના ખર્ચે તૈયાર થયેલી ભુજ-નલિયા ગેજ રૂપાંતર પરિયોજના કાર્યરત, જાણો વિશેષતા - BHUJ GAUGE CONVERSION PROJECT

પીએમ મોદીએ ગુજરાતને લગભગ 1100 કરોડ રૂપિયાની ભુજ-નલિયા ગેજ રૂપાંતર પરિયોજના સમર્પિત કરી છે. અહીં જાણીશું આ પરિયોજનાની વિશેષતા અંગે.

ભુજ-નલિયા ગેજ રૂપાંતર પરિયોજનાનું લોકાર્પણ
ભુજ-નલિયા ગેજ રૂપાંતર પરિયોજનાનું લોકાર્પણ (ANI Video Screen shot)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 29, 2024, 1:31 PM IST

ભૂજ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને લગભગ 1100 કરોડ રૂપિયાની ભુજ-નલિયા ગેજ રૂપાંતર પરિયોજના સમર્પિત કરી છે. આ રેલ ઇન્ફ્રા પરિયોજનાએ રાષ્ટ્ર નિર્માણ પ્રક્રિયામાં બહુ મોટો ફાળો આપ્યો છે અને આ કનેક્ટિવિટીથી, રોજગારની તકો, પ્રવાસન અને વેપારમાં સરળતા માટે અસંખ્ય તકો ખુલશે.

ભારતીય રેલવે એ દેશના બહુઆયામી વિકાસમાં બહુ મોટો ફાળો આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 ઓક્ટોબર, 2024ના રોજ ગુજરાતના અમરેલીના લાઠીમાં આયોજિત એક કાર્યક્રમમાં અંદાજે 1100 કરોડ રૂપિયાના ખર્ચનો ભુજ-નલિયા ગેજ રૂપાંતર પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો.

ભુજ-નલિયા રેલ લાઇન ગેજ રૂપાંતર (101.40 કિમી)

પરિયોજનાનો ખર્ચઃ1094.37 કરોડ રૂપિયા
લંબાઈ101.40 કિમી
મોટા પુલ 24
નાના પુલ254
રોડ ઓવર બ્રિજ3
રોડ અન્ડર બ્રિજ30
સ્ટેશનોની સંખ્યા 11

પરિયોજનાનો ખર્ચ 1094.37 કરોડના રૂપિયા

ભુજ-નલિયા ગેજ રૂપાંતર પરિયોજના 1094.37 કરોડના રૂપિયા ખર્ચે પૂર્ણ થઈ છે.આ ખંડમાં 24 મોટા અને 254 નાના પુલો સાથે 3 રોડ ઓવર બ્રિજ અને 30 રોડ અન્ડર બ્રિજનો સમાવેશ થાય છે. આ ખંડની પૂર્ણાહુતિ સાથે, ભુજ-નલિયા મીટરગેજ લાઇનને ભારતીય રેલની યુનિ-ગેજ નીતિ હેઠળ બ્રોડગેજ લાઇનમાં રૂપાંતરિત કરવામાં આવી છે.

આ ખંડને કચ્છ જિલ્લાના દૂરના વિસ્તારોને બાકીના રેલ નેટવર્કની સાથે અવિરત બ્રોડગેજ રેલ કનેક્ટિવિટી પૂરી પાડી છે. ભુજ-નલિયા રેલવે લાઇને પોર્ટ કનેક્ટિવિટીને પણ વધાર્યું છે અને કચ્છ જિલ્લામાં પોર્ટના રસ્તે નિકાસ/આયાતને પ્રોત્સાહન આપ્યું છે.

આ ક્ષેત્રમાં સિમેન્ટ ઉદ્યોગોને પણ મોટો વેગ મળ્યો છે અને આને કારણે મીઠું, ખનિજો અને અન્ય કાચા માલના કાર્યક્ષમ પરિવહનની સુવિધા પણ મળી છે. સરકારનો દાવો છે કે, આ વિકાસકાર્યો થી રોજગારીની વધુ તકો ઉભી થશે , જેનાથી આ ક્ષેત્રની પ્રદેશની સામાજિક-આર્થિક પ્રગતિમાં સુધારો થશે.

  1. મહેસાણા રેલવે સ્ટેશન પર આજે કેટલીક ટ્રેનો રદ્દ, આ ટ્રેનના મુસાફરો ધ્યાન રાખે
  2. આવતીકાલથી અમદાવાદ અને ગોરખપુર વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડશે, બુકિંગ શરૂ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.