ETV Bharat / state

વલસાડ જીલ્લામાં એક પણ ફોર્મ ખેંચાયું નહિ, બે અપક્ષ સહીત કુલ ૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે - VALSAD DANG LOK SABHA Seat - VALSAD DANG LOK SABHA SEAT

વલસાડ-ડાંગ લોકસભા બેઠક ઉપર કુલ ૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે,આજે ઉમેદવારી પત્ર ખેંચવાના અંતિમ દિવસે એક પણ ઉમેદવાર ફોર્મ પરત ના ખેંચતા ૭ ઉમેદવારો હવે ચૂંટણી મેદાનમાં રહ્યા છે, જેમાં બે અપક્ષ પણ સામેલ છે. VALSAD DANG LOK SABHA Seat

બે અપક્ષ સહીત કુલ ૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 22, 2024, 5:45 PM IST

વલસાડ: વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર કુલ ૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે, આજે ઉમેદવારી પત્ર ખેંચવાના અંતિમ દિવસે એક પણ ઉમેદવાર ફોર્મ પરત ના ખેંચતા ૭ ઉમેદવારો હવે ચૂંટણી મેદાનમાં રહ્યા છે, જેમાં બે અપક્ષ પણ સામેલ છે.

વલસાડ ડાંગ લોકસભા બેઠક જંગ જામશે: વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થશે. જોકે એક તરફ આક્રમક સ્વભાવ અને સામાન્ય જનના ન્યાય માટે જાણીતા નેતા કોંગ્રેસમાંથી અનંત પટેલને ટીકીટ મળી છે ત્યારે બીજી તરફ ઉચ્ચ અભ્યાસ સાથે વિકસિત વલસાડનું સ્વપ્ન લઇને આવેલા ધવલ પટેલને ભાજપે ટીકીટ આપી છે. ભાજપે ૪૦૦ પાર સાથે વિજયી થવાની રણનીતિ ઘડી છે. અનંત પટેલે અન્યાય સામે લડત આપી લોકોના પ્રાણ પ્રશ્નોમાં ઉભા રહીને લોકો વચ્ચે પહોચીને કામ કર્યું છે. તેનો લાભ મળશે એવી આશા વ્યક્ત કરી છે.

કોઇ ઉમેદવારે ફોર્મ પરત ખેચ્યું નથી: આજે એક પણ ઉમેદવારે ફોર્મ પરત ખેચ્યું નથી. આજે ઉમદવારી પત્ર ખેંચવાની અંતિમ તારીખ હતી, જેમાં મોડી સાંજ સુધી એક પણ ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું નથી. જેથી કુલ ૭ જેટલા ઉમદવારો વલસાડ ડાંગ સંસદની ચુંટણીમાં લડશે. જોકે સમગ્ર ચુંટણીમાં સીધી ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રહેશે જેના ઉપર સૌની નજર રહેશે.

કોણ છે, આ સાત ઉમેદવારો: (૧).ધવલ લક્ષ્મણભાઈ પટેલ (ભાજપ), (૨).અનંત હસમુખભાઈ પટેલ (કોંગ્રેસ), (૩) માનકભાઈ જત્રુભાઈ શાંકર (બહુજન સમાજ પાર્ટી), (૪).ઉમેશભાઈ મગનભાઈ પટેલ (બહુજન રીપબ્લીકન સોસીયાલીસ્ટ પાર્ટી), (૫) જયંતીભાઈ શાલુ (વીરો કે વીર ઇન્ડીયન પાર્ટી), (૬). રમણભાઈ કરશનભાઈ પટેલ (અપક્ષ) (૭).ચિરાગ કુમાર ભરતભાઈ પટેલ (અપક્ષ)

2006 બુથો પરથી મતદાન કરાશે: ૭ મેંના રોજ મતદાન છે અને દરેક ઉમેદવારો પાસે હવે માત્ર ૧૬ દિવસ બાકી બચ્યા છે. ત્યારે દરેક ઉમેદવારો હવે મોટી સભાઓ છોડીને ઓટલા બેઠકો અને ઘરે ઘરે પહોચીને પ્રચાર કરી રહ્યા છે. જોકે વલસાડ જીલ્લાની પાંચે વિધાનસભા બેઠક ઉપર દરેક ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવામાં લાગી ગયા છે. કુલ ૧૮,૪૮૨૧૧ મતદારો ૨૦૦૬ બુથો ઉપરથી ૭ મેંના રોજ મતદાન કરશે.

વાંસદાથી એક અપક્ષ ઉમેદવારે ઉમેદવારી કરી: વાંસદા વિસ્તારના ધારાસભ્ય અનંત પટેલના ક્ષેત્રમાંથી એક ઉમેદવારે અપક્ષ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી છે. ચિરાગકુમાર ભરતભાઈ પટેલે જેઓ વાંસદા વિસ્તારના છે. તેમણે ઉમેદવારી અપક્ષ તરીકે નોધાવતા તેઓ પણ હાલ ચર્ચામાં આવ્યા છે. વળી તેઓ ધોડિયા પટેલ સમાજમાંથી આવે છે અને વાંસદા તાલુકાના છે જેને લઇને તેઓ ચર્ચામાં આવ્યા છે.

  1. સુરત લોકસભા બેઠક પર ભાજપના મુકેશ દલાલ બિનહરિફ થયાં, હવે ગુજરાતની 25 બેઠકો પર મતદાન - Surat Lok Sabha seat
  2. લોકસભા ચૂંટણી ટાણે સામાજિક ઉથલપાથલ વચ્ચે ગુજરાતના રાજકારણની સ્થિતિ : જે અન્ય સમાજને સાધશે, તે જ બાજી મારશે - Lok Sabha Election 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.