ETV Bharat / state

શ્વાનને બચાવવા જતાં એમ્બ્યુલન્સ પોતે જ પલટી, એમ્બ્યુલન્સમાં ચાલક સહિત 2 લોકો સવાર હતા - Ambulance overturning accident

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 8, 2024, 3:22 PM IST

અકસ્માત હોય કે પ્રસૂતિ, હ્રુદય રોગ હોય કે પેટ દર્દ દરેક દર્દી માટે સંજીવની સમાન બનતી અને દરેક દર્દીને સારવાર અર્થે લઈ જઈ નવજીવન બક્ષતી 108 એમ્બ્યુલન્સનો જ થયો અકસ્માત. દર્દીને ધરમપુર ઉતારી પરત ફરી રહેલી 108 એમ્બ્યુલન્સ નાનાપોઢા નજીક પલટી ગઈ હતી જોકે ચાલકને કોઈ ગંભીર ઇજા ન થતા માત્ર સામાન્ય ઇજાઓ થઈ છે. Ambulance overturning accident

શ્વાનને બચાવવા જતાં એમ્બ્યુલન્સ પોતે જ પલટી
શ્વાનને બચાવવા જતાં એમ્બ્યુલન્સ પોતે જ પલટી (Etv Bharat Gujarat)
એમ્બ્યુલન્સ નાનાપોઢા નજીક પલટી ગઈ હતી જોકે ચાલકને કોઈ ગંભીર ઇજા ન થતા માત્ર સામાન્ય ઇજાઓ થઈ (Etv Bharat Gujarat)

વલસાડ: કપરાડા તાલુકામાં સગર્ભા મહિલાઓના પ્રસુતિનો દુખાવો ઉપડ્યા બાદ સરકારી દવાખાનામાં સારવાર લેવા માટે મોટાભાગના ગ્રામીણ કક્ષાના લોકો 108 નો ઉપયોગ કરતા હોય છે. તેમજ અકસ્માત સમયે પણ ઈજાગ્રસ્તને સારવારથી લઈ જવા 108 એમ્બ્યુલન્સનો ઉપયોગ કરાય છે. ગતરોજ એક દર્દીને સારવાર અર્થે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં દાખલ કરી પરત આવી રહેલી 108 એમ્બ્યુલન્સના ચાલક સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા એમ્બ્યુલન્સ પલટી ગઈ હતી.

દર્દીને દવાખાને મૂકી પરત થતી એમ્બ્યુલન્સ શ્વાનને બચાવવા જતાં પોતે જ પલટી
દર્દીને દવાખાને મૂકી પરત થતી એમ્બ્યુલન્સ શ્વાનને બચાવવા જતાં પોતે જ પલટી (Etv Bharat Gujarat)

નાનાપોઢાં નજીક શ્વાન આવી જતા પલટી: કપરાડાના દર્દીને ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં દાખલ કરી ખાલી એમ્બ્યુલન્સ પરત આવી રહી હતી, તે દરમિયાન નાનાપોઢા આરપી સેલ્સ દુકાનની સામે વળાંકમાં અચાનક એક સ્વાન રોડ ઉપર દોડી આવતા તેને બચાવવા જતા એમ્બ્યુલન્સના ચાલકે અચાનક બ્રેક મારતા સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો, અને રોડની સાઈડમાં એમ્બ્યુલન્સ પલટી ગઈ હતી. આ ઘટનામાં ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી છે.

ચાલકને સામાન્ય ઇજા થતા સરકારી હોસ્પિટલ ખસેડાયો: એમ્બ્યુલન્સ રોડની બાજુમાં પલટી જતા આસપાસમાં લોકો તેમજ રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો વાહન ઉભી રાખી દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત એમ્બ્યુલન્સના ચાલકને બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે નાનાપોઢાં ખાતે આવેલા સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ પોલીસ ને કરાઈ: 108 એમ્બ્યુલન્સ પલટી હોવાની જાણકારી પોલીસ આરોગ્ય વિભાગ અને 108 અધિકારીને કરવામાં આવતા તમામ સરકારી અધિકારીનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. જોકે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની બની નથી, પરંતુ જો એમ્બ્યુલન્સમાં દર્દી હોત તો મોટી હોનારત બની શકી હોત.

એમ્બ્યુલન્સમાં ચાલક સહિત 2 લોકો સવાર હતા: ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે દર્દીને મૂકી પરત થઈ રહેલી 108 એમ્બ્યુલન્સમાં ચાલક સહિત બે લોકો સવાર હતા. એમની શું હાલત છે એવિશે હાલ કોઈ જાણકારી નથી પરંતુ મળતી માહિતી પ્રમાણે જાણવા મળે છે કે, 108 એમ્બ્યુલન્સ પલટી, પરંતુ કોઈ મોટી હોનારત બની ન હતી. જોકે એમ્બ્યુલન્સ પલટી થયેલી જોઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા.

આ પણ વાંચો:

  1. રૂ.1.40 કરોડના સોનાના દાગીના લૂટનારા આરોપી ઝડપાયા, પાટણ LCB ટીમે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો ભેદ - Robbery incident
  2. 'પેનિક પાર્ટનરશિપ': દુકાન સંચાલિકાને ભાગીદાર યુવકે આડેધડ લાફા ઝીંક્યા, વીડિયો થયો વાયરલ - woman beating video viral

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.