તાપી: જિલ્લાનાં વ્યારા તાલુકામાં આવેલ ઝાખરી ગામે કુવામાં દીપડાના બે બચ્ચાં ખાબકી ગયા હતા. ગ્રામજનોએ આ ઘટનાની જાણ થતાં તેમણે વ્યારા વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી. આ કામગીરીમાં ભારે જહેમત બાદ વન વિભાગે દીપડાના 6 થી 7 માસના બે બચ્ચાં સુરક્ષિત કુવામાંથી બહાર કાઢ્યા હતા. સાથે સાથે બચ્ચાઓની તબિયત સહીસલામત હોવાથી તેઓ તેમની મા સાથે મળી જાય તે માટે દીપડાના બચ્ચાઓને ત્યાં જ સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવ્યા હતા.
'મા'થી છૂટા પડેલા દીપડાના બચ્ચાનું રેસ્ક્યૂ કરવા મારે વન વિભાગના અધિકારીઓ દ્વારા એક લાકડાની સીડી બનાવવામાં આવી હતી. અને ત્યારબાદ આ સીડીને કૂવામાં કૂવામાં ફેંકવામાં આવી હતી. જે બાદ બંને દીપડાના બચ્ચાઓ આ લાકડાની સીડી મારફતે ઉપર તરફ આવ્યા હતા અને કુવાની બહાર નીકળ્યા હતા. તમને જણાવી દઈએ કે, વન વિભાગે ગ્રામજનો અને એનિમલ ટીમની સાથે મળી દીપડાઓનું સફળ રેસ્ક્યૂ કર્યું હતું.
આ પણ વાંચો: