ETV Bharat / state

ઘોર કળયુગ, પિતા-પુત્રીના સંબંધોને કલંક લગાડતો કિસ્સો આવ્યો સામે, જાણો સમગ્ર મામલો - Father tried to rape his daughter

સુરત જિલ્લામાં બહુ જ હીન કહી શકાય પિતા- પુત્રીના સંબંધોને લાંછનરુપ કિસ્સો સામે આવ્યો છે. સુરતના ડીંડોલી પોલીસ મથકે એક 15 વર્ષીય સગીરાએ પોતાના પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જાણો સમગ્ર મામલો... Father tried to rape his daughter

પિતા-પુત્રીના સંબંધોને કલંક લગાડતો કિસ્સો
પિતા-પુત્રીના સંબંધોને કલંક લગાડતો કિસ્સો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 9, 2024, 6:42 PM IST

પિતા-પુત્રીના સંબંધોને કલંક લગાડતો કિસ્સો (Etv Bharat Gujarat)

સુરત: દેશમાં બળાત્કાર અને છેડતીના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે આવા ઘોર કળિયુગમાં સંબંધોની લાજ પણ નથી રહી. ત્યારે આવો જ એક કિસ્સો સુરત જિલ્લાના ડીંડોલી ખાતે બનવા પામ્યો છે. ડીંડોલી પોલીસ મથકમાં સ્કૂલ યુનિફોર્મમાં દફતર સાથે 15 વર્ષીય સગીરા પહોંચી હતી. પોલીસ ઇન્સ્પેક્ટરને મળીને કહ્યું હતું કે, તે ધોરણ નવમાં અભ્યાસ કરે છે અને શાળાથી છૂટીને ઘરે જવામાં ડર લાગે છે.

સગીરાએ પોતાના પિતા સામે નોંધાવી ફરિયાદ: વધુમાં સગીરાએ જણાવ્યું કે, મારા પિતા જ મારી સાથે બદકામ કરવા માટે અધીરા બન્યા છે. પોલીસે વિગતવાર પૂછપરછ કરતાં જણાવ્યું કે, તેની માતા 3 વર્ષથી પિતા સાથે ઝઘડીને વતન ઉત્તર પ્રદેશમાં જતી રહી છે. તે પિતા, મોટા ભાઈ અને કાકા સાથે ડીંડોલી વિસ્તારમાં રહે છે. પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જે. સોલંકીએ આ કેસને ગંભીરતાથી લીધો હતો અને સગીરાના કાકાને બોલાવવામાં આવ્યા હતા.આરોપી મોટા ભાઈની હરકતને લઈ માહિતગાર કરતાં સગીરાના કાકાએ પોતાના મોટા ભાઈ વિરુદ્ધ છેડતી અને પોક્સોની કલમ અંતર્ગત ગુનો નોંધાવતાં પોલીસે આરોપી 36 વર્ષીય પિતાની ધરપકડ કરી હતી.

આરોપી પિતા કરતો હતો શારિરીક અડપલા: આ બનાવ અંગે ડીંડોલી પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતી 15 વર્ષની એક સગીરા ડીંડોલી પોલીસ મથકે પહોંચી હતી અને તેને શોધતાં શોધતાં તેના પરિવારના સભ્યો પણ ડીંડોલી પોલીસ મથકે પહોચ્યા હતા. જો કે તેણે એક ફરિયાદ કરવાનું પોલીસને કહ્યું હતું અને આપવીતી જણાવી હતી. એમાં તેની ફરિયાદ તેના જ સગા પિતા વિરુદ્ધ જ હતી. સગીરાએ પોલીસને એવી હકીકત જણાવી હતી કે, તેના પિતા રાત્રિના સમયે તેની પાસે આવે છે. તેમજ પોતાની સાથે સૂવા માટે દબાણ કરે છે. છેડતી પણ કરે છે. જો હું વિરોધ કરું તો ગુસ્સે થાય છે. પોલીસ કેસ કરીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી પણ આપે છે. ડિંડોલી પોલીસે આરોપી પિતા સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે.

ફરિયાદના આધારે આરોપીને જેલહવાલે કરાયો: સગીરાની માતા હાલ વતન ગઈ હોવાથી સગા પિતાએ પોતાની પુત્રીનો ગેરલાભ ઉઠાવ્યો હતો. ACP વીરભદ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, ડીંડોલી વિસ્તારમાંથી એક ફરિયાદી સગીરા આવી હતી અને ફરિયાદ આપી કે, મારા પર મારા સગાએ પિતાએ શારીરિક અડપલાં કરેલાં છે. જે અંગે પોલીસે તાત્કાલિક તેની ફરિયાદ દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આ સગીરા સાથે ઘટના બની ત્યારે તે હિંમત કરીને પોલીસ સ્ટેશન આવી હતી. તેની ફરિયાદના આધારે તેના પિતાની ધરપકડ કરી જેલહવાલે કરવામાં આવ્યો હતો. ફરિયાદીની માતા હાલ વતન ગઈ છે તેનો ગેરલાભ લઈ પિતાએ આ હીન કૃત્ય કર્યું હતું.

  1. સુરતમાં લૂંટેરી દુલ્હન ઝડપાઈ, રાજકોટ અને જયપુરના લોકોને પણ બનાવ્યા શિકાર - Surat Loonteri Dulhan
  2. ભારે કરી! બનાસકાંઠાના પાન્છા પ્રાથમિક શાળાના શિક્ષક 8 માસથી અમેરિકામાં છતાં પગાર ચાલું?... - banaskantha news

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.