ETV Bharat / state

વડોદરામાં યુવક સગીરાને ભગાડી ગયા મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ - ABDUCTION OF MINOR GIRL

વડોદરા જિલ્લામાંથી 15 વર્ષની સગીરાને એક યુવક ભગાડી ગયો હોવાની ઘટના સામે આવી છે.

વડોદરાના શિનોરમાં લગ્નની લાલચ આપી યુવક સગીરાને ભગાડી ગયો
વડોદરાના શિનોરમાં લગ્નની લાલચ આપી યુવક સગીરાને ભગાડી ગયો (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 6, 2024, 5:31 PM IST

વડોદરા: આજે દેશમાં સ્ત્રીઓને સુરક્ષાને લઇને મોટો સવાલ છે. સગીર વયની છોકરીનું અપહરણ કે દુષ્કર્મની ઘટના આપણે ઘણીવાર બનતી જોઇએ છીએ. ત્યારે દીકરીઓને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપરાધીઓ દીકરીઓનું અપહરણ કરતા હોવાના મામલા સામે આવ્યા છે અને તેમની સાથે બદકામ કર્યાની ઘટના આજે દેશમાં અને રાજ્યમાં બનતી હોય છે. આ ઉપરાંત લવ જેહાદની ઘટનાઓ પણ સામે આવતી રહે છે.

આરોપી 15 વર્ષીય સગીરાને ભગાડી ગયો: સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લામાંથી 15 વર્ષની સગીરાને એક યુવક ભગાડી ગયો હોવાની ઘટના સામે આવી છે. પોલીસ પાસેથી મળતી વિગત મુજબ આરોપી શોહેબ મન્સુરી કડિયાકામ સાથે સંકળાયેલો હોવાથી તે જિલ્લાના એક ગામમાં આવતો હતો. જેની પર આરોપ છે કે, તે સગીરાને ભગાડી ગયો હતો. ત્યાં તેણે ગામની એક 15 વર્ષિય સગીરાને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપીને ફોસલાવી હતી.

વડોદરાના શિનોરમાં લગ્નની લાલચ આપી યુવક સગીરાને ભગાડી ગયો
વડોદરામાં લગ્નની લાલચ આપી યુવક સગીરાને ભગાડી ગયો (Etv Bharat gujarat)

આરોપી સામે પોલીસ ફરિયાદ થઇ: મળતી માહિતી મુજબ આરોપી શોહેબ મન્સુરીએ સગીરાને ભગાડી જવાનો પ્લાન બનાવ્યો હતો. ત્યારે તા. 1 નવેમ્બરના રોજ બપોરના સમયે સગીરાનો પરિવાર જમીને સૂઇ ગયો હતો ત્યારે આરોપી શોહેબ મન્સુરી મોકાની રાહમાં હતો જેવો પરિવાર સુઇ ગયો. ત્યારે આરોપી શોહેબ મન્સુરી સગીરાને લઇને ભાગી ગયો હતો. જેથી તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે આરોપીને ઝડપવા પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો:

  1. દાહોદમાં નકલી NA કૌભાંડ સામે કાર્યવાહી: APMCના ડિરેક્ટર નિલેશ બળદવાલની ધરપકડ થઈ
  2. રાજકોટમાં ધર્મના ભાઈ સામે બહેનની 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો આરોપ, પોલીસે કરી ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.