ETV Bharat / state

રાજકોટના જેતપુરમાં હચમચાવતી ઘટના, વયોવૃદ્ધ બે મિત્રોએ આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો - RAJKOT CRIME NEWS

શહેરના પાંચપીપળા રોડ પર બે વયોવૃદ્ધ મિત્રએ એક સાથે આપઘાત કરી લીધો હતો.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 26, 2024, 10:36 PM IST

રાજકોટ: જેતપુર શહેરમાં આજે હચમચાવી નાખે તેવી ઘટના બની હતી. શહેરના પાંચપીપળા રોડ પર બે વયોવૃદ્ધ મિત્રએ એક સાથે આપઘાત કરી લીધો હતો. બંનેના મૃતદેહોને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. પોલીસે મોતના કારણ અંગે તપાસ હાથ ધરી હતી.

ઘરમાંથી બેભાન હાલતમાં બે વૃદ્ધ મળ્યા
જેતપુર શહેરના પાંચપીપળા રોડ પર આજે સાંજના સમયે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને બે વયોવૃધ્ધોએ સાથે મળીને આપઘાત કરી લીધો હોવા અંગેનો કોલ આવ્યો હતો. જેથી 108નો સ્ટાફ સ્થળ પર પહોંચતા બે વયોવૃદ્ધ સામસામે ખુરશી પર બેભાન અવસ્થામાં પડ્યા હતા. બાજુમાં એક ગ્લાસમાં લીલા કલરનું થોડું વધેલું પ્રવાહી પણ હતું. બંનેને સરકારી હોસ્પિટલે લવાતા ફરજ પરના ડોકટરે બંનેને મૃત જાહેર કર્યા હતા.

પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી
આ બન્નેની ઓળખ વસંતભાઈ તોલારામ ખુહા ઉ.વ. 64 અને અમૃતબગાઇ કરશનભાઇ મુરાણી ઉ.વ.70 તરીકે થઇ હતી. વસંતભાઈ પાંચપીપળા રોડ પર એકલા રહેતા હતા અને દેસાઈવાડીમાં રહેતા તેમના મિત્ર અમૃતબગાઈ તેમના ઘરે અવારનવાર આવતા હતા. પોલીસે બંને મૃતક મિત્રોના પરિવારજનોના નિવેદનો નોંધી મોતના કારણ અંગે તપાસ હાથ ધરી છે. ત્યારે આ રીતે બે વૃદ્ધના આપઘાતની ઘટના જેતપુર શહેરમાં વાયુવેગે પ્રેસરી ગઈ હતી.

આ પણ વાંચો:

  1. પોરબંદરનો 'પંકજ' પાકિસ્તાનની 'રિયા'ને આપતો આવી માહિતી..! ગુજરાત ATS સામે થયા ચોંકાવનારા ઘટસ્ફોટ
  2. ધોળાવીરાના ફોસિલ્સ પાર્કમાંથી કરોડો વર્ષ જૂના ફોસિલ્સ વુડના ટુકડા ચોરાયા, વનવિભાગે અફવા ગણાવી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.