ભાવનગર: ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ ભારતની આઝાદી પહેલા વિદેશી વસ્ત્રોને ત્યાગ કરીને દેશના નાગરિકોની સ્થિતિને ધ્યાનમાં રાખી ખાદી જેવા વસ્ત્રનું સર્જન કર્યું હરુ. પરંતુ આજે આઝાદીના વર્ષો બાદ પણ જોઈએ તેટલા લોકો પહેરતા પણ નથી આથી તેની માંગ પણ નથી. પરંતુ હવે ક્યાંક નવા જનરેશન માટે ખાદીને નવા રૂપ રંગમાં પીરસવાની કોશિશ થઈ રહી છે, ત્યારે ભાવનગરની એક મહિલાએ સ્ટાર્ટઅપ અંતર્ગત ખાદીના ડિઝાઇનવાળા વસ્ત્રોને તૈયાર કર્યા છે. ચાલો જાણીએ
ભાવનગરની મહિલાએ તૈયાર કરી ખાદી ન્યુ જનરેશન મુજબ: ગુજરાતમાં આજે પણ લોકો ખાદીનું ગ્રહણ જોઈએ તેટલી માત્રામાં કરતા નથી. જો કે ખાદીમાં પણ અનેક પ્રકારો આવી ગયા છે, ત્યારે ભાવનગરની એક મહિલાએ નવો શરૂ કરેલો ખાદીનો વ્યવસાય ધીરે ધીરે આજની પેઢીના લોકોમાં આવકાર્ય બની રહ્યો છે. પરિતા માવાણીએ જણાવ્યું હતું ખાદીનો ઉપયોગ કરું છું આ હું સુરતથી લાવું છું, ખાદી મારે 150 સુધીમાં મીટરમાં પડે છે, પછી એમાં હું મારી રીતે એમ્બ્રોરોડરી, હેન્ડ વર્ક બેય મિક્સ કરાવું છું અને મારી રીતે હું ટોપ, યુનિક ટેસ્ટ બધું બનાવું છું અને અમે 10 થી 12 બહેનો કામ કરીએ છીએ. મારી રીતે હું રોજગારી આપું છું. મને સફળતા બહુ સારી એવી મળી છે અને લોકો હજી આનો મને બહુ રિસ્પોન્સ સારો મળ્યો છે, હું લેડીઝ બનાવું છું પણ જેન્ટ્સ પણ મને કહે છે કે અમને આવું બનાવીને આપો.
ખાદીમાં વિવધતાથી ગૃહિણીઓ માટે આકર્ષણ: ભાવનગર શહેરને મહિલા પરીતા માવાણીએ પોતાની સુજબુજ થી સુરત થી સસ્તી ખાદી લાવીને તેમાં પોતાની કળાને પાથરીને પોતાના વ્યવસાયનો પ્રારંભ કર્યો છે, ત્યારે ખાદીમાં વિવિધતાને પગલે ગૃહિણીએ જણાવ્યું હતું કે એમ્બ્રોડરી, હેન્ડ મેક વર્ક, કોટન કુર્તી વગેરે જેવી ચીજો અલગ જોવા મળી રહી છે. આમ તો ગાંધી સ્મૃતિની ખાદી સૌ કોઈ જોઇ હોય છે. પરંતુ અહીંયા પરિતાબેને ખાદીમાં વિવિધ ડિઝાઇનો સાથે રજૂ કરી છે જે ખૂબ પસંદ પડી છે. 150 થી લઈને 500 સુધીની કિંમતમાં ડ્રેસ કુર્તિ વહેચી રહ્યા છે.
ખાદીને નવી ફેશનમાં લાવતા પુરુષોની પણ માંગ: ભાવનગરની પરીતા માવાણી સુરતથી ખાદી લાવીને સ્થાનિક બહેનોને રોજગારી આપી તેમાં એમ્બ્રોડરી વર્ક અને પોતાની ડિઝાઇનો કરાવીને વેચાણ કરી રહ્યા છે, જેને પગલે ખાદીના ડ્રેસ કુર્તી નવીન લાગવાને કારણે મહિલાઓ માટે આકર્ષિત રૂપ બન્યા છે. જો કે ખાદીમાં ડિઝાઇન હોવાને કારણે નવી જનરેશન પણ તેનો સ્વીકાર કરી રહી છે, સાથે સાથે મહિલાઓના એકમાત્ર ડ્રેસનું વેચાણ કરતા પરીતા માવાણીને યુગલો પણ જોડામાં માંગ કરી રહ્યા છે.